ધર્મેન્દ્રની વેનિટી વેન જોઈને આંખો થઇ જશે ચાર…
ધરમપાજીએ પોતાના વિવિધ પ્રકારના ફોટાઓ કર્યા વાયરલ, જુઓ આ ૮૪ વર્ષના ધરમપાજીની પ્રવ્રુત્તિઓ!
ધર્મેન્દ્રએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખેતરોની વચ્ચે ટ્રેક્ટર પર બેઠા જોવા મળે છે. તેમણે આ દરમિયાન ચાહકોને તેમની વેનિટી વાન પણ બતાવી. બહારથી, તેમની વેનિટી વાન અદ્ભુત છે. ધર્મેન્દ્રજી દેશમાં લોકડાઉન થયા બાદથી તેમના ફાર્મહાઉસ પર હતા. તેઓ અહીં લોકડાઉન દરમિયાન શાકભાજી અને ફળોની ખેતી કરી રહ્યા છે.

ધર્મેન્દ્ર આ ઉંમરે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. વીડિયોમાં ધર્મેન્દ્ર બોલી રહ્યા છે- ‘મિત્રો કેમ છો? આટલું નાનું ખેતર જેને હું જેમ તેમ કરીને સાચવી લવ છું. આમાં થોડી કસરત પણ કરું છું. હવે હું તમને મારી વેનિટી વાન બતાવવા માંગુ છું. હું શૂટિંગ કરતી વખતે તેને મારી સાથે લઈ જતો હતો. આજકાલ તેને હાઉસ ઓન વ્હીલ્સ બનાવવામાં આવી છે. ખુશ રહો, તમારૂ ધ્યાન રાખો, કોરોનાથી બચો, લવ યુ. ‘
View this post on Instagram
વિડિઓમાં વાનની એક જ બાજુ દેખાઈ રહી છે. આ વાન વિશાળ ટ્રકની ચેસીસ પર બનાવવામાં આવી છે. ધર્મેન્દ્રએ માત્ર બહારથી પોતાની વેનિટી વેન બતાવી છે. સફેદ અને રાખોડી રંગની આ વાનમાં બહાર ધર્મેન્દ્રની તસવીર છે અને જેમાં તેમને ટોપી પહેરેલા જોવા મળી રહ્યા છે. તે જ સમયે, તાજેતરમાં જ ધર્મેન્દ્રએ ટ્વિટર પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેના ફાર્મહાઉસમાં શાકભાજી ઉગાડી રહ્યા છે.
View this post on Instagram
વીડિયોમાં ધર્મેન્દ્ર તેમના ફાર્મ પર ઉગાડેલા ટામેટાં, રીંગણ અને કોબી બતાવે છે. ‘ વીડિયોમાં તેમણે કેપ્શનમાં લખ્યુ છે, ફિલ્મના શૂટિંગ કરતાં વધારે મજા આવી રહી છે. તમારા પ્રેમ માટે આભાર.’ તમને જણાવી દઈએ કે આ ઉંમરે પણ ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેઓ વારંવાર તેમના ઇન્સ્ટાગ્રામ પર કંઈક પોસ્ટ કરે છે. ફિલ્મ્સથી દૂર ધર્મેન્દ્રનો મોટાભાગનો સમય લોનાવાલાના ફાર્મહાઉસમાં વિતાવ્યો છે. તેઓ અહીં ઓર્ગેનિક ખેતી કરે છે. તેમનું ફાર્મહાઉસ ૧૦૦ એકરમાં પથરાયેલું છે.
થોડા દિવસો પહેલા ધર્મેન્દ્રએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ખૂબ જ દુખી જોવા મળી રહ્યા છે. ધર્મેન્દ્રએ કહ્યું હતું- મિત્રો, આજે માણસ તેના ગુનાઓની સજા મેળવી રહ્યો છે. આ કોરોના એ આપણા દુષ્ટ કાર્યોનું ફળ છે. જો માનવતાનો પ્રેમ હોત તો આ સમય ક્યારેય આવતો ન હતો.

ફાર્મહાઉસ પર ધર્મેન્દ્ર નાસ્તો કરે છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન ધર્મેન્દ્રએ કહ્યું હતું કે, હું જાટ છું અને જાટની જમીન અને મારા ખેતરોને ચાહું છું. મારો મોટાભાગનો સમય લોનાવાલાના અમારા ફાર્મ હાઉસમાં વિતાવુ છે. અમારું ધ્યાન ઓર્ગેનિક ખેતી પર છે. અમે ચોખા ઉગાડીએ છીએ. ફાર્મ હાઉસ પર થોડી ભેંસો પણ છે. “ધર્મેન્દ્ર ગામડાનું જીવન જીવવાનું પસંદ કરે છે,અને ખેતરમાં કામ કરવાનું અને ખતેરમાં ભોજન કરવાનું વધારે પસંદ કરે છે.

ધર્મેન્દ્ર ‘દબંગ 3’માં આવે તેવી શક્યતા એટલા માટે પણ છે કારણ કે સલમાન તથા તેમની વચ્ચે રિયલ લાઈફ બોન્ડિંગ છે. ધર્મેન્દ્ર એક્ટર સલમાન ખાનના પિતાનો રોલ પ્લે કરી શકે છે. ધર્મેન્દ્ર પહેલાં આ રોલ વિનોદ ખન્નાએ પ્લે કર્યો હતો. વિનોદ ખન્નાના નિધન બાદ ‘દબંગ 3’માં ધર્મેન્દ્ર આવી શકે છે.આ ફિલ્મનું ડિરેક્શન પ્રભુદેવા કરશે. આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે, તેની ડેટ ફાઈનલ થઈ નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.