સુશાંતના મૃત્યુ પછી ધર્મેન્દ્રએ કહ્યું ડિપ્રેશન વિષે જુઓ વિડિઓ…

બૉલીવુડ એકટર ધર્મેન્દ્રએ ડિપ્રેશન પર કહી આ વાત, વિડીયો થઈ રહ્યો છે વાયરલ.

બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા દ્વારા નિયમિત રૂપે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. ધર્મેન્દ્ર છેલ્લા ઘણા સમયથી પોતાના ફાર્મ પર સમય પસાર કરી રહ્યા છે. જેના ફોટા અને વીડિયો ધર્મેન્દ્ર સતત સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

image source

ધર્મેન્દ્રએ હવે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં એમના ફાર્મ હાઉસ પર ગાયો ચરી રહી છે. આ વીડિયો સાથે અભિનેતાએ એક જબરદસ્ત કેપ્સન પણ લખ્યું છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

image source

આ વાયરલ વીડિયોમાં ધર્મેન્દ્ર કહેતા દેખાઈ રહ્યા છે કે મારા બેકયાર્ડમાં ગાય ઘાસ ચરી રહી છે અને હું ઠંડી ઠંડી સેવૈયા ખાઈ રહ્યો છું. તમે બધા કેમ છો.”કોરોનાથી બચીને રહો. લવ યુ ઓલ. ધર્મેન્દ્રએ આ વીડિયો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે ” ડિપ્રેશનને ડિપ્રેશન આપી દો. ઈચ્છાઓને કહો હદમાં રહો.નવરા કોરોનાથી નવરાશ મળી ને રહેશે” અભિનેતા ધર્મેન્દ્રના આ વિડીયોને લોકો ખૂબ જ રિટ્વીટ અને લાઈક કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના અવસાન પર ધર્મેન્દ્રએ પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા એમનું દુઃખ વ્યક્ત કર્યું હતું. એમને લખ્યું હતું કે “વહાલા સુશાંત, ના કોઈ ફિલ્મ જોઈ, ના ક્યારેય તને મળ્યો, પણ તારા આમ અચાનક ચાલ્યા જવાથી ઘણો આઘાત લાગ્યો. આ સુંદર લાગતો “શો બિઝનેસ” બહુ જ ક્રૂર છે. હું તારા સહન ન કરી શકાય એવા દર્દને સમજી શકું છું. હું તમને પ્રેમ કરવાવાળા તમારા પરિવાર અને મિત્રોના દુઃખમાં એમની સાથે છું”

ધર્મેન્દ્રના આ ટ્વીટ પર અલગ અલગ પ્રકારના કમેન્ટ જોવા મળ્યા. આ સિવાય પણ બોલિવુડના બીજા ઘણા બધા કલાકારોએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો શોક વ્યક્ત કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી છે. સુશાંત સિંહ રાજપૂતના અચાનક જ આમ આપઘાત કરી લેવાના કારણે સમગ્ર બોલીવુડમાં સુનકારો ફેલાઈ ગયો છે.

image source

સુશાંત સિંહ રાજપૂતના આપઘાત કરવા પાછળનું કારણ લાંબા સમયથી ચાલી રહેલા એના ડિપ્રેશનને ગણવામાં આવી રહ્યું છે. એવામાં ઘણા બધા એવા પણ સેલિબ્રિટીઓ છે જે ડિપ્રેશન અને મેન્ટલ હેલ્થ વિશે પણ સલાહ સૂચનો આપતા દેખાઈ રહ્યા છે
. ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એ થોડા થોડા દિવસે સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયો શેર કરતા રહે છે. જે એમના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.