આ કોઈ સામાન્ય ઢીંગલી નથી, તેના વિષે જાણીને રુંવાડા ઉભા થઇ જશે…

ખાસ કરીને અમુકે દેશોમાં કઠપૂતળીની જેમ ઢીંગલીઓ વડે પણ મનોરંજન ખેલ યોજાય છે જેણે સ્થાનિક ભાષામાં વેન્ટ્રીલોકકિસ્ટ આર્ટ કહેવાય છે. વેન્ટ્રીલોકકિસ્ટના કલાકારો પણ કઠપૂતળીની જેમ જ પડદા પાછળ રહે છે અને ઢીંગલીઓ વડે એવી રીતે ખેલ દર્શાવે છે અને બોલે છે કે દર્શકોને એમ જ થાય કે જે તે ઢીંગલીઓ જ બોલી રહી છે. પરંતુ શું તમે ક્યારેય એવી ઢીંગલી કે કઠપૂતળી જોઈ છે જેના પાછળનો કલાકાર ન હોવા છતાં તેનું હલનચલન થતું હોય ? નહિ ને ? તો આગળ વાંચો તેની રોચક માહિતી

image source

અસલમાં ઇંગ્લેન્ડના રહેવાસી માઈકલ ડાયમંડને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી કેમ્પમાં કેદી તરીકે રહેલા એક વ્યક્તિની વેન્ટ્રીલોકકિસ્ટ ઢીંગલી મળી હતી જેનું નામ મિસ્ટર ફ્રિત્ઝ હતું. માઈકલે આ ઢીંગલીને લઈને તેને એક કાચની એક દરવાજા વાળી કેબિનેટમાં રાખી દીધી પણ બાદમાં આ ઢીંગલીની હરકતે માઈકલને વિચારતો કરી નાખ્યો. તેણે નોંધ્યું કે રાત્રીના સમયે તે કાચની કેબિનેટનો દરવાજો આપમેળે જ ખુલી જતો હતો જેમાં મિસ્ટર ફ્રિત્ઝ ઢીંગલીને રાખવામાં આવી હતી. માઈકલ રોજ સવારે આ કેબિનેટનો દરવાજો બંધ કરી દેતો.

image source

પહેલા પહેલા તો આ તરફ માઇકલનું કોઈ ખાસ ધ્યાન ન ગયું પરંતુ બાદમાં જયારે તેનું ધ્યાન અહીં કેન્દ્રિત થયું તો તેણે જે કેબિનેટમાં મિસ્ટર ફ્રિત્ઝ ઢીંગલીને રાખવામાં આવી હતી તેમાં એક કેમેરો પણ ગોઠવી દીધો જેથી ઢીંગલી હલન ચલણ કરે છે કે કેમ અને કેબિનેટનો દરવાજો આપમેળે કઈ રીતે ખુલી જાય છે એ જાણી શકાય.

image source

માઈકલે આ કેમેરાની વિડીયો ક્લિપ્સ ઉતારી જયારે તેનું અધ્યયન કર્યું તો જાણવા મળ્યું કે કેબિનેટનો દરવાજો આપમેળે જ ખુલી જાય છે અને મિસ્ટર ફ્રિત્ઝ નામક ઢીંગલી પોતાનું મોઢું અને આંખોની પાંપણ હલાવતી હતી. એક નિર્જીવ વસ્તુનું આ રીતે હલન ચલણ થવું અસામાન્ય હતું કારણ કે જે રૂમમાં મિસ્ટર ફ્રિત્ઝની કાંચની કેબિનેટ મુકવામાં આવી હતી ત્યાં કોઈ બારી પણ નહોતી અને બહારની હવા અંદર આવી શકે તેવી કોઈ વ્યવસ્થા પણ નહોતી. ઉપરાંત કેબિનેટના દરવાજાને પણ બહારથી બંધ કરવામાં આવતો હતો તો એ આપમેળે કઈ રીતે ખુલી શકે ?

image source

માઈકલને લાગ્યું કે બીજા વિશ્વયુદ્ધ દરમીયાનની આ વેન્ટ્રીલોકકિસ્ટ ઢીંગલી પર કોઈ પ્રેતાત્માનો પ્રભાવ હશે. જયારે તેણે ઢીંગલીની આ આખી વાત પોતાની પત્ની શૈલી અને દીકરી અંબરને કહી તો તેઓને આ વાત ન ગમી. અંતે માઈકલે આ કાંચની કેબિનેટના દરવાજાને ચેન અને તાળા વડે બંધ કરી નાખી અને ઉપરથી કપડું ઢાંકી દીધું.

image source

માઈકલના કહેવા મુજબ જયારે તે કેબિનેટનું વિડીયો શૂટિંગ જોઈ રહ્યો હતો ત્યારે તેણે વિચિત્ર અનુભવ થતો હતો અને તેણે જયારે કેમેરો લગાવ્યો ત્યારે તેમાં આ રીતે આપમેળે કેબિનેટનો દરવાજો ખૂલતો દેખાશે તેવી અપેક્ષા પણ નહોતી રાખી અને હવે તેના દ્રશ્યો જોઈ હેરાન છે.

image source

નોંધનીય છે કે માઈકલને ઐતિહાસિક ચીજ-વસ્તુઓ સંગ્રહ કરવાનો શોખ હોવાથી એક વ્યક્તિએ તેને સેના સાથે જોડાયેલી અમુક વસ્તુઓ આપી હતી તેમાં જ મિસ્ટર ફ્રિત્ઝ નામની આ વેન્ટ્રીલોકકિસ્ટ ઢીંગલી પણ હતી. જો કે માઈકલની પત્ની અને તેની દીકરી આ ઢીંગલીથી સખ્ત નફરત કરતા હતા. પરંતુ તેઓ ઢીંગલીથી ડરતા ન હતા. તેઓના મંતવ્ય મુજબ માઈકલ જે ચીજ-વસ્તુઓનો સંગ્રહ કરે છે તેની સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે અને તેના કારણે જ તેના અધ્યયનો કરવા લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.