“ધીરુભાઈ અંબાણી અને તેમના પત્ની કોકીલાબેન અંબાણીની લવ સ્ટોરી વિષે તમે ક્યારેય જાણ્યું છે? “

ભારતમાં કરોડોનું સામ્રાજ્ય ઉભું કરનાર અને ગુજરાતીઓનું નામ ઉજાળનાર સ્વ શ્રી ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો પાયો નાખ્યો હતો અને આજે આ ઇન્ડસ્ટ્રી એશિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝમાંની એક છે. ધીરુભાઈ અંબાણીએ ખૂબ જ નાના પાયે પોતાના આ બિઝનેસની શરૂઆત કરી હતી. તેમનો જન્મ 28મી ડિસેમ્બર 1932ના રોજ જુનાગઢમાં આવેલા નાનકડા ગામ ચોરવાડમાં થયો હતો. તેમણે ખૂબ જ સંઘર્ષ કરીને આ મુકામ હાંસલ કર્યું હતું. તેઓ ખૂબજ નાની ઉંમરથી વ્યવસાયમાં લાગી ગયા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે પણ તેમણે ભજીયા બનાવીને પણ વેચ્યા છે તો યમન દેશમાં પેટ્રોલના પંપ પર નોકરી પણ કરી છે અને આ બધા જ અભવોએ તેમને મોટો બિઝનેસ સ્થાપવામાં ખૂબ મદદ કરી છે. તેમણે પોતાના બુદ્ધિ ચાતુર્ય અને વ્યવહારિક સ્વભાવથી ખૂબ સફળતા મેળવી છે.

Image Source

આજે તેમણે સ્થાપેલી આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આખીએ દુનિયામાં ડંકો વગાડી રહી છે. અને તેમના જ વારસાને તેમના મોટા દિકરા મુકેશ અંબાણી આગળ ધપાવી રહ્યા છે અને બિઝનેસને સતત વિકસાવી રહ્યા છે. ધીરુભાઈ અંબાણીનું 2002ની 6ઠ્ઠી જુલાઈના રોજ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેઓ મૃત્યુ પામ્યા તે વખતે તેમનું બિઝનેસ સામ્રાજ્ય 62 હજાર કરોડ રૂપિયાનું હતું. તેમના અંગત જીવનની વાત કરીએ તો તેઓ પોતાની પત્ની કોકીલાબેનને ખૂબ ચાહતા હતા.

Image Source

આ બાબતે કોકીલાબેને એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારના મહત્ત્વના નિર્ણય લેતા પહેલાં તેઓ હંમેશા તેમને પૂછતા. આ ઉપરાંત આ ઇન્ટર્વ્યૂમાં તેમણે પતિ સાથેની કેટલીક મીઠી યાદો શેર કરી હતી. તેમના ઇન્ટર્વ્યૂ પરથી એ વાત ખાસ જાણવા મળે છે કે તેઓ એક સફળ બિઝનેસમેન તો હતા જ પણ સાથે સાથે એક સારા ફેમિલિ મેન પણ હતા અને એક પ્રેમાળ પતિ પણ હતા.

Image Source

ધીરુભાઈ પોતાના પત્ની કોકીલાબેનને એટલું ચાહતા હતા અને તેમનુ એટલું સમ્માન કરતા હતા કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત તેઓ હંમેશા તેમના દ્વારા જ કરાવતા હતા. માત્ર તેટલું જ નહીં પણ તેઓ દરેક કાર્યક્રમમાં પત્નીને સાથે જ રાખતા. કોઈ પણ નવો પ્રોજેક્ટ કે બિઝનેસ શરૂ કરતા પહેલાં તેઓ કોકિલાબેન સાથે તેની લાંબી ચર્ચાઓ કરતા હતા.

Image Source

ધીરુભાઈનો પ્રેમ વ્યક્ત કરવાનો અંદાજ કંઈક અલગ જ હતો. આ વિષે કોકીલાબેન જણાવે છે કે તેમણે જામનગરમાં ક્યારેય કોઈ મોટી ગાડી નહોતી જોઈ, પણ એક સમયે જ્યારે તેઓ ચોરવાડથી નજીકના એક શહેર તરફ જવા નીકળ્યા ત્યારે હજું તો ત્યાં તેઓ પહોંચે તે પહેલાં જ ધીરુભાઈનો તેમના પર ફોન આવ્યો અને તેમને કહેવામાં આવ્યું કે તેમના માટે એક ગાડી લેવામાં આવી છે, જ્યારે કોકીલાબેને તેમને કારનો રંગ પુછ્યો ત્યારે ધીરુભાઈએ પોતાના હળવાફુલ અંદાજમાં જણાવ્યું કે ‘ઇટ ઇઝ બ્લેક, લાઈક મી’ (તે કાળો છે મારા જેવો !)

Image Source

કોકિલાબેને પોતાનો અભ્યાસ ગુજરાતી માધ્યમથી કર્યો હતો, તેમને ઇંગ્લીશ બોલતા નહોતું આવડતું. અને જે સમયે તેમનું કુટંબ મુંબઈ શિફ્ટ થયું ત્યારે ત્યાંનો માહોલ તદ્દન અલગ હતો. તેમણે ત્યાંના માહોલમાં મિક્સ થવા માટે ઇંગ્લીશ ફજિયાત શીખવું પડે તેમ હતું. અને ધીરુભાઈએ પણ પત્નીને ઇંગ્લીશ શીખવા જણાવ્યું. છેવટે તેમના બાળકોને જે શિક્ષક ભણાવવા આવતા હતા તેમની સાથે કોકીલાબેને પણ ઇંગ્લીશ શીખી લીધું.

Image Source

સામાન્ય રીતે ધીરુભાઈ જ્યારે જ્યારે પણ પોતાના કામથી બહાર જતાં ત્યારે ત્યારે પત્ની કોકીલાબેનને સાથે જ લઈ જતા. આ બિઝનેસ પ્રવાસ દરમિયાન ધીરુભાઈ અંબાણી તેમના બિઝનેસને લગતાં કામ કરતા જ્યારે કોકીલાબેને જે-તે શહેરમાં પ્રોજેક્ટ ચાલી રહ્યો હોય તે શહેરની બારીકમાં બારીક જાણકારી ઓ ભેગી કરતા અને જ્યારે બન્ને જણ પોતાના કામમાંથી ફ્રી થતાં ત્યારે તેઓ ત્યાં ફરતા. અને આ દરમિયાન તે બન્ને શહેરની ખાસિયતો તેમજ ત્યાંની હોટેલો વિષે વાત કરતા.

કોકીલાબેન પોતાના પતિ વિષે એક વાત ખાસ કહે છે કે ધીરુભાઈએ પોતાના જીવનમાં અનેક ઉંચાઈઓ હાંસલ કરી પણ ક્યારેય જમીનથી પોતાના પગને ઉંચા નથી થવા દીધા એટલે કે ક્યારેય તેમને કશું પામવાનુ અભિમાન નહોતું. તેઓ પોતાના મિત્રોની સાથે સાથે મારા મિત્રોને પણ તેટલું જ મહત્ત્વઆપતા અને જ્યારે તેઓ પોતાના મિત્રો સાથે ફરવા જતા ત્યારે મારી સાથે સાથે મારા મિત્રોને પણ લઈ જતા.

Image Source

ધીરુભાઈ અંબાણીએ પત્ની કોકિલાબેન માટે પ્લેન પણ ખરીદ્યું હતું. અને તે વખતે તેમને તેમના મિત્રો સાથે તેમાં ફરવા માટે પણ જણાવ્યું હતું. આમ લગ્નજીવન દરમિયાન ધીરુભાઈ અંબાણીએ પોતાના પત્નીને સંપૂર્ણ સાથ આપ્યો છે અને દરેક બાબતમાં પોતાની સાથે જ રાખ્યા છે. આજે આપણે જોઈશકીએ છીએ કે તેમની જેમ મુકેશ અંબાણી પણ પોતાના પત્નીને હંમેશા તેમની સાથે જ રાખે છે. આજે આખાએ અંબાણી ફેમેલિનો માત્ર દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ડંકો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.