ઢોંગી બાબાઓ આ 4 ટ્રિકથી પોતાનું કરોડોનુ એમ્પાયર રાતોરાત ઉભું કરી લે છે…

અંધવિશ્વાસીઓ પર વિશ્વાસ કરી લેવું આપણા દેશમાં સામાન્ય બાબત બની ચૂકી છે, જેનો ફાયદો અનેક અપરાધીઓએ ઉઠાવ્યો છે. અનેક લોકોએ બાબાના વેશમાં આવીને આખા દેશને ચૂનો લગાવ્યો છે. એટલા સુધી કે, જ્યારે તેમની અસલિયત લોકોની સામે આવી, ત્યારે પણ લોકોને વિશ્વાસ ન થયો, અને બાબાઓ પરથી વિશ્વાસ કરવાનું છોડતા નથી.

image source

દેશમાં બાબાઓ અને ઢોંગીઓના આરોપ બાદ પણ કારોબાર બહુ જ ફૂલીફાલી રહ્યો છે. બાબાઓની મિલકત દિવસ-રાત વધી રહ્યો છે. આજે અમે તમને જણાવીશું કે, આખરે કેવી રીતે આ બાબાઓ હજારો-કરોડોનુ એમ્પાયર રાતોરાત ઉભું કરી લે છે, અને કેવી રીતે તેમની મિલકત વધી જાય છે.

પ્રમોશન

image source

મોર્ડન બાબાઓ હવે પોતાની પ્રોડક્ટ્સ લોન્ચ કરે છે, જેમ કે, સાબુ, ટુથપેસ્ટ, મસાલા, લોટ અને ચોખા-દાળ વગેરે. જેના દ્વારા તેઓ દેશભરમાં નામ કમાવવાનો મોકો મેળવી લે છે. સામાન્ય માનવીની જરૂરિયાતોનું સામાન બનાવીને આ બાબા તેમની નજરમાં મહાન બની જાય છે. બાબા રામ રહીમના 150થી વધુ પ્રોડક્ટ્સ છે, જેને તેના ફોલોઅર્સ ખરીદે છે. આમ અનેક બાબાઓએ પોતાના ફોલોઅર્સ માટે પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે

વિશ્વાસ પ્રાપ્ત કરવો

image source

આજકાલ બાબાઓ રૂપિયા કમાવવા માટે સૌથી પહેલા તો લોકોનું ભરોસો જીતી લે છે. પહેલા તેઓ પોતાની પ્રોડક્ટ લોકોને ફ્રીમાં આપે છે, અને બાદમાં પોતાના આશ્રમમાં આ જ બાબત માટે હજારોની ફી લે છે. બાબાઓના મોટાભાગના ફોલોઅર્સ અભણ હોય છે. તેમને મદદ કરીને સૌથી પહેલા તેમનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરાય છે.

ઓળખ ઉભી કરવી

image source

આ બાબાઓ માટે તેમના ફોલોઅર્સથી વધુ ઈમાનદાર બીજું કોઈ હોતું નથી. તેમના દ્વારા જ બાબા માઉથ પબ્લિસિટી કરીને પોતાની પ્રોડક્ટ્સ લોકો સુધી પહોંચાડે છે. ફોલોઅર્સના નેટવર્ક જ તેમના માટે સૌથી મોટું હથિયાર જેવું બની જાય છે. તેની મદદથી જ બાબા પોતાના બિઝનેસ એમ્પાયરને ઉભું કરી દે છે.

ફોલોઅર્સનો હાથ

તમામ બાબાઓની સફળતા પાછળ તેમના લાખો-કરોડો ફોલોઅર્સનો હાથ હોય છે. દેશના નેતાઓ પણ લોકો સુધી આવી રીતે પહોંચી શક્તા નથી, પરંતુ આ બાબાઓ લોકો સાથે આસાનીથી જોડાઈ જાય છે. બાબા તેમની તકલીફો દૂર કરે છે, જેને કારણે લોકોમાં આસ્થા વધતી જાય છે.

image source

આ રીતે ભારતમાં બાબાઓનું કલ્ચર ધીરે ધીરે વધી રહ્યું છે, અને તેઓ પોતાના પાવર અને રૂપિયાની તાકાતથી દેશને ભ્રષ્ટ બનાવવામાં કોઈ કસર નથી બાકી રાખતા. ભારતમા ન જાણે કેટલાય એવા બાબા છે, જે રેપ, મર્ડર, અને અનેક પ્રકારના અપરાધોમાં જેલમાં બંધ છે, તો હજી સુધી કેટલાકના અપરાધો બહાર આવ્યા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.