એમ.એસ ધોનીએ અવારનવાર પૂરવાર કર્યું છે કે, તે અત્યાર સુધીનો સૌથી સ્માર્ટ ક્રીકેટર છેો

એમ.એસ ધોનીએ અવારનવાર પૂરવાર કર્યું છે કે તે અત્યાર સુધીના સૌથી સ્માર્ટ ક્રીકેટર છે.

સામાન્ય રીતે આપણે એવું વિચારતા હોઈ છીએ કે ક્રીકેટ એ સંપૂર્ણ પણે ક્રીકેટરની શારીરીક શક્ષમતાઓ પર આધાર રાખે છે. તમે ઉપરથી ક્રીકેટને જોશો ત્યારે તમને એવું જ લાગશે પણ જ્યારે તેને અંદરથી જોશો ત્યારે તમને આખો એક અલગ વ્યૂ મળશે. સામાન્ય રીતે, ક્રીકેટરની માનસિક સ્થિતિ તે આ ફિલ્ડમાં સફળ થશે કે નહીં તે નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

image source

અને આ બાબતને આપણા ભારતીય ક્રીકેટ ટીમના પૂર્વ કેપ્ટન કૂલ એમએસ ધોનીએ પોતાની પ્રથમ મેચમાં જ સાબિત કરી દીધું હતું. એમએસ ધોની એવી એક વ્યક્તિ છે જે બહારથી તો ઠંડા અને સ્થીર લાગે છે પણ અંદરથી તો તેમના મગજમાં કંઈ કેટલીએ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે.

image source

કોઈ પણ શંકા વગર તેમને ઇતિહાસના સૌથી સ્માર્ટ ક્રીકેટર ગણવામાં આવે છે અને આ વાતની સાક્ષી પૂરાવતી કેટલીક ઘટનાઓ પણ ઘટી ગઈ છે. આ લેખમાં અમે તેવા જ કેટલાક પ્રસંગોની વાત કરવા જઈ રહ્યા છીએ જેનાથી સાબિત થાય છે કે એમએસ ધોની અત્યાર સુધીના સૌથી સ્માર્ટ ક્રીકેટર છે. તો ચાલો તમને તે પ્રસંગોની જાણકારી આપીએ.

જ્યારે તેમણે કીરોન પોલાર્ડને હરાવીને બીજો રન લીધો હતો

image source

આ ઘટના ઇન્ડિયા વિ. વેસ્ટ ઇન્ડીઝની વન ડે ઇન્ટરનેશનલ સિરિઝ દરમિયાન ઘટી હતી, જ્યારે પોલાર્ડે એમએસ ધોની સાથે એક ટ્રીકી ગેમ રમવાનો પ્રયાસ કર્યો હતો અને તેમણે તેની રમત ઉલટી પડી હતી. ભુવનેશ્વર કુમાર, કે જે સ્ટ્રાઇકર્સ એડ પર હતા, તેમણે બોલને એવી રીતે ફટકાર્યો હતો કે જ્યાં પોલાર્ડ ફિલ્ડિંગ ભરી રહ્યા હતા ત્યાં જ બોલ જઈ પડ્યો. બોલ એટલી ઝડપથી પોલાર્ડ તરફ દોડી ગયો કે તેણે જાણીજોઈને પોતાની જાતથી બોલને દૂર હડસેલ્યો કે જેથી કરીને તે એમએસ ધોનીને આઉટ કરી શકે. અને જેવી જ માહીએ પોલાર્ડની આ રમત જોઈ કે તરત જ તેઓ પોતાની પૂરી ઝડપે દોડ્યા અને બે રન લઈ લીધા, અને આ દ્રશ્યથી આખું ક્રીકેટ જગત ચકીત થઈ ગયું હતું.

મેચ પહેલાં ખેલાડીઓને બોલની પ્રેક્ટીસ કરાવવી

image source

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2007માં બોલ આઉટ દરમિયાન પાકિસ્તાની ટીમને પછાડવા ભારતીય ટીમનો સંપૂર્ણ શ્રેય એમસએસ ધોનીની રમત પહેલાના તેમના ઉત્તમ માઇન્ડ વર્ક ને જાય છે. આખી મેચ ટાઈમાં પરિણમી, છેવટે નિર્ણય નક્કી કરવા માટે એક બોલ આઉટ ઇલેક્ટ કરવામાં આવ્યો અને 3-0થ ભારત પાકિસ્તાન સામે જીતી ગયું.

જો મેચ ટાઈમાં પરિણમે તો ધોની બોલ આઉટના નિયમના મહત્ત્વને સારી રીતે જાણતા હતા. માટે તેમણે પોતાના ટીમમેટ્સની પાસે તેની નેટ પ્રેક્ટિસ પણ કરાવી હતી અને તેમને આવી કોઈ સ્થિતિ ઉભી થાય તો તેના માટે તૈયાર પણ કર્યા હતા. અને તેનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ.
બેટીંગ કરતી વખતે બાંગ્લાદેશ માટે ફીલ્ડ સેટ કર્યું હતું

image source

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વાર્મઅપ મેચ કે જે આઈસીસી ક્રીકેટ વર્લ્ડ કપ 2019 પહેલા થઈ રહી હતી તે વખતે ધોનીએ આખાએ જગતને પોતાના એક વર્તનથી ચકીત કરી મુક્યું હતું. કારણ કે તે વખતે તેમણે વિરોધી ટીમનું ફીલ્ડ ગોઠવ્યું હતું. રમત દરમિયાનની 40મી ઓવર દરમિયાન, બાંગ્લાદેશના ફીલ્ડર્સ એ બાબતે મુંઝવણમાં મુકાઈ ગયા હતા કે તેમણે ક્યાં જવું, મિડ વિકેટમાં જવું કે સ્ક્વેર લેગમાં જવું અને બોલરે તેનું દોડવાનુ શરૂ કરી દીધું. હતું. તે વખતે એમ એસ ધોનીએ સબ્બીર રેહમાનને કે જે બોલીંગ કરી રહ્યા હતા તેને ઉભો રાખ્યો હતો અને ફીલ્ડરને પહેલાં સેટ થઈ જવા દીધા હતા.

કટોકટીના સમયે ગ્લવ્ઝ કાઢી નાખવા

image source

એમએસ ધોની વિકેટ પાછળ રહીને ગ્લોવ્ઝ વગર વિકેટ કીપીંગ કરવામાં કુશળ છે. તેમનો ફાસ્ટેસ્ટ સ્ટમ્પીંગ રેકોર્ડ જણાવે છે કે જ્યારે વિકેટ કીપીંગની વાત આવે ત્યારે તેઓ કેટલા ચપળ સાબિત થાય છે. કટોકટીની ક્ષણે તેમના જમણા હાથના ગ્લોવ્ઝ કાઢવાની વ્યૂહરચના જાણે કોઈ જાદૂની જેમ કામ કરે છે. 2016ની આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ વિરુદ્ધ તેમની આ વ્યૂહરચનાએ ભારતના પક્ષે સારું પરિણામ આપ્યું હતું.

બાંગ્લાદેશને તે વખતે બે રનની જરૂર હતી માત્ર એક જ રન માં, તે બોલ હાર્દિક પંડ્યા દ્વારા નાખવામા આવ્યો હતો અને વિકેટ પાછળ એમએસ ધોની હતા. ધોનીને પહેલેથી ખબર હતી કે જો બોલને બેટ નહીં અડે તો બેટ્સમેન રન લેવા માટે દોડવાનો પ્રયાસ કરશે અને તેવું જ થયું. બેટમેન બોલને ન મારી શક્યો એટલે ધોનીએ કે જેણે પોતાનો જમણો ગ્લવ્ઝ નહોતો પહેર્યો તેમણે તરત જ બોલ પકડ્યો અને વિકેટ તરફ દોડી ગયા અને તરત જ તેને રનઆઉટ કરી દીધો, અને આમ ફરી એકવાર ઇન્ડિયા જીતી ગયું.

જ્યારે ધોનીએ ખલીલને પીચની વચ્ચે તતડાવી નાખ્યો

image source

એમએસ ધોની કેટલીકવાર આક્રમક પણ થઈ શકે છે તમે તેમને ઓસ્ટ્રેલિયા સામે 2019માં રમાયેલી વન ડે ઇન્ટરનેશનલ મેચ દરમિયાન ખલીલ એહમદ પર ગુસ્સે થતા જોયા હશે. તે વખતે માહી અને દીનેશ કાર્તીકે નક્કી કર્યુ હતું કે ડ્રીંક બ્રેક લેવામાં આવે, ખલીલ એહમદ અને યુઝવેન્દ્ર ચહલે તેમને ડ્રીંક્સ ઓફર કર્યા હતા. આ ઘટના દરમિયાન ભૂલથી ખલીલ પીચ પર ચાલ્યો હતો અને તેનાથી એમએસધોની ગુસ્સે ભરાઈ ગયા હતા.

ધોની અમ્પાયરની તરત જ પાછળ ફીલ્ડર ગોઠવે છે ત્યારે

image source

ધોની હંમેશા તેમની અનોખી ફીલ્ડ સેટિંગ્સ માટે જાણીતા છે, અને તે તેજ પ્રમાણે હોય છે જે પ્રમાણે બેટ્સમેન કરવાનું વિચારતા હોય છે. તેમણે આઈપીએલ 2010ની ફાઈનલમાં તેમ જ કર્યું હતું. તેમણે અમ્પાયરની તરત જ પાછળ ફીલ્ડર ગોઠવ્યો હતો અને કેરોન પોલાર્ડને ફસાવી મુક્યો હતો, અને તે વખતે પોલાર્ડ ધોનીની ટીમ માટે ખૂબ જ જોખમી હતો. એમ એસ ધોનીએ ચેન્નાઈ સુપર કીંગ્સને જીતાડી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.