મહેન્દ્ર સિંહ ધોનીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો આ મહિલાએ, જાણો કોણ છે આ મહિલા

મહેન્દ્ર સિંહ ધોનીનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો, ઓસ્ટ્રેલીયાની મહિલા ક્રિકેટરએ કર્યું આ કારનામું.

ઓસ્ટ્રેલીયામાં હાલમાં રમવામાં આવી રહેલ મહિલા ક્રિકેટ મેચ દરમિયાન એવું કઈક થયું છે જેના લીધે ઓસ્ટ્રેલીયામાં રમાઈ રહેલ આ ક્રિકેટ મેચ યાદગાર બની ગઈ છે. ઓસ્ટ્રેલીયાની મહિલા ક્રિકેટ મેચ રમવા દરમિયાન ક્રિકેટર એલિસા હિલી ઓસ્ટ્રેલીયાની ફાસ્ટ બોલર તરીકે પ્રસિદ્ધિ મેળવી છે. ઓસ્ટ્રેલીયાની ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર એલિસા હિલીએ આ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એવા મહેન્દ્ર સિંહ ધોનીનો એક વર્લ્ડ રેકોર્ડ તોડી દીધો છે અને પોતાનો નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે.

image source

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ આ દિવસોમાં પોતાના ઘરમાં ન્યુઝીલેન્ડની વિરુદ્ધ ટી- ૨૦ ઇન્ટરનેશનલ સીરીઝ રમી રહી છે. બ્રિસ્બેનની એલન બોર્ડર ફિલ્ડ પર રમવામાં આવેલ મેચ ઓસ્ટ્રેલીયાની વિકેટકીપર એલિસા હિલીના વર્લ્ડ રેકોર્ડના કારણથી યાદગાર બની ગઈ.

image source

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ આ દિવસોમાં પોતાના ઘરમાં ન્યૂઝીલેંડની વિરુદ્ધ ટી- ૨૦ ઇન્ટરનેશનલ સીરીઝ રમી રહી છે. ત્રણ મેચની આ સિરીઝની બીજી મેચમાં મેજબાન ટીમએ જીત પ્રાપ્ત કરીને સીરીઝમાં ૨-૦ની અજય વધારો પ્રાપ્ત કરી લીધો છે.

ઓસ્ટ્રેલીયાએ ૧૬.૪ ઓવરોમાં ૧૨૯/૨ રન બનાવ્યા અને મેચ ૮ વિકેટથી જીતી લીધી. રવિવારના રોજ બ્રિસ્બેનના એલન બોર્ડર ફિલ્ડ પર રમવામાં આવેલ મેચ ઓસ્ટ્રેલીયાની વિકેટકીપર એલિસા હિલીના વર્લ્ડ રેકોર્ડના કારણે યાદગાર મેચ બની ગઈ છે.

૩૦ વર્ષની ઉમર ધરાવતી એલિસા હિલીએ આ મેચમાં વિકેટની પાછળ બે શિકાર કરીને મહેન્દ્ર સિંહ ધોનીના ટી- ૨૦ ઇન્ટરનેશનલમાં સર્વાધિક શિકાર કરીને વર્લ્ડ રેકોર્ડ (૯૧) ને તોડી દીધો છે. મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડતા એલિસા હિલીએ પોતાના ૯૨ શિકાર (૪૨ કેચ, ૫૦ સ્ટંપ) પુરા કરી લીધા. ફક્ત મહિલા ટી- ૨૦ ઇન્ટરનેશનલની વાત કરીએ, તો ઇંગ્લેન્ડની સારા ટેલર ૭૪ શિકારની સાથે બીજા સ્થાન પર છે.

એટલું જ નહી, એલિસા હિલીએ વિકેટકીપર તરીકે સૌથી વધારે ટી- ૨૦ ઇન્ટરનેશનલ મેચ રમનાર ખિલાડી મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડને પણ તોડી દીધો. ક્રિકેટર એલિસા હિલીની આ ૯૯મી મેચ હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટ માંથી સંસ્યાસ લઈ લીધેલ મહેન્દ્ર સિંહ ધોનીએ ૯૮ ટી- ૨૦ ઇન્ટરનેશનલમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Mitch Starc (@mstarc56) on

ખાસ વાત એ છે કે, ક્રિકેટર એલિસા હિલી ઓસ્ટ્રેલીયાના સ્ટાર ક્રિકેટર તેજ બોલર મિશેલ સ્ટાર્કના પત્ની છે. ક્રિકેટર મિશેલ સ્ટાર્ક અને ક્રિકેટર એલિસા હિલી બંનેના લગ્ન વર્ષ ૨૦૧૬માં થયા હતા. ક્રિકેટર એલિસા હિલીને ક્રિકેટ વારસામાં જ મળી છે. ક્રિકેટર એલિસા હિલી ઓસ્ટ્રેલીયાના પૂર્વ ક્રિકેટર ઈયાન હિલીની ભત્રીજી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span