લોકડાઉનમાં ઓર્ગેનિક ખેતી કરવા ધોનીએ ખરીદ્યુ ટ્રેક્ટર, આ સાથે ધોની શીખ્યો ટ્રેક્ટર ચલાવતા પણ, જોઇ લો વિડીયોમાં તમે પણ

આઈપીએલની ફ્રેન્ચાઈઝી એવી ટીમ ચેન્નાઈ સુપર કિંગે હાલમાં જ મહેન્દ્ર સિંહ ધોનીનો ટ્રેક્ટર ચલાવતા વખતનો વિડીયો શેર કર્યો હતો. ધોની પાછળના એક વર્ષથી ટીમમાંથી બહાર છે, જો કે એમણે છેલ્લી મેચ જુલાઈ ૨૦૧૯માં વર્લ્ડકપની સેમીફાઈનલ રમી હતી.

લોકડાઉનમાં ધોની જૈવિક ખેતી કરતા શીખ્યા

image source

એવું કહેવાય છે કોઈ વ્યક્તિ એમ જ કેપ્ટન નથી બની જતો. અને જો બની પણ જાય તો કાબેલિયત વગર કોઈ લાંબા સમય સુધી લોકોના દિલમાં રહી શકતો નથી. આવું ઘણું ઓછું જોવા મળે છે કે ક્રિકેટ ફિલ્ડનો હીરો, વાસ્તવિક જીવનમાં પણ લોકોનું મન જીતવામાં સફળ રહ્યો હોય. ૧૦ વર્ષ સુધી ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનની જવાબદારી નિભાવી ચુકેલા રાંચીના મહેન્દ્ર સિંહ ધોની લોકડાઉનના સમયનો હવે સદુપયોગ કરી રહ્યા છે. પોતાના ફાર્મ હાઉસમાં તેઓ જૈવિક ખેતી કરતા શીખ્યા છે. ખેતરોમાં તૈયાર કરવા માટે એમણે ટ્રેક્ટર પણ ખરીદ્યું છે અને હવે એ ચલાવતા પણ શીખી રહ્યા છે. રાંચીના સૈબોમાં રહેલા પોતાના ફાર્મહાઉસ પર ટ્રેક્ટર ચલાવતા એમનું નવું જ રૂપ જોવા મળ્યું હતું.

ચેન્નઈ સુપર કિંગે શેર કરી તસ્વીર

image source

ચેન્નઈ સુપર કિંગની ટીમ દ્વારા ધોનીના ટ્રેક્ટર શીખતા સમયની ક્ષણો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. જો કે આ પોસ્ટ પર સીએસકે દ્વારા ફની કેપ્શન લખવામાં આવ્યું હતું – કે શું થાય જો કેપ્ટન ધોની પોતાના આ નવા બીસ્ત પર બેસીને રાજાને મળવા જાય. ઉલ્લેખનીય છે કે ધોનીને દક્ષીણ ભારતના પ્રસંશકો થાલા નામથી સંબોધે છે. થાલાનો અર્થ થાય છે – વિષમ પરિસ્થિતિઓ સાથે લડીને સફળતાઓ મેળવનાર વ્યક્તિ.

ધોની ટ્રેક્ટર ચલાવતા શીખ્યા

સીએસકે દ્વારા શેર કરવામાં આવેલ આ વિડીયોમાં ટ્રેક્ટર પર સવાર થયીને ફરતા જોવા મળ્યા હતા. જો કે હાલમાં ધોની ટ્રેક્ટર ચલાવતા શીખી રહ્યા છે. એમની સાથે ટ્રેક્ટર પર અન્ય વ્યક્તિ પણ બેઠેલા છે, જે એમને ટ્રેક્ટરના દરેક ઉપકરણનો સાવધાની પૂર્વક ઉપયોગ કરતા શીખવી રહ્યા છે. આ વ્યક્તિ એમને ટ્રેક્ટર ચલાવતા શીખવી રહ્યો છે.

ધોની દરેક ફિલ્ડમાં કઈક નવું કરવામાં માને છે

ધોનીના ચાહકોએ આ તસ્વીરને ખુબ પસંદ કરી હતી. એક યુઝરે તો આ તસ્વીર પર એમ પણ કહ્યું હતું કે ધોની જે પણ ફિલ્ડમાં જાય છે ત્યાં કઈક નવું કરીને દેખાડે છે. પછી એ ફિલ્ડ પર હોય કે પછી ફિલ્ડ સિવાયના સ્થાને હોય.

ફાર્મહાઉસમાં પપૈયા અને તરબુચની ખેતી

image source

કેટલાક દિવસ પહેલા ધોનીએ પોતાના ફાર્મ પર ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે. જ્યાં એમણે તરબૂચ અને પપૈયા વાવ્યા હતા. એમણે પૂજા પાઠ અને બધા જ વિધિ-વિધાન સાથે આની શરૂઆત કરી હતી. જો કે આ તસ્વીરો સોશિયલ મીડિયામાં પણ શેર કરવામાં આવી હતી. ઓર્ગેનિક ખેતીમાં પણ નવા વિક્રમો સ્થાપવા માટે ધોની દરેક ઝીણી બાબતો સમજવા માંગે છે. આ જ કારણ છે તેઓ લોકડાઉન દરમિયાન ખેતીમાં પૂર્ણ રીતે જોડાઈ રહ્યા છે. ટ્રેક્ટર શીખવાની આ પ્રક્રિયા પણ આની જ એક કડી છે, જેથી કરીને તેઓ ખેતરમાં ક્યારીઓ કરી શકે.

ધોનીએ ક્રિકેટમાં ૩૫૦ વનડે રમી ૧૦૭૭૩ રન બનાવ્યા છે

image source

ધોની એક વર્ષથી ટીમ સાથે જોડાયેલા જોવા મળ્યા નથી. એમણે પાછળની મેચ જુલાઈ ૨૦૧૯માં વનડે વર્લ્ડ કપની સેમીફાઈનલ રમી હતી. આ મેચમાં ભારતને ન્યુઝીલેન્ડ સામે હાર મળી હતી. ધોનીએ અત્યાર સુધીની ૯૦ ટેસ્ટ મેચમાં ૪૮૭૬ રન, ૩૫૦ વનડેમાં ૧૦૭૭૩ રન અને ૯૮ ટી-ટ્વેન્ટીમાં ૧૬૧૭ રન ફટકાર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.