કેપ્ટન કૂલ તરીકે જાણીતા અને માનિતા એવા મહેન્દ્ર સિંહ ધોનીના જન્મ દિવસ પર જુઓ તેમનું કાર અને બાઈકનુ શાનદાર કલેક્શન

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાંના એક એવા મહેન્દ્ર સિંહ ધોનીનો આજે જન્મ દિવસ છે. ધોની આજે 39 વર્ષના થઈ ગયા છે. આટલી નાની ઉંમરમાં તેમણે અત્યંત લોકપ્રિયતા મેળવી લીધી છે. હેલિકોપ્ટર શોટ માટે જાણીતા ધોની બાઈક તેમજ કારના ભારે દીવાના છે. તેમની પાસે ઘણી બધી શાનદર કાર્સ અને બઇક્સ છે. ધોનીને બાઈક ચલાવવી ખૂબ પસંદ છે. તેમના ગેરેજમાં આજે પણ તેમની જૂની મોટરસાઇકલ છે. તો ચાલો આજે તેમના જન્મ દિવસ પર તેમની કેટલીક ખાસ કાર્સ અને બાઇક્સ વિષે અમે તમને જણાવીએ.

હમર H2

IMAGE SOURCE

ધોનીના કાર કલેક્સનની વાત કરીએ તો તેમની પાસે એકદમ શાનદાર લૂક ધરાવતી ગજબના પર્ફોમન્સવાળી હમસ એસયુવી છે. તેમની ગાડીઓની યાદીમાં આ નામ સૌથી પહેલા આવે છે. ભારતના સૌથી ફેમસ હમર માલિકમાં માહીનું નામ સમાવિષ્ટ છે. ધોની પાસે હમર એચટુ છે. તેમને ઘણીવાર આ એસયુવીમાં સવારી કરતા જોયા છે. આ કારમાં 6.2 લીટરનું V8 પેટ્રોલ એન્જિન છે, જે 393 Bhp પાવર જનરેટ કરે છે.

જીપ ગ્રાન્ડ ચેરોકી ટ્રેકહૉક

IMAGE SOURCE

ધોનીના કાર કલેક્શનમાં જીપ ગ્રાન્ડ ચેરોકી ટ્રેકહૉકનો પણ સમાવેશ થાય છે. જ્યારે ધોનીએ તેને ખરીદી હતી, ત્યારે આ કાર ભારતની પ્રથમ અને એક માત્ર જીપ ગ્રાન્ડ ચેરોકી ટ્રેકહૉક હતી. આ એસયુવેમાં 6.2 લીટર સુપરચાર્જ્ડ V8HEMI એન્જિન છે, જે 707 Bhpનો પાવર જનરેટ કરે છે. આ ગજબની એસયુવી માત્ર 3.62 સેકન્ડમાં 0થી 100 કિલોમીટરની ઝડપ પકડી શકે છે.

નિસાન જોંગા

IMAGE SOURCE

ધોનીના લેટેસ્ટ કાર કલેક્શનમાંની આ ગાડી છે. આ ગાડીને તેમની પસંદગી પ્રમાણે મોડિફાઈ કરવામા આવી છે. તેમણે જે જોંગા ખરીદી છે, તેને 1 Ton ના નામે ઓળખવામા આવે છે, પણ વાસ્તવમાં નિસાન 4W70 સીરીઝનું આ વેહીકલ છે. નિસાન આ એસયુવીનું પ્રોડક્શન ખાસ કરીને ભારતીય સેના માટે 1999માં કરતી હતી. ધોનીએ પોતાના માટે 20 વર્ષ જુની જોંગા ખરીદી છે. તેમાં મેન્યુઅલ ગિયર બોક્સથી સજ્જ 6-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે. ધોની કી જોંગા 4-વ્હીલ્ડ ડ્રાઈવ સિસ્ટમ વાળી છે. તેના ફ્રન્ટ અને રિયરમાં હાઇડ્રોલિક બ્રેક આપવામાં આવ્યા છે.

ઔડી Q7

IMAGE SOURCE

ધોનીના કાર કલેક્શનમાં આ ફ્લેગશિપ એસયુવી પણ છે. માહી પોતે પણ ઘણીવાર તેને ચલાવતા જોવામાં આવ્યા છે. આ એસયુવીમાં V12 ટર્બો-ડીઝલ એજિન છે, જે 800Nm ટોર્ક જનરેટ કરે છે.

લેન્ડ રોવર ફ્રી લેન્ડર

IMAGE SOURCE

ધોનીના ગેરેજમાં લક્ઝરી એસયુવી પણ છે. તેમાં 2.2 લીટર ડીઝલ એન્જિન છે. લેન્ડ રોવર ફ્રી લેન્ડર 148 Bhp પાવર અને 420 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એસયુવી 187Bhp પાવર સાથે અવેલેબલ છે. આ શાનદાર કાર ઉપરાંત ધોની પાસે ફરારી 599 જીટીઓ, જીએમસી સિએરા, મર્સીડીઝ-બેન્ઝ GLE જેવી ઘણી હાઈ-એન્ડ કાર્સ છે. હવે તેમના બાઈક કલેક્શન પર એક નજર કરીએ.

કોનફેડરેટ હેલકેટ X32

IMAGE SOURCE

હેલકેટ વિશ્વવી સૌથી રેર બાઈકમાંની એક છે. ધોનીના બાઈક્સના કલેક્શનમાં આ પાવર ક્રૂઝર પણ સમાવિષ્ટ છે. તેમાં 2.2 લીટર V-ટ્વિન એન્જિન આપવામાં આવેલું છે, જે 121 Bhpનો પાવર અને 190 Nm ટોર્ક જનરેટ કરે છે. તેની કીંમત લગભગ 50 લાખ રૂપિયા છે.

હાર્લે ડેવિડસન ફેટબૉય

IMAGE SOURCE

ધોની પાસે આ ક્રૂઝ બાઈક પણ છે. ધોની રાંચીના રસ્તાઓ પર આની સવારી કરતાં ઘણીવાર જોવા મળ્યા છે. આ બાઈકમાં 1690સીસીનું એન્જિન છે, જે 132 Bhpનો પાવર જનરેટ કરે છે.

યામાહા RD350

IMAGE SOURCE

આ ક્લાસિક બાઈક ધોનીના હૃદયની ખૂબ જ નજીક છે. તેમને ઘણીવાર આ બાઈકને સાફ કરતાં તેમજ રિપેર કરતા જોવામાં આવ્યા છે. માહીની આ પ્રથમ બાઈક છે.

કાવાસાકી નિન્જા H2

IMAGE SOURCE

આ ધોનીની ગમતી બાઈક્સમાંની એક છે. માહી આ બાઈકને ખરીદનારા શરૂઆતના ગ્રાહકોમાંના એક છે. આ બાઈકમાં 998 સીસી, 4-સિલિન્ડર, સુપરચાર્જ્ડ એન્જિન છે. જે 231 PSનોપાવર અને 141.7 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6- સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. આ ઉપરાંત એમએસ ધોનીના બાઈક કલેક્શનમાં વિંટેજ બુલેટ BSA ગોલ્ડસ્ટાર, કાવાસાકી ZX14R, યામાહા FZ અને Ducati 1098 સહિત ઘણી બીજી મોટરસાઇકલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.