જોઇ લો તસવીરોમાં સીરિયલમાં ‘કૃષ્ણ’ બનેલી આ છોકરી આજે કેવી દેખાય છે

એક છોકરીએ ‘જય શ્રી કૃષ્ણ’માં કાન્હાની ભૂમિકા ભજવી, જાણો હવે તે ક્યાં છે?

image source

લોકડાઉનને કારણે, જૂની ટીવી સિરિયલો દરેક ચેનલો પર ઘણી બતાવવામાં આવી રહી છે. જેમાં લોકો પૌરાણિક સિરીયલો જોવામાં વધુ રસ દાખવી રહ્યા છે. દૂરદર્શન પર ‘રામાયણ’ અને ‘મહાભારત’નું રીટેલીકાસ્ટ થયા બાદ હવે પ્રખ્યાત સીરિયલ ‘ જય શ્રી કૃષ્ણ’ પણ લોકો વચ્ચે હાજર છે. આ સિરિયલોના રિટેલિકસ્ટને કારણે શોની કાસ્ટ ફરી એકવાર લોકોમાં લોકપ્રિય બની છે. આવી જ એક કલાકાર ધૃતી ભાટિયા છે, જેણે ‘જય શ્રી કૃષ્ણ’માં કાન્હાના બાળપણની ભૂમિકા ભજવી હતી. લોકો ટીવી પર તેના આગમનની રાહ જોતા હતા. લોકોને આ કૃષ્ણ સ્વરૂપ ખૂબ જ પસંદ હતું. પરંતુ ધૃતી હવે મોટી થઈ ગઈ છે અને જૂના ફોટોગ્રાફ્સ મુજબ તેને ઓળખવી પણ થોડી મુશ્કેલ છે.

ધૃતિએ 3 વર્ષની ઉંમરે કૃષ્ણની ભૂમિકા ભજવી હતી

image source

લોકો હવે એ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા છે કે કૃષ્ણના બાળપણની ભૂમિકા એક છોકરી દ્વારા ભજવવામાં આવી હતી. ધ્રતિ ભાટિયા, જેણે શોમાં પોતાની મોહક મુસ્કાનથી લોકોનું દિલ જીત્યું હતું. તે આજે મોટી થઈ ગઈ છે, તેણીના નામનું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે, જો કે તે તેનું વેરિફાઇડ એકાઉન્ટ છે કે નહીં એ કહેવું થોડું મુશ્કેલ છે. પરંતુ આ એકાઉન્ટમાં ધૃતીની ઘણી તસવીરો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તમને જણાવી દઇએ કે જે સમયે ધૃતીએ કાન્હાની આ ભૂમિકા ભજવી હતી, તે દરમિયાન તે માત્ર ૩ વર્ષની જ હતી. આ સિરિયલ પછી ધૃતી ઘણી સિરિયલોમાં જોવા મળી હતી.

ધૃતીના પિતા ગગન ભાટિયા એક ઉદ્યોગપતિ છે

image source

આ સિરિયલ પછી ધૃતી ઘણી સિરિયલોમાં જોવા મળી હતી. જેમાં બરુણ સોબતીની સિરિયલ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂ’ અને ‘માતા કી ચૌકી’ શામેલ છે. ધૃતી હવે ૧૪ વર્ષની થઈ ગઈ છે અને અભ્યાસમાં વ્યસ્ત છે. ધૃતિના પિતા ગગન ભાટિયા એક ઉદ્યોગપતિ છે, જ્યારે માતા પૂનમ ભાટિયા પણ કોરિયોગ્રાફર સાથે અભિનેત્રી છે. ધૃતિ તેની માતાની જેમ જ ડાન્સ કોરિયોગ્રાફર બનવા માંગે છે. એટલા માટે જ તે ઘણા સમયથી ક્લાસિકલ ડાન્સ પણ શીખી રહી છે.

તેમના પુત્ર મોતી સાગરે ‘શ્રી કૃષ્ણ’ની રિમેક બનાવી હતી અને આ શો જુલાઈ ૨૦૦૮માં પ્રસારિત થયો હતો

image source

જુલાઇ ૨૦૦૮માં રામનંદ સાગરની ૧૯૯૩ની સુપરહિટ સીરિયલ ‘શ્રી કૃષ્ણ’ની રીમેક, તેમના પુત્ર મોતી સાગર દ્વારા રિમેક કરવામાં આવી હતી. સાગર આર્ટ્સે જુલાઈ ૨૦૦૮માં નવી પેઢી માટે ‘જય શ્રી કૃષ્ણ’ તૈયાર કરી હતી. સાગર આર્ટસના બેનર હેઠળ બનેલા આ શોમાં શ્રી કૃષ્ણના પાત્રમાં ઘણા કલાકારો દર્શાવવામાં આવ્યા હતા.

આ સીરિયલ ફરીથી કલર્સ પર ટેલિકાસ્ટ થઈ રહી છે.

image source

બાળપણના કૃષ્ણને ધૃતી ભાટિયા અને પિંકી રાજપૂત જેવા બાળ કલાકારો દ્વારા દર્શાવવામાં આવ્યા છે, જ્યારે મેઘન જાધવ પુખ્ત વયના કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યો હતો. હવે ફરીથી કલર્સ પર સિરિયલ ટેલિકાસ્ટ કરી રહી છે.

source:- dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.