સુરતમાં આવી ગયા ‘ડાયમંડ માસ્ક’, લોકો માટે બન્યા આકર્ષણનુ કેન્દ્ર!

હાલ કોરોના મહામારીએ રાજ્યને પોતાના ભરડામાં લીધું છે. તેવામાં હવે માસ્ક પહેરવું ફરજિયાત થઈ ગયું છે. અને લોકો હવે બહાર પણ મોટાભાગે માસ્ક પહેરીને જ જોવા મળે છે. તેવામાં હવે માસ્કમાં પણ અવનવી ડિઝાઈનો આવવા લાગી છે. બ્રાન્ડેડ કંપનીઓનાં માસ્ક પણ બજારમાં ઉપલબ્ધ છે.તેવામાં હીરા ઉદ્યોગનું હબ ગણાતું સુરત કેવી રીતે પાછું રહી શકે. તો સુરતમાં આવી ગયા ડાયમંડવાળા માસ્ક. પણ આ માસ્કની કિંમત જાણીને તમે હક્કાબક્કા રહી જશો. કેમ કે, આ માસ્કની કિંમત લાખોમાં શરૂ થઈ થાય છે.

Image Source

કોરોનાની મહામારીમાં માસ્ક પહેરવું ફરજિયાત થઈ ગયું છે અને એટલે જ માસ્ક પણ જાત-જાતનાં માર્કેટમાં આવ્યા છે. એ વાતને ધ્યાને રાખી મહિલા ઓને આકર્ષવા માટે સુરતના એક જવેલર્સ દ્વારા ડાયમંડ માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. ડાયમન્ડ સીટી સુરતમાં હીરા પ્રત્યે સુરતીઓનો લગાવ કંઈક અલગ જ છે. કોરોનાની મહામારીમાં પણ શુરતીઓ ફેશન અને સ્ટાઈલને નથી ભૂલ્યા. હિરાજડીત માસ્ક તમારી આંખોમાં ઘડીક તો ચમક અવશ્ય લાવી દેશે. કોરોના વાયરસ મહામારી અને સોનાના વધેલા ભાવને લીધે જ્વેલરી બિઝનેસ ૨૦ ટકા ઘટ્યો છે.

Image Source

ગ્રાહકોને આકર્ષવા માટે જ્વેલર્સે આવા અનોખા આઈડિયાનો ઉપયોગ કરવો પડે છે. પૂનામાં સોનાનું માસ્ક વાયરલ થયા બાદ હાલ આ હીરાજડિત માસ્કની ડિમાન્ડ વધી રહી છે. સુરતમાત્ર કેટલાક એવા લોકો પણ છે. જે આવા કપરા સમયમાં પણ લક્ઝરી શોધી રહ્યાં છે. થોડા સમય પહેલા જ પૂનાના એક વ્યક્તિનો સોનાથી મઢેલા માસ્ક પહેરેલો હોવાના સમાચારે ચર્ચા જગાવી હતી, ત્યારે હવે સુરતમાંથી હિરાજડિત માસ્કનું વેચાણ થઈ રહ્યું છે. આ માસ્કની કિંમત ૧.૫ લાખથી ૪ લાખ રૂપિયા સુધીની છે. આ અંગે હિરાજડિત માસ્કનું વેચાણ કરતાં જ્વેલરી શૉપના ઓનરનું કહેવું છે કે, “કોરોના ના કારણે લાગૂ કરવામાં આવેલ લૉકડાઉન સમાપ્ત થયા બાદ માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આથી અમે વિવિધ આકાર અને રંગવાળા માસ્ક હીરા જડીને અલગ પ્રકારના સ્કેચ તૈયાર કરાવ્યા. જે હાલ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.”

Image Source

શું કહે છે જ્વેલર્સ

સુરતમાં આવા ડિઝાઈનર માસ્ક બનાવનાર જ્વેલર્સ જણાવે છે કે, થ્રી લેયર અને N95 માસ્ક હીરા જડવા માટે શ્રેષ્ઠ છે. અમે માસ્ક પર હીરાથી ડિઝાઈન બનાવીને તેને શણગારીએ છીએ. પહેલા અમે માસ્ક પર સોનાની પાતળી કાસ્કિટ ફિટ કરીએ છીએ અને પછી તેમાં હીરા લગાવીએ છીએ. સિન્થેટિક ડાયમંડના માસ્ક એકથી દોઢ લાખમાં વેચાય છે જ્યારે રિયલ ડામંડના માસ્ક ૪.૫ લાખ રૂપિયામાં વેચાય છે. ગ્રાહકોના બજેટના આધારે દરેક માસ્કમાં ૧૫૦ થી ૪૦૦ હીરા લગાવીએ છીએ. અન્ય એક જ્વેલર્સ જણાવે છે કે, ગ્રાહકોને ખુશ રાખવા માટે નવી-નવી ડિઝાઈનો બનાવતા રહેવું પડકારજનક છે. તેમણે કહ્યું, “N95 માસ્ક પર હીરા જડવા સૌથી અઘરા છે. હીરા લગાવતી વખતે ખાસ તકેદારી રાખવામાં આવે છે, જેથી માસ્ક ધોઈને ફરીથી ઉપયોગમાં લેવાય ત્યારે કોઈ નુકસાન ના થાય.”

Image Source

લેબમાં તૈયાર કરેલા ડાયમંડ ફેસ માસ્ક ડિઝાઈન કરવામાં ઉપયોગમાં લેવાથી સસ્તા પડે છે. “આ ડાયમંડ અસલી હીરા કરતાં ૬૦% સસ્તા છે. આ માસ્ક ૬૦૦૦૦થી ૧ લાખ રૂપિયામાં વેચાય છે. ડાયમંડ માસ્ક ખાસ કરીને લગ્ન પ્રસંગમાં વર-વધુ પહેરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જેથી તેમના ઓર્ડર પ્રમાણે આ માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. ડાયમંડની કિંમત પ્રમાણે આવા એક માસ્કની કિંમત દોઢ લાખથી લઈને ચાર લાખ સુધીની છે. ડાયમંડ માસ્કની ખાસ વાત એ પણ છે કે માસ્કના ઉપયોગ બાદ તેમાં વપરાયેલા ડાયમંડનો ઉપયોગ બીજી જવેલરી બનાવવા માટે કરી શકાય છે. એટલે લોકો માટે એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ પણ માનવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.