શું તમને ખબર છે આ ગામમાંથી પાંડવો સ્વર્ગ તરફ ગયા હતા?
આમ જોવા જઈએ તો સંપૂર્ણ ભારતનો ખૂણે ખૂણો પૌરાણિક કથાઓથી જોડાયેલો છે. તે પછી પશ્ચિમે ગુજરાત હોય કે પૂર્વે ઓરિસ્સા હોય કે પછી દક્ષીણે મલ્લિકાર્જુન હોય કે પછી ઉત્તરે આવેલું હિમાલય હોય. ભારતમાં એવા અનેક ગામડાઓ છે જેની સાથે કોઈને કોઈ પૌરાણિક રહસ્ય જોડાયેલું હશે. આજે અમે તમારી માટે એવા જ એક ગામની વાત લાવ્યા છીએ જેની સાથે પૌરાણિક રહસ્ય જોડાયેલું છે. આ ગામને દેશનું અંતિમ ગામ અથવા તો ઉત્તરાખંડનું છેલ્લું ગામ પણ કહેવાય છે. આ ગામ બદ્રીનાથથી ચાર કિલોમીટર દૂર આવેલું છે. જે ચીનની સીમા સાથે જોડાયેલું છે.આ ગામનો સંબંધ મહાભારત સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે આ ગામમાં થઈને પાંડવો સ્વર્ગ તરફ ગયા હતા. અને આ ગામ સાથે ભગવાન શ્રીગણેશનો પણ સંબંધ છે.

આ ગામ સાથે એવી ઘણી બધી રહસ્યમયી વાતો જોડાયેલી છે જે લોકોને વિચારતા કરી મુકે છે. આ ગામનું નામ છે માના, જે 19 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું છે. એવી વાયકા છે કે આ ગામનું નામ મણિભદ્ર દેવના નામ પરથી પડ્યું છે. એક પૌરાણિક માન્યતા પ્રમાણે આ ભારતનું એવું ગામ છે જે પવિત્ર ચારેય ધામોમાં પણ સૌથી પવિત્ર છે. આ ગામને શાપમુક્ત તેમજ પાપમુક્ત માનવામાં આવે છે.

અદ્ભુત કુદરતી સૌંદર્યથી ભરપુર આ ગામ સાથે એક એવી માન્યતા પણ જોડાયેલી છે કે આ ગામમાં આવનાર વ્યક્તિની ગરીબી દૂર થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે આ ગામને ભગવાન મહાદેવનો આશીર્વાદ મળેલો છે કે જે પણ અહીં આવશે તેની ગરીબી દૂર થઈ જશે. આજ એક મોટું કારણ છે કે દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે.
મહાભારતના સમયનો ભીમ પુલ અહીં આવેલો છે

આ ગામમાં મહાભારતના સમયનો એક પુલ આજે પણ અસ્તિત્વ ધરાવે છે. જે ભીમ પુલ નામથી જાણીતો છે. કહેવાય છે કે જ્યારે પાંડવો સ્વર્ગ તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે અહીં આવેલી સરસ્વતી નદીની પેલીપાર જવા માટે તેમણે નદીને માર્ગ આપવાની યાચના કરી હતી પણ સરસ્વતી નદીએ તેમને માર્ગ ન આપ્યો, અને ત્યાર બાદ મહાબલી ભીમે બે મોટી શીલાઓને ઉઠાવીને નદી ઉપર મુકી દીધી હતી અને આ રીતે તે પૂલ બન્યો હતો અને તેઓ નદીને ઓળંગી શક્યા હતા અને સ્વર્ગ તરફ આગળ વધ્યા હતા.

અહીં આપ્યો હતો ભગવાન ગણેશે સરસ્વતી નદીને શ્રાપ
આ ગામ ગણપતિજી સાથે પણ સંબંધ ધરાવે છે. કેહવાય છે કે મહર્ષિ વેદવ્યાસના કહેવાથી ભગવાન ગણેશ જ્યારે ‘મહાભારત’ લખી રહ્યા હતા ત્યારે તેમને સરસ્વતી નદીના વહેણનો તીવ્ર અવાજ સંભળાતો હતો અને તેમણે સરસ્વતી નદીને અવાજ ઓછો કરવા જણાવ્યું હતું. પણ તેમ છતાં સરસ્વતી નદીએ અવાજ ઓછો ન કર્યો ત્યારે ભગવાન ગણેશે ગુસ્સામાં આવીને નદીને શ્રાપ આપ્યો કે આજ બાદ તું કોઈને પણ નહીં દેખાય.

આ ગામમાં એક વ્યાસ ગુફા પણ આવેલી છે. એક માન્યતા પ્રમાણે અહીં જ મહર્ષિ વેદવ્યાસ રહેતા હતા. અને અહીં જ તેમણે કેટલાએ વેદ તેમજ પુરાણોની રચના કરી હતી. તમે જ્યારે વ્યાસગુફાની રચના જોશો તો તમને એવું લાગશે કે ગ્રંથના પૃષ્ઠ એટલે કે પાનાઓ એકની ઉપર એક મુકવામાં આવ્યા હોય. અને માટે જ આ ગુફાને વ્યાસ ગુફા નહીં પણ વ્યાસ પોથી પણ કહેવામાં આવે છે.
strong>અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.