સંશોધન અર્થે ખોદેલા એક મોટા ખાડામાંથી તેઓને પ્રાચીન રોમન કાળની અનોખી વસ્તુ મળી આવી…

વૈજ્ઞાનિકો અવારનવાર જાતજાતના સંશોધનો કરતા હોય છે. ક્યારેક દરિયાના પેટાળમાં તો ક્યારેક લેબોરેટરીમાં અને ક્યારેક ધરતીમાં ખોદકામ કરીને. વળી, ક્યારેક તો એવું પણ બનતું હોય છે કે સંશોધન દરમિયાન જેની શોધ કરવાની હોય તેના કરતા કઈંક વિશેષ વસ્તુ પણ મળી આવે જે ફક્ત વૈજ્ઞાનિકો જ નહિ પણ વિશ્વ માટે પણ નવાઈ પમાડે તેવી હોઈ શકે. યુરોપ ખંડના એક દેશ નોર્વેમાં પણ આવું જ થયું.

image source

વૈજ્ઞાનિકોએ સંશોધન અર્થે ખોદેલા એક મોટા ખાડામાંથી તેઓને પ્રાચીન રોમન કાળનું ગેમ બોર્ડ મળી આવ્યું છે જે અંદાજે 1700 વર્ષ જૂનું હોવાનું મનાય છે. એ ઉપરાંત ત્યાંથી જ હાડકાઓ દ્વારા બનાવેલા પાસા અને 18 ગોળાકાર ટુકડાઓ પણ મળ્યા છે. ગેમ બોર્ડના આખા સેટની સાથે સાથે ત્યાંથી માટીના વાસણો, હાડકાના ટુકડાઓ, કાંસ્ય ધાતુ દ્વારા બનેલી વસ્તુઓ અને બળેલા ગ્લાસ પણ મળ્યા છે.

image source

લુડસ લૈટ્રુનકુલમ નામના આ પ્રાચીન બોર્ડ ગેમમાં એક લાંબા પાસાની સાથે કુલ 19 ટુકડાઓ હોય છે જેને બે ખેલાડીઓ રમી શકે છે. બન્ને ખેલાડી પાસે સમાન સંખ્યામાં ટુકડાઓ એટલે કે 9 – 9 ટુકડાઓ હોય છે અને તેનો રંગ સામેના ખેલાડીના ટુકડા કરતા અલગ હોય છે. આ રમતની અમુક શ્રેણીમાં બન્ને ખેલાડી પાસે ” ડક્સ ” પણ હોય છે જે અંતમાં વિશેષ ક્ષમતા ધરાવતો હોય છે. એક રીતે આ રમતને આપણે આજના કેરમ બોર્ડની રમત કહી શકીએ.

image source

આ ગેમ બોર્ડની શોધ બર્ગન વિશ્વવિદ્યાલય સંગ્રહાલયના વૈજ્ઞાનિકોએ કરી હતી. અસલમાં તેઓની ટીમ પશ્ચિમ નોર્વેના યેટ્રે ફૉસેમાં લોહયુગના અવશેષો શોધવા માટે ખોદકામ કરી રહી હતી ત્યારે તેઓને આ ગેમ બોર્ડ મળી આવ્યું. શોધકર્તાઓના મંતવ્ય મુજબ આ ગેમ બોર્ડ જે જગ્યાએથી મળી આવ્યું છે ત્યાં પહેલા એક કબ્રસ્તાન હતું.

image source

શોધકર્તાઓએ કરેલા સંશોધન મુજબ તે સમયમાં આ રમત રમનાર લોકો સ્થાનિક અને પૈસાદાર લોકો હતા. આ ગેમ બોર્ડની શોધથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે તે સમયે લોકો પાસે રણનીતિની દ્રષ્ટિથી વિચારવાનો સમય અને ક્ષમતા હતી. કહેવાય છે કે બોર્ડ ગેમનો પાસો એક દુર્લભ પ્રકારનો પાસો છે અને આ પ્રકારના પાસાનો ઉપયોગ એક ઈસ્વીથી 400 ઈસ્વી દરમિયાન થતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.