સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના આ ડાયલોગની ચારેબાજુ થઇ રહી છે જોરદાર ચર્ચા, શું તમે જાણો છો તેની પાછળનુ કારણ

સુશાંત સિંહ રાજપૂત ની છેલ્લી ફિલ્મ દિલ બેચારા ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લોકો હોટ સ્ટાર પર જુલાઈ માસના અંતે જોઈ શકશે. આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે અને તેણે અત્યાર સુધીની દરેક ફિલ્મનો રેકોર્ડ તોડી દીધો છે. ફિલ્મના ટ્રેલરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વાતનો પુરાવો છે કે સુશાંત ફિલ્મના ટ્રેલર એ સોશિયલ મીડિયા પર કરોડો વ્યૂઝ મેળવ્યા છે.

IMAGE SOURCE

જોકે ટ્રેલર રિલીઝ થયાની સાથે જ ફિલ્મ સુશાંતનો એક ડાયલોગ પણ ચર્ચામાં છે. આ ડાયલોગ પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને યુઝર્સ તેને ટ્વીટ કરી રહ્યા છે ફિલ્મમાં એક ડાયલોગ છે કે, જન્મ ક્યારે લેવો છે અને ક્યારે મળવું છે તે આપણે ડિસાઈડ કરી શકતા નથી પણ કેવી રીતે જીવવું છે તે આપણે ડિસાઈડ કરી શકીએ છીએ.

હવે આ ડાયલોગ ને સુશાંત સિંહ ની આત્મહત્યા સાથે જોડીને જોવામાં આવે છે અને એક્ટરને યાદ કરવામાં આવી રહ્યો છે. લોકો આ ટ્રેલર ની સાથે આ ડાયલોગ નો ખાસ ઉલ્લેખ કરી રહ્યા છે કારણકે ટ્રેલરમાં પણ મૃત્યુની વાત કહેવામાં આવી છે જેને સુશાંત સિંહ ની આત્મહત્યા સાથે જોડવામાં આવી છે.

IMAGE SOURCE

કેટલાક ટ્વિટર યુઝર્સ દુઃખની લાગણી સાથે કહી રહ્યા છે કે શા માટે તો સુશાંત તેની છેલ્લી ફિલ્મનો આ ડાયલોગ તેના જીવનમાં અમલમાં મૂક્યો કેટલાક લોકો આ લાઈન્સ ને લખી અને સુશાંત ને મિસ કરી રહ્યા છે.

IMAGE SOURCE

આ સાથે જ ટ્રેલરમાં એક સીન પણ જોવા મળે છે જેમાં સુશાંત ના ટી-શર્ટ પર એક મેસેજ લખેલો છે જે હેલ્પ શબ્દ દર્શાવે છે. હવે સુશાંતના ફેન્સ આ વાતને પણ તેની આત્મહત્યા સાથે જોડી રહ્યા છે અને કહે કે સુશાંત પહેલાથી જ પરેશાન હતો અને તેને મદદની જરૂર હતી એટલા માટે જ આ ફિલ્મમાં આ ટીશર્ટ પહેરી હતી. આ ટીશર્ટ વાળા સીનના પણ ફોટો ટ્વીટ કરવામાં આવી રહ્યા છે.

IMAGE SOURCE

જણાવી દઈએ કે સુશાંત સિંહ ની છેલ્લી ફિલ્મ દિલ બેચારા ડિઝની પ્લસ હોટસ્ટાર પર 24 જુલાઈ 2020 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં સુશાંત સાથે એક્ટ્રેસ સંજના સંધી જોવા મળશે આ ફિલ્મ નિર્દેશક મુકેશ છાબરા ની સુશાંત ને ટ્રીબ્યુટ પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.