ટ્રેનમાં મુસાફરી કરવાનું જો તમને પસંદ છે અને એ પણ પહાડો અને અનેક વળાંકોવાળી જગ્યાએ ફરવું છે તો આ માહિતી તમારી માટે જ છે.

ભારતીય રેલવે મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે બહુ જ સરાહનીય પ્રયાસો કરી રહ્યું છે. ભારતીય ટ્રેનોને લઈને લોકોની નકારાત્કમ છબીને હવે બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટ્રેનોને આધુનિક બનાવવાની દિશામાં એક તરફ તેમાં પર્યાવરણ અનુકૂળ ટોયલેટ્સનું નિર્માણ કરાઈ રહ્યું છે, તો બીજી તરફ મુસાફરો માટે ટિકીટ આરક્ષણમાં આવનારી સમસ્યાઓને લઈને સરકાર કામ કરી રહી છે. એટલું જ નહિ, હવે ભારતીય રેલવે પોતાના હેરિટેજને પણ સંભાળવાનો પ્રયાસોમાં લાગી ગયું છે. ત્યારે હવે ભારતીય રેલવે ચેન્નાઈના નિલગીરી માઉન્ટેન રેલવેની વિરાસતને મુસાફરો માટે ફરીથી જીવિત કરવા માટે તત્પર છે. મુસાફરોને પોતાની તરફ આકર્ષવા માટે આ ટ્રેન સેવામાં કોચેટેરિયાને પણ સામેલ કરવામાં આવ્યું છે.

image source

શું છે કોચેટેરિયા

કોચેટેરિયા એક થીમ આધારિત રેસ્ટોરન્ટ છે, જે ઉદ્યગમંડલમ હિલ સ્ટેશન પર ખોલવામાં આવશે. દક્ષિણી રેલવેના જણાવ્યા અનુસાર, તે શહેરથી અંદાજે 90 કિલોમીટર દૂર આવેલું છે. અહીં આવીને મુસાફરો સારુ ફીલ કરશે.

image source

આ ટ્રેન સેવા મુસાફરો માટે મુખ્ય આકર્ષણ રહેશે, કેમ કે ટ્રેન સુરમ્ય ઘાટીઓમાંથી પસાર થઈને વળાંકવાળા પાટાઓ પર દોડીને તમને અલગ રોમાંચ અપાવશે. દિલચસ્પ વાત તો એ છે કે, યુનેસ્કો દ્વારા તેને વિશ્વ વિરાસતના કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આ ગીતનું થયું હતું શુટિંગ

image source

તમને જાણીને ખુશી થશે કે, આ ટ્રેન અનેક ફિલ્મોના શુટિંગનું સાક્ષી છે. તેમાં સૌથી પહેલા શાહરૂખ ખાનની ફેમસ ફિલ્મ ‘દિલ સે’માં ફિલ્માવવામાં આવેલું ફેમસ ગીત ‘છૈયા છૈયા’ છે. મલાઈકા અરોરા અને શાહરૂખ ખાન ધીમી ગતિથી જઈ રહેલી ટ્રેન પર ગીત ગાઈ રહ્યા હતા. અહી આવીને તમે આ બધી યાદ તાજી કરી શકો છો. દક્ષિણી રેલવે તરફથી જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝમાં આ માહિતી આપવામાં આવી છે.

image source

કોચેટેરિયા ઉપરાંત દક્ષિણી રેલવેએ ઉદ્યગમંડલમ અને હિલગ્રોવ સ્ટેશન પર કેટરીંગ સ્ટોલ્સ લગાવવાનું પ્લાનિંગ કર્યું છે. આ જગ્યાઓ પર યાદગાર અને મૂલ્યવાન વસ્તુઓની દુકાનો પણ ખોલવામાં આવશે. દુકાનો માટે દક્ષિણ રેલવે એન્ટીક વસ્તુઓ અને ડિઝાઈનર્સ તથા સપ્લાયર્સનો પણ સંપર્ક કરી રહ્યું છે.

image source

25 વર્ષ જૂના કોચમાં કેટલાક બેસ્ટ બદલાવ કરીને તેને વિરાસત મૂલ્યોની સાથે નવા અનોખા ડિઝાઈનમા તૈયાર કરવામાં આવ્યુ છે. જાણકારી અનુસાર, તેમાં લાવવામાં આવેલ બદલાવ માટે કુલ 1.8 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. આ ઐતિહાસિક ધરોહરવાળી નવી કોચ નવી થીમ આધાર પર ડિઝાઈન કરવામાં આવ્યું છે. તેના માટે એલઈડી લાઈટ્સ, કોચના બહારના હિસ્સામાં આકર્ષક ડિઝાઈન, સજાવટી પંખા સહિત અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુસાફરોની સુવિધા માટે ઉદ્યગમંડલમ, કુનુર અને મેટ્ટુપલયમ સ્ટેશનો પર વાઈફાઈની સુવિધા પણ આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.