આખરે દિપક તિજોરી કાઢી ભડાશ અને મહેશ ભટ્ટની આ વાતની ખોલી દીધી પોલ, કહ્યું કે મહેશ ભટ્ટ ગંદી….

સ્ટ્રગલર્સની સાથે ગંદી રમત રમે છે ભટ્ટ સાહેબ : ભટ્ટ સાહેબ.

ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’માં પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલ પર છવાઈ જનાર અભિનેતા દીપક તિજોરીને કોણ નથી જાણતું. એ દીપક તિજોરી જેમણે પોતાના અભિનયથી મોટા મોટા કલાકારોને પાછળ છોડી દીધા હતા. પરંતુ વાત જયારે તેમના ફિલ્મી કરિયરની કરીએ તો તેમણે પોતાના જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે.

image source

આમિર ખાનની સાથે કામ કરનાર અભિનેતા દીપક તિજોરીના જીવનમાં તે સમય પણ આવ્યો જયારે તેમને ઇન્ડસ્ટ્રીમાં ગુમનામી ભરેલ જિંદગી જીવવી પડી હતી તો ચાલો જાણીએ દીપક તિજોરી સાથે જોડાયેલ કેટલીક જાણી- અજાણી વાતો વિષે…

ખિલાડી અક્ષય કુમારને અભિનયમાં પાછળ છોડ્યા.:

image source

દીપક તિજોરી એક સમયે એવા કલાકાર હતા જેમણે પોતાના અભિનયથી ખિલાડી અક્ષય કુમારને પણ પાછળ છોડી દીધા હતા. ખરેખરમાં ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’માં પહેલા વિલનના રોલમાં અક્ષય કુમારને સાઈન કરવામાં આવ્યા હતા પરંતુ તે સમયે ખિલાડી અક્ષય કુમાર પણ દીપક તિજોરીની સામે ફેલ થઈ ગયા. ખરેખરમાં જયારે વિલનના રોલ માટે સ્ક્રીન ટેસ્ટ કરવામાં આવ્યો તો દીપક તિજોરીએ અક્ષય કુમારને પણ પાછળ છોડી દીધા હતા.

ફિલ્મો વિષે ક્યારેય વિચાર્યું હતું નહી.:

image source

દીપક તિજોરીએ પોતાની લાઈફમાં ક્યારેય પણ આ નહોતું વિચાર્યું કે, તેઓ હિન્દી સિનેમામાં આગળ આવશે ખરેખરમાં તો તેઓ એક મેગઝીન માટે કામ કરતા હતા અને આ દરમિયાન જ તેમની મુલાકાત સ્ટાર્સ સાથે થતી રહેતી હતી. આપને જણાવીએ કે, તેઓ એક થિયેટર ગ્રુપમાં ભાગ પણ રહ્યા છે અને આ ગ્રુપમાં આમિર ખાન જેવા સ્ટાર્સ પણ સામેલ હતા અને પછી તેઓ આ ગ્રુપની સાથે કામ કરતા કરતા તેમણે ટીવીમાં પોતાના અભિનયનો સિક્કો અજમાવ્યો.

કરિયરના શરુઆતના દિવસોમાં મળતા હતા બેકાર રોલ.:

image source

ફિલ્મ કરિયરના શરુઆતના દિવસોમાં દીપક તિજોરીને ઘણા બધા રોલ મળ્યા હતા પરંતુ તેમને ક્યારેય એવો રોલ મળ્યો હતો નહી જે તેમને પસંદ આવે. ખરેખરમાં આ વાતનો ખુલાસો દીપક તિજોરીએ પોતે પોતાના એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો જેમાં દીપક તિજોરીએ કહ્યું હતું કે, એક સમય એવો હતો કે, તેમણે નિર્દેશકોના ઘરની બહાર ચક્કર લગાવવા પડતા હતા તેમની રાહ જોવી પડતી હતી પરંતુ શરુઆતના દિવસોમાં તેમને બેકાર રોલ મળ્યા હતા.

તે કિસ્સો જેને અક્ષય કુમારને પણ કરી દીધા હતા હેરાન.:

image source

આપે અક્ષય કુમારની ફિલ્મ ખિલાડી તો જોઈ જ હશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકા નિભાવતા જોવા મળ્યા હતા પરંતુ તે સમયે દીપક તિજોરીના નામનો સિક્કો ચાલતો હતો અને તેની સાબિતી હતી આ ફિલ્મની શુટિંગનો તે કિસ્સો જોઈને અક્ષય કુમાર પણ હેરાન રહી ગયા હતા. ખરેખરમાં થયું એવું હતું કે, આ ફિલ્મની શુટિંગ માટે દીપક તિજોરી મુંબઈ પહોચ્યા હતા અને જેવી જ લોકોને ખબર પડી કે, દીપક તિજોરી શુટિંગ કરવા આવ્યા છે તો લોકો ત્યાં ભેગા થઈ ગયા અને તેમણે દીપક તિજોરીની આસપાસ ઘેરો બનાવી લીધો અને દીપકની આટલી બધી પોપ્યુલારીટી જોઈને અક્ષય કુમાર પણ દંગ રહી ગયા હતા.

હીરો બન્યા પરંતુ નહી મળ્યો લોકોનો પ્રેમ.:

image source

દીપક તિજોરીનું આ સપનું હતું કે, તેઓ મુખ્ય ભૂમિકા નિભાવે અને તેમને આ અવસર મળ્યો પણ આ અવસરે તેમના જીવનમાં ખુશી નહી પરંતુ દુઃખના રંગ ભરી દીધા હતા. ખરેખરમાં દીપકએ જે ફિલ્મમાં મેન લીડ રોલ પ્લે કર્યો હતો તે ફિલ્મ હતી ‘પહેલા નશા’આ જ ફિલ્મે તેમની જીંદગીમાં એવા રંગ ભર્યા કે, તેમનું હીરો બનવાનું સપનું પણ તૂટી ગયું. ખરેખરમાં જયારે આ ફિલ્મ થિયેટરમાં રીલીઝ થઈ તો આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ. આ ફિલ્મના ફ્લોપ થવા પાછળ દીપકને ફિલ્મમાં મુખ્ય અભિનેતા બનવાનું સપનું પણ તૂટી ગયું.

જયારે મહેશ ભટ્ટએ દીપકની સાથે રમી ગંદી રમત.:

image source

દીપકના જીવનમાં એક સમય એવો પણ આવ્યો જયારે મહેશ ભટ્ટએ તેમની સાથે એક ગંદી રમત રમ્યા હતા ખરેખરમાં આ વાતનો ખુલાસો દીપક તિજોરીએ પોતે એક શોમાં કર્યો હતો. દીપક તિજોરીએ પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા કહે છે કે, ‘ભટ્ટ સાહેબ સ્ટ્રગલર્સની સાથે ગંદી રમત રમતા હતા. અમે સ્ટ્રગલર્સનું એક ગ્રુપ હતા, જયારે ફિલ્મ ‘આશિકી’ માટે હીરોની શોધ હતી, તો ભટ્ટ સાહેબ બોલ્યા તમે લોકો બધા અંદરોઅંદર નક્કી કરી લો કે, હીરો કોણ બનશે, હું થોડીક વારમાં આવું છું’, આવામાં કોણ બીજાનું નામ આપે, રાહુલ રોય બહારથી આવ્યો અને હીરો બની ગયા.

ફિલ્મી કરિયરની સાથે જયારે અંગત જીવન પણ થયું ખરાબ.:

image source

ફિલ્મ કરિયરમાં દીપક તિજોરીને અસફળતા મળી અને ત્યાર બાદ તેઓ પોતાની પત્નીની સાથે ગુરુગ્રામમાં રહેવા લાગ્યા હતા પરંતુ ત્યાર પછી બંને વચ્ચે તણાવ થવા લાગ્યો અને આ તણાવ એટલી હદ સુધી વધી ગયો અને પછી દીપક તિજોરીને તેમની પત્ની પણ છોડીને ચાલી જાય છે અને પછી જયારે પત્નીએ પૈસા માંગ્ય તો દીપક તિજોરીની સ્થિતિ એવી હતી કે તેમની પાસે આપવા માટે પૈસા પણ હતા નહી.

જયારે નિર્દેશક તરીકે પણ નહી ચાલ્યો કિસ્મતનો સિક્કો.:

image source

ત્યાર બાદ દીપક તિજોરીએ નિર્દેશકની લાઈનમાં આવવાનું વિચાર્યું અને તેમણે એક ફિલ્મનું નિર્દેશન પણ કર્યું. પરંતુ ફિલ્મ ફ્લોપ રહી અને નિર્દેશક લાઈનમાં પણ દીપક તિજોરીની કિસ્મતએ સાથ આપ્યો નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span