આ જોબ કરનારી મહિલાઓના ડિવોર્સ સૌથી વધુ થાય છે, શું ખરેખર આવું હોઈ શકે?
અનેકવાર બે લોકોની વચ્ચે આપસી સમજ અને તાલમેલ ન હોવાને કારણે વાત ડિવોર્સ સુધી પહોંચી જતી હોય છે. રોજ રોજના ઝઘડાથી પરેશાન થઈને પતિ-પત્નીને ડિવોર્સ સૌથી બેસ્ટ ઓપ્શન લાગે છે. આ બધામાં લોકો કરિયરને કારણ નથી બતાવતા, પણ તમને જણાવી દઈએ કે, ડિવોર્સનું કારણ તમારું પ્રોફેશન પણ હોઈ શકે છે. યુએસમાં થયેલી એક સ્ટડી અનુસાર, કેટલાક ખાસ પ્રોફેશનમાં કામ કરનારા લોકો, ખાસ કરીને મહિલાઓમાં ડિવોર્સ રેટ બહુ જ વધુ જોવા મળ્યું છે. જો તમારી પત્ની પણ આ પ્રોફેશનમાં નોકરી કરે છે, તો તમારા ડિવોર્સના ચાન્સિસ બાકીના લોકોની સરખામણીમાં વધુ જોવા મળે છે. તો જાણી લો આ ખતરનાક પ્રોફેશન વિશે, જે તમારી લગ્નેત્તર જીવનને બરબાદ કરી શકે છે.

ગેમિંગ મેનેજર
આ લિસ્ટમાં સૌથી ઉપર ગેમિંગ મેનેજરનુ નામ આપે છે. આ ક્ષેત્રમાં ડિવોર્સનો રેટ 52.9 ટકા છે. કેસીનો અને ગેમ રૂમમાં કામ કરનારી મહિલાઓની ડિવોર્સની શક્યતાઓ વધી જતી હોય છે. આ જગ્યાઓ પર કામ કરતી મહિલાઓને આલ્કોહોલ પણ પીવું પડે છે અને અનેક લોકો સાથે વાતચીત કરવી પડે છે, જેની અસર તેમના સંબંધો પર પડે છે.

બાર ટેન્ડર
આ જોબને લિસ્ટમાં જોઈને તમને બિલકુલ પણ આશ્ચર્ય નહિ થાય. 52 ટકા બાર ટેન્ડરની જોબ કરનારી મહિલાઓના ડિવોર્સ થઈ જાય છે. તેમનું કામ પણ ગેમિંગ મેનેજરની જેમ જ હોય છે. રાતે મોડી સુધી કામ કરવું, દારૂ પીવું, અને પુરુષોથી ઘેરાયેલા રહેવું તેમના જોબનો ભાગ છે. બારમાં આવેલા લોકોની સાથે ફ્લર્ટ કરવા તેમને અલગથી રૂપિયા મળે છે. તેથી આવી મહિલાના ડિવોર્સ વહેલા થાય છે.

ફ્લાઈટ એટેન્ડન્ટ
આ જોબ કોઈ સપનાથી ઓછી નથી. પરંતુ 50.5 ટકા ફ્લાઈટ એટેન્ડન્ટના ડિવોર્સ થવાની શક્યતા રહે છે. આ જોબ કરનારી મહિલાઓ તેમના પાર્ટનરને વધુ સમય આપી શક્તી નથી. તેમના અફેરના ચાન્સિસ પણ વધુ હોય છે જે તેમના ડિવોર્સનું કારણ બની જાય છે.

અન્ય જોબ
રોલિંગ મશીન સેન્ટર, ઓપરેટર્સ અને ટેન્ડર્સની જોબ કરનારા લોકોમાં 50.1 ડિવોર્સ રેટ જોવા મળ્યો છે. ડ્રાઈંગ મશીન સેન્ટર, ઓપરેટર અને ટેન્ડરમાં 49.6 ટકા ડિવોર્સની શક્યતા હોય છે. આ લોકોને પોતાની જોબમાં જરૂર કરતા વધુ સમય આપવો પડે છે અને આ કારણે તેમના ડિવોર્સની શક્યતા વધી જાય છે. રોજ તેમની શિફ્ટ બદલતી રહે છે.

ટેલિમાર્કેટર
આ જોબમાં કામ કરનારા લોકોનો સ્ટ્રેસ બહુ જ રહે છે. આ કારણે તેમનો ડિવોર્સ રેટ 49.7 ટકા છે. ટેલિમાર્કેટિંગમાં લોકો બહુ જ બૂમો પાડતા રહે છે અને હંમેશા આ ફિલ્ડના લોકોને કસ્ટમર્સની સાથે કડવી વાતો સાંભળવી પડે છે. જે તેમની રોજિંદી લાઈફ હરામ કરી દે છે અને જો તમારી પાસે ટાર્ગેટવાળી નોકરી છે, તો તમારી લગ્નેત્તર જિંદગી ખુશ રહેવી બહુ જ મુશ્કેલ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.