દિવાળીના તહેવારોમાં ગર્ભવતી મહિલાઓ રહે સાવધાન, આ વાતોનું રાખો ખાસ ધ્યાન

દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે. અલગ અલગ રાજ્યોમાં દિવાળીની પૂજા, ઉજવણી અલગ અલગ રીતે થાય છે પરંતુ આ તહેવારની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવે છે. દિવાળીના રીત-રિવાજો અલગ અલગ હોય છે પરંતુ એક વસ્તુ દરેક જગ્યાની દિવાળીમાં સામાન્ય હોય છે અને આ વસ્તુ છે ફટાડકા. ફટાકડા તો દિવાળીમાં દરેક જગ્યાએ ફુટે છે. દિવાળીની રાત્રે તો આકાશ આતશબાજીથી ઝગમગી ઉઠે છે. જો કે આ ફટાકડાનો ધુમાડો લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય છે અને તેમાં પણ ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ માટે.

image source

દિવાળીના પર્વમાં ઘરમાં જ રહેવું શક્ય નથી અને બહાર જવું થોડું જોખમી થઈ જાય છે. તેવામાં ગર્ભવતી મહિલાઓએ તો ખાસ ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે. તો તમને જણાવીએ એવી કેટલીક ટીપ્સ કે જેને ફોલો કરી અને ગર્ભવતી મહિલાઓ પણ ખુશી-ખુશી દિવાળી ઉજવી શકે છે.

image source

દિવાળીની રાત્રે સૌ કોઈ નવા કપડા જ પહેરે છે. પરંતુ ગર્ભવતી સ્ત્રીઓએ સિલ્ક કે સિન્થેટિક કપડા પહેરવાથી બચવું. એવા કપડા પહેરવા જે આરામદાયક હોય અને જેને કલાકો સુધી પહેરી રાખવાથી થાક લાગે નહીં.

image source

જ્યાં વધારે ફટાકડા ફુટતા હોય ત્યાં જવાથી બચવું. ફટાકડાનો અવાજ તમને નુકસાન કરી શકે છે તો સાથે જ ધુમાડો પણ જોખમી સાબિત થઈ શકે છે. આ પ્રદૂષણ ગર્ભસ્થ બાળક માટે પણ યોગ્ય નહીં રહે.

image source

તહેવારની રોનકમાં ઘણીવાર ખોરાક પ્રત્યે બેદરકાર થઈ જવાય છે. પરંતુ વાત જ્યારે ગર્ભવતી મહિલાની હોય ત્યારે તેણે ડાયટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. દર કલાકે થોડું ખાઈ લેવં જેથી નબળાઈ ન જણાય. બજારની મીઠાઈ કે ફરસાણ ખાવાથી બચવું પણ જરુરી છે.

image source

ઘરે મહેમાનો માટે કોલ્ડડ્રીક્સ લાવો તો પણ તેનું સેવન વધારે પડતું કરવું નહીં. ગર્ભવતી મહિલા માટે આવા પીણા પીવા જોખમી સાબિત થઈ શકે છે.

image source

આ સમય દરમિયાન ઋતુ પણ બદલાય છે અને રોગ પણ ફેલાયેલા છે તેવામાં શરીરમાં પાણીની ઊણપ થવા દેવી નહીં. કલાકે કલાકે પાણી પીતા રહેવું અને દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં પ્રવાહી પણ લેવું. આ સિવાય હળવી કસરત પણ કરવી જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.