તહેવારમાં ગૂંચવણભરી સ્થિતિ: જાણો ક્યારે કરશો ચૌદશની તિથિના નિવેદ

દશેરા પર્વની ઉજવણી સાથે જ નવરાત્રી ઉત્સવ સમાપ્ત થયો અને હવે ઘરેઘરમાં શરુ થઈ ચુકી છે દિવાળીની તૈયારીઓ. દિવાળી પર્વની ઉજવણી માટે ઘરમાં સાફ-સફાઈ, નવી ખરીદી અને પૂજા પાઠની તૈયારીઓનો ધમધમાટ હવે ઘરમાં જોવા મળશે અને સાથે જ બજારોની રોનક પણ દિવાળી સમયે વધી જાશે. તેવામાં આ વર્ષના દિવાળીના પર્વ કઈ કઈ તારીખોએ ઉજવાશે તેવું જો તમારે પણ જાણવું હોય તો સૌથી પહેલા જાણી લો કે આ વર્ષએ દિવાળી પર એક તારીખે બે તહેવાર ઉજવવા પડશે.

image source

2020ના વર્ષના પંચાંગ અનુસાર આ વર્ષે 14 નવેમ્બરે દિવાળી ઉજવાશે. સામાન્ય રીતે દિવાળી પાંચ દિવસનો પર્વ છે. પરંતુ આ વર્ષે 4 દિવસમાં આ ઉજવણી થશે. આ વર્ષે દિવાળીનો મહાપર્વ બુધવારના દિવસે એટલે તારીખ 11 નવેમ્બરથી શરૂ થશે. 11 નવેમ્બર અને અગિયારસથી શરુ થતાં મહાપર્વના બીજા દિવસે એટલે કે ગુરુવારે વાઘબારસ હશે. જ્યારે લક્ષ્મીજીના પ્રિય વાર એવા શુક્રવારે ધનતેરસ આવશે. આ વર્ષે શુક્રવારે ધનતેરસ આવતાં તેનું મહત્વ વધી જાય છે.

image source

જો કે શુક્રવારે ધનતેરસ સાંજના 6 કલાક સુધી જ છે. શનિવારે કાળી ચૌદશના નિવેદ થશે અને હનુમાનજીની પૂજા કરી શકાશે. જ્યારે રવિવારે અમાસનો હોવા છતાં આ દિવસ ખાલી રહેશે કારણ કે કાળી ચૌદશ બપોરે 2.18 મિનિટ સુધી જ છે અને ત્યારબાદ શનિવારે જ દિવાળી બેસી જશે. સોમવારે સવારના 7.08 મિનિટ સુધી જ એકમ છે અને ત્યારબાદ બીજની તિથિ શરુ થઈ જાય છે. આ વર્ષ બીજની તિથિનો ક્ષય છે, જેથી સોમવારે નવું વર્ષ અને ભાઈબીજ સાથે ઉજવાશે.

કાળીચૌદશના નિવેદ કરવાનો સમય

image source

3 નવેમ્બર અને શુક્રવારે સાંજે 6 કલાક સુધી જ ધનતેરસ છે ત્યારબાદ ચૌદશની તિથિ શરુ થાય છે. જેથી જે લોકો સાંજના નિવેદ કરતાં હોય તેઓ શુક્રવારે સાંજે 6 કલાક પછી કરી શકે છે. જ્યારે ચૌદશના નિવેદ બપોરે કરતાં હોય તેમણે શનિવારે બપોરે 2 કલાક પહેલા કરી લેવા પડશે. કારણ કે ત્યારબાદ તિથિ બદલી જશે.

દિવાળીના તહેવાર અને તારીખો

11 નવેમ્બર- રમા એકાદશી

12 નવેમ્બર – વાઘબારસ

13 નવેમ્બર – શુક્રવારે ધનતેરસ

image source

14 નવેમ્બર- શનિવારે બપોર સુધી ચૌદશ અને ત્યારબાદ દિવાળી

15 નવેમ્બર – ધોકો

image source

16 નવેમ્બર – સોમવારે સવારે 7.08 સુધી નવું વર્ષ અને ત્યારબાદ ભાઈબીજ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.