નવા વર્ષના દિવસે કરો આ ઉપાય અને આખું વર્ષ મેળવો લક્ષ્મી માતાની કૃપા, ક્યારે નહિં ખૂટે ઘરમાં પૈસા

image source

દીવાળીના પગરવ હવે સંભળાઈ રહ્યા છે. પણ આ વર્ષના અન્ય તહેવારોની જેમ દીવાળી પણ સામાન્ય નહીં રહે. આપણે બધા જાણીએ છીએ કે કોરોના વાયરસની મહામારીએ લોકોના જીવવાની રીત બદલી નાખી છે. નવરાત્રીમાં પણ આ વખતે માત્ર માતાજીની ઉપાસના જ થઈ શકી છે અને મતાજીના ગરબા રમવાનો લાહવો ભક્તોને નથી મળી શક્યો. તો બીજી બાજુ દીવાળીના તહેવારોને લઈને પણ સરકાર દ્વારા કેટલીક માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે ઘણા લોકોની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. પણ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય બતાવવામાં આવ્યા છે કે જેને કરવાથી તમને આખું વર્ષ ધનપ્રાપ્તિ થશે અને આજીવન ધનની કમી નહીં રહે.

image soucre

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નવ વર્ષના દિવસે એટલે બેસતા વર્ષના દિવસે જો કેટલાક ઉપાય કરવામા આવે તો ઘરમાંથી ધનની તંગી દૂર થઈ શકે છે અને ધનપ્રાપ્તિના યોગ બનેલા રહે છે.

તો આજે અમે તમારા માટે તેવાજ ઉપાયો લઈને આવ્યા છીએ જે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. જે તમે બેસતા વર્ષના દિવસે કરી શકો છો. ભારતના કેટલાક રાજ્યોમાં દિવાળીના દીવસ પછીના દિવસને નવવર્ષ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત પણ તેમાંનું એક છે. આ ઉપાયો ઘણા સરળ છે જેને તમે સરળતાથી અપનાવી શકશો.

વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિશ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સ્વચ્છતા રહેલી હોય છે ત્યાં જ લક્ષ્મીમાતાનો વાસ હોય છે. માટે જ વર્ષના પહેલા દિવસથી જ તમારે સંકલ્પ કરી લેવો કે તમારા ઘરમાં ક્યારેય અસ્વચ્છતા ન થવી જોઈએ અને ઘરનો ખૂણેખૂણો સ્વચ્છ હોવો જોઈએ. આ દિવસે વહેલી સવારે ઘરને બરાબર સ્વચ્છ કર્યા બાદ તમે જ્યારે ઘરમા પોતુ કરો ત્યારે પાણીમાં મીઠુ તેમજ ગૌમુત્ર નાખીને પોતું કરવું. આ એક સરળ ઉપાય છે અને આમ કરવથી ઘરમાં રહેતી વ્યક્તિઓની હેલ્થ સારી રહે છે.

image soucre

બેસતા વર્ષના દિવસે તમારો નિત્યક્રમ પતાવીને વહેલા નાહીને સ્વચ્છ થઈ જવું. ત્યાર બાદ મહામૃત્યુંજય શ્લોકનું 108 વાર પઠન કરવું. અને જો આ જાપને તમે સતત સવા મહિના સુધી પઠન કરશો તો તેનું તમને ઉત્તમ પરિણામ મળશે. આ શ્લોકથી તેનો જાપ કરનાર વ્યક્તિ તેમજ તેની સાથે જોડાયેલી પરિવારની અન્ય વ્યક્તિની ઉન્નતી થશે અને ઘરમાં ધનની આવક થશે.

વર્ષના પહેલા દિવસે તમારે એક નાની લોટીમાં દૂધ અને કાળા તલ લેવા. તેનો શિવજી પર અભિષેક કરવો. આમ કરવાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે.

બેસતા વર્ષના દિવસે તમારે તમારા ઘરના મંદિરમાં કળશ સ્થાપન કરવું અને તેમાં નાળિયેર પણ મુકવું. આમ કરવાથી તમારા કાર્યોમા તમને હંમેશા સફળતા મળશે અને ઘરમાંની બધી જ નેગેટિવ એનર્જી બહાર જશે અને સકારાત્મક ઉર્જાનો ઘરમાં વાસ થશે.

image source

તમારાથી શક્ય હોય તો તમારી આસપાસના વિસ્તારમાં હરિયાળી રાખવાનો પ્રયાસ કરો. તેનો શુભઆરંભ તમે બેસતા વર્ષના દિવસે વૃક્ષ વાવીને કરી શકો છો. ઘરની આસપાસની હરિયાળી તમારા ઘરમાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરશે.

image soucre

બેસરતા વર્ષના દિવસે તમારે તમારા હાથે ખીર બનાવવી જોઈએ અને તે ખીરને તમારે ગરીબોમાં વહેંચવી જોઈએ. આ ઉપરાંત તમારે વસ્ત્રો તેમજ અન્નનુ દાન પણ ગરીબોમાં કરવું જોઈએ.

આ ઉપરાંત જો તમારી આસપાસના વિસ્તારમાં કોઈ તળાવ, નહેર કે નદી હોય તો તેમાં રહેલી માછલીને લોટ ખવડાવવો જોઈએ તેનાથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે.

image source

બેસતા વર્ષના દિવસે તમારે ગૌપુજા કરવી અને ગાયને રોટલી ખવડાવવી. આમ તો તમે કોઈ પણ ગાયને રોટલી ખવડાવી શકો છો પણ જો સફેદ ગાય મળે તો ઉત્તમ. અને માત્ર બેસતા વર્ષના દિવસે જ નહીં પણ આખું વર્ષ તમારે એક રોટલી ગાયને ખવડાવવી જ જોઈએ. શુક્રવારનો દિવસ લક્ષ્મી માતાનો દિવસ હોય છે આ દિવસે તમારે ગાયને ચાંદલો કરીને એક રોટલી ખવડાવવી. આમ નિયમિત કરશો તો લક્ષ્મીમાતા તમારા પર પ્રસન્ન થશે અને તમને ધનની ખોટ નહીં પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.