દિવાળીને ઉજવવાની રીતો અનેક છે, એમાંથી તમે કઈ રીત અપનાવશો, જાણો અલગ અલગ પ્રકારો વિશે

દિવાળીનો તહેવાર અનેક રીતે આનંદ આપનારો અને મહત્વનો છે, તેની પાછળનું શાસ્ત્ર, પુરાણ અને વિજ્ઞાન પણ એટલું જ મહત્વ ધરાવે છે. આ દિવાળીની સૌથી મોટી ખાસિયત એ છે કે નાના – મોટા તમામ લોકો આ પર્વ ઉત્સાહ અને આનંદથી ઉજવી શકે. આ તહેવાર સાથે ધાર્મિક રીત – રિવાજો જોડાયેલા છે પણ આ તહેવાર ઉજવવા કોઈ ધર્મના અનુયાયી હોવું જરૂરી નથી.

દરકે ધર્મના લોકો માટે છે આ તહેવાર

pooja
image soucre

આ તહેવાર ઉજવવા માટે તો પરિવાર સાથે નવા કપડાં પહેરી, મીઠાઈઓ અને ભેટ સોગાદો સાથે આ પર્વ ઉજવી શકાય છે. દિવાળી કે દીપાવલી તરીકે જાણીતા આ તહેવારને હિન્દૂ, શીખ , જૈન , અને અમુક ભાગમાં બૌદ્ધધર્મના લોકો ઉજવે છે. અને ઓસ્ટ્રેલિયામાં બધા સાથે મળી ને આ તહેવાર નો આનંદ લે છે. દિવાળીની ઉજવણી પાછળનું મુખ્ય કારણ અંધકાર પર પ્રકાશની જીત એટલે કે અસત્ય પર સત્યની જીતની ઉજવણી છે. વિવિધ ધર્મમાં આ ઉજવણી પાછળની વાર્તા અલગ છે.

મીઠાઈઓ પણ વેચાય છે

food table
image soucre

દિવા પ્રજ્વલિત કરી સ્નેહીઓને સુંદર રીતે આવકાર અપાય છે. પરિવારજનો સાથે રહેવાની ખુશીમાં મીઠાઈ બનાવે છે. ઓસ્ટ્રેલિયામાં ઘણી ભારતીય મીઠાઈની દુકાનો છે જ્યાં ખાસ દિવાળી નિમિત્તે વિવિધ મીઠાઈઓ વેચાય છે. દિવાળીની મીઠાઈઓમાં ગુલાબજાંબુ, બરફી , લાડુ જલેબી , હળવો મુખ્ય છે. આ સાથે કેટલીક નમકીન ચેવડો, ચકરી, મઠિયા મુખ્ય છે. ખાણીપીણી સાથે નવા કપડાં પહેરી, જીવનની નવી શરૂઆત કરવાની ભાવના પણ છે. સ્નેહીજનોને ભેટ સોગાદો આપી પર્વની શુભકામનાઓ આપવામાં આવે છે.

શાસ્ત્ર પુરાણો અનુસાર દિવાળીનુંવ મહત્વ

image soucre

હિન્દૂ ધર્મમાં સર્વમાન્ય કથા છે કે ભગવાન રામ, સીતા અને લક્ષમણ સાથે વનવાસ થી પરત અયોધ્યા આવ્યા તેની ખુશીમાં દિવાળી ઉજવાય છે. દક્ષિણ ભારતમાં માન્યતા છે કે ભગવાન કૃષ્ણે નરકાસુર નામક રાક્ષસનો વધ કર્યો તેની ખુશી માં દિવાળી ઉજવાય છે. દિવાળીના પર્વની ઉજવણીમાં ભગવાન વિષ્ણુના પાત્રી લક્ષ્મીજી ની પૂજા આરાધનાનું મહત્વ છે પણ પૂર્વ ભારતમાં કાલી પૂજો – કાલીમાટેni પૂજા થાય છે.

પરિવારને મળીને પણ ઉજવાય છે પર્વ

image soucre

લક્ષ્મીમાતા ધન સંપતિ અને શુભની દેવી છે. આથી આ પર્વમાં લોકો પોતાની – મિત્રોની -સાગા સંબંધીઓની સુખાકારી માટે લક્ષ્મીમાતા પાસે પ્રાર્થના કરે છે. દિવાળીના પર્વમાં લોકો પોતાના પરિવારને મળવા જાય છે. ભારતમાં જ્યાં ગામ અને શહેરોમાં લોકો આર્થિક કારણોથી અલગ રહેતા હોય તો તેઓ સાથે મળીને દિવાળી ઉજવે છે. હિન્દૂ કેલેન્ડર પ્રમાણે ઉજવાતા આ તહેવારની તારીખો ભલે દર વર્ષે બદલાય પણ આ તહેવાર લોકો કોઈપણ ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશના ભેદભાવ વગર ખુશીથી ઉજવાતો પર્વ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.