કેન્ડલ્સથી આ રીતે સજાવો દિવાળીમાં તમારું ઘર, આવશે પોઝિટિવિટી અને ઘર પણ લાગશે એકદમ મસ્ત

પરિવારજનોનો પ્રેમ, રંગીન સપનાઓ અને ઘરમાં ખૂબ આનંદ. આ દરેકને માટે શક્ય છે કે તમારે વારંવાર અનેક પ્રકારના પ્રયાસો કરતા રહેવું પડે છે. અહીં તમે તેને માટેના સંભવ પ્રયાસ કરતા રહો છો અને સાથે તમે તહેવારને માટે પણ તૈયારી અવારનવાર કરતા રહો છો. આજે અહીં વાત કરવામાં આવી છે, ઘરને ડેકોરેટ કરવાની સાથે તેને સુગંધિત કરવાની.

image source

દિવાળીનો તહેવાર આવી ચૂક્યો છે ત્યારે તૈયારીના ભાગ રૂપે અહીં તમે કેન્ડલની મદદથી તમારી સાંજને રોમેન્ટિક બનાવી શકો છો. તેમાં તમે અનેક રંગ ભરી શકો છો અને સાથે જીવનમાં નવો રોમાન્સ કાયમ કરીને રિલેક્સ રહી શકો છો. સસ્તામાં સુંદર રીતે ઘરને સજાવવા માટે તમે આ ટ્રિક અપનાવી શકો છો.

image source

જૈલ કેન્ડલ સિન્થેટિક હાઇકાર્બનથી બનેલી અને પારદર્શક હોય છે. ટેડી બિયર, ફૂલ અને પક્ષીઓ જેવા અનેત આકારમાં તે મળી રહે છે. અહીં તેને સજાવટના કામની સાથે એટલી સુંદર બનાવવામાં આવી છે કે તે કોઇનું પણ મન મોહી લે છે.

જાણો અન્ય કેન્ડલ્સની મદદથી ઘરને કેવી રીતે ડેકોરેટ કરીને સુંદર બનાવી શકાય છે.

image source

સેન્ટેડ કેન્ડલ તહેવાર અને અન્ય વિશેષ અવસરો પર સરળતાથી વાપરી શકાય છે. તે પ્રકાશની સાખે સુંદર મહેક ફેલાવે છે. અહીં તમારે એર ફ્રેશનર વાપરવાની આવશ્યકતા રહેતી નથી. તેની સુંદર અને ધીમી મહેક તમને ફ્રેશ ફીલ કરાવે છે. તેને તમે ડ્રેઇંગ રૂમ કે તમારા બાલ્કની કે આંગણામાં પણ રાખી શકો છો.

ફ્લોટિંગ કેન્ડલ

image source

આ કેન્ડલ આકારમાં નાની હોય છે. અહીં તેને એ રીતે બનાવવામાં આવી છે કે તે પાણીની ઉપર તરી શકે અને સાથે તેને તમે સેન્ટર ટેબલને સજાવવાને માટે પણ ઉપયોગમાં લઇ શકો છો. એક થાળીમાં તમે પાણી ભરીને તેમાં અલગ રંગના ફૂલોની પાંદડીઓને વિખેરી શકો છો અને સાથે 5-6 ફ્લોટિંગ કેન્ડલનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં ચમકતી આ કેન્ડલ મહેમાનોને આર્કષી શકે છે.

image source

પિલર કેન્ડલ અન્ડાકાર, ગોળ અને ચોરસ આકારમાં મળનારી આ કેન્ડલ સાધારણ કેન્ડલની સરખામણીએ પહોળી હોય છે. આ રીતની વધારે કેન્ડલ પર સીનરી કે અન્ય રંગબેરંગી ચિત્રો જોવા મળે છે. તેના કારણે તેની સુંદરતા વધી જાય છે.

image source

પ્રકાશ અને સુગંધથી કેન્ડલની અલગ અલગ ડિઝાઇનની કેન્ડલથી ઘરને સજાવવામાં સરળતા રહે છે. સાધારણ વેક્સ કેન્ડલની જગ્યા હવે જૈલ કેન્ડલ, ફ્લોટિંગ કેન્ડલ અને અરોમાં કેન્ડલ્સે લઇ લીધી છે. અહીં અલગ અલગ આકારની કેન્ડલના ઓપ્શન પણ મળી રહ્યા છે.