Diwali 2020 : દિવાળીમાં વાળની પણ કરો ખાસ કૅર, બનાવી લો આ એક ઘરેલૂ Hair Pack

કોરોના કાળમાં મોંઘા પ્રોડક્ટ વાપરવા કરતા ઘરે રસોડામાં જ મળતી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે વાળ સુંદર કરી શકો છો. વળી આ તમારા પૈસા પણ બચાવશે. આ સાથે તે સેફ રહેતી હોવાથી વાળને કોઈ ખાસ નુકસાન પણ થતું નથી. જો તમે ખુલ્લા વાળ રાખવાના શોખીન છો તો તમે ઘરેલૂ હેર પેકની મદદથી વાળને સિલ્કી અને શાઈની બનાવી શકો છો.

image source

ટૂંક સમયમાં દિવાળી નજીક આવી રહી છે. તહેવારની આ સીઝનમાં દરેક મહિલા ઇચ્છે છે કે તે સુંદર દેખાય. વળી મહિલાઓની સુંદરતામાં વાળ મહત્વનો રોલ ભજવે છે તો તો તમે પણ તહેવારોની સીઝન તમે સોશિયલ મીડિયા પર જ્યારે પોતાની તસવીરો મૂકો કે પછી કોઇને પણ મળો ત્યારે તમારો ચહેરો સુંદર લાગે અને તમારા વાળ પણ સુંવાળા અને સરસ દેખાય તો આ ઉપચાર ટ્રાય કરી શકો છો. આ માટે તમારે ખાસ મહેનત કરવાની નથી. કેટલાક ઘરેલૂ અને નાના ઉપાયો તમારી મદદ કરશે. તો જાણી લો ખાસ ટિપ્સ અને આજથી જ શરૂ કરી લો આ ઉપાયો.

image source

જો કે બજારમાં વાળની સુંદરતા વધારવા માટેના અનેક પ્રોડક્ટ મળે છે. પણ કોરોના કાળમાં (Covid 19) મોંઘા પ્રોડક્ટ વાપરવા કરતા ઘરે રસોડામાં જ મળતી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે વાળ સુંદર કરી શકો છો. વળી આ તમારા પૈસા પણ બચાવશે.

વાળ ધોતા પહેલાં કરો આ કામ, વાળ રહેશે સિલ્કી

image source

વાળને સુવાંળા કરવા હોય તો માથુ ધોવા પહેલા તેમાં દહીં અને કેળાને ક્રશ કરેલી પેસ્ટ લગાવો અને આ મિશ્રણને માથામાં 20 મિનિટ રહેવા દો પછી શેમ્પુ સારી રીતે માથું સાફ કરી લો. આમ કરવાથી તમારા વાળની ચમક બનશે. અને તે સુવાંળા પણ થશે.

વાળ સિલ્કી કરવા કરો આ કામ

image source

વાળનું સુવાંળા કરવા માટે માથુમાં શેમ્પુ કર્યા પછી ભીના વાળને ચા અને અરીઠાના પાણીથી સાફ કરો. આમ કરવાથી પણ વાળની ચમક વધશે. આ સિવાય 1 લીબુંને એક ગ્લાસ પાણીમાં નાંખો અને પછી વાળને શેમ્પુ કર્યા પછી આ મિશ્રણને વાળને છેલ્લે ધોઇ લો. આમ કરવાથી પણ વાળ ચમકદાર બનશે

આ રીતે બનાવો ખાસ હેરપેક

image source

5 ચમચી મેથીના દાણાને રાતે પલાળો. અને સવારે તેને ક્રશ કરીને તેમાં દહીં ઉમેરો અને આ મિશ્રણને વાળમાં લગાવો. 20 મિનિટ રાખીને શેમ્પૂ કરી લો. આમ કરવાથી તમારા વાળમાં ખોડાની સમસ્યા દૂર થશે. વાળ અંદરથી મજબૂત બનશે. અને વાળની ચમક પણ વધશે.