દિવાળીના તહેવાર પછી મકર રાશિમાં ગોચર કરશે ગુરુ, આ રાશિઓનું રાશિ પરિવર્તન થવાથી થશે લાભ, જાણો તમે પણ

નવેમ્બર મહિનો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ મહિનામાં કેટલાક ગ્રહોની ચાલ બદલાઈ રહી છે. જેમાંથી એક ગુરુ બૃહસ્પતિ દેવ પણ શનિ ગ્રહની રાશિ ,કર રાશિમાં ગોચર કરશે.

image source

ગુરુ ગ્રહ દિવાળી પછી મકર રાશિમાં તા. ૨૦ નવેમ્બર, ૨૦૨૦ શુક્રવારના રોજ પ્રવેશ કરશે. બૃહસ્પતિ દેવ દેવતાઓના ગુરુ છે અને સુખ- સુવિધાઓ, સંપત્તિ અને ધનનો કારક માનવામાં આવે છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા મુજબ ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન થવાથી કેટલીક રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પડે છે તો ત્યાં જ કેટલીક રાશિઓ પર નકારાત્મક પ્રભાવ જોવા મળશે. જાણીએ આ રાશિ પરિવર્તન થવાથી કઈ કઈ રાશિઓને થશે લાભ.:

-મેષ રાશિ:

image source

ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન થવાથી મેષ રાશિના જાતકોને સકારાત્મક પ્રભાવ જોવા મળશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ધંધા-
રોજગારમાં પ્રગતિના યોગ બની શકે છે અને વૈવાહિક જીવનમાં પ્રસન્નતા વધશે. વિદ્યાર્થીઓને પણ ખુશખબરી મળી શકે છે.

-મિથુન રાશિ:

એવું માનવામાં આવી રહ્યું છે કે, આ રાશિ પરિવર્તન થવા દરમિયાન મિથુન રાશિના જાતકોનું અટકી ગયેલ કાર્યોમાં ઝડપ આવી શકે છે. વેપારમાં પણ મિથુન રાશિના જાતકોને શુભ પરિણામ મળી શકે છે. બેરોજગાર યુવાનો માટે રોજગારના પણ અવસર પ્રાપ્ત થઈ શકે છે.

-કન્યા રાશિ:

image source

કન્યા રાશિના જાતકો માટે ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન થવાથી સારા Samachar લઈને આવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ગુરુ ગ્રહના ગોચર દરમિયાન કન્યા રાશિના જાતકોને નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે અને ઘર અને વાહન ખરીદવાનું સપનું પણ પૂરું થઈ શકે છે. રૂષ્ટ થઈ ગયેલ મિત્ર પણ આપના જીવનમાં પાછા આવી શકે છે.

-તુલા રાશિ:

image source

તુલા રાશિના જાતકો માટે ગુરુ ગ્રહનું ગોચર થવા દરમિયાન શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તુલા રાશિને પારિવારિક સુખમાં વધારો થવાની સાથે સાથે સંતાનના વિવાહની સમસ્યા સમાપ્ત થઈ શકે છે. આપના ઘરમાં નવા મહેમાનના આગમન થવાના શુભ સમાચાર મળી શકે છે.

-કુંભ રાશિ:

image source

કુંભ રાશિના જાતકો માટે ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન થવાથી ધન લાભ થવાનો યોગ બની શકે છે. જુના રોકાણમાં લાભ થવાની સાથે જ વેપારમાં પણ ધન લાભ થઈ શકે છે. જમીનમાં રોકાણ કરવા માટે પણ આ સમય ઉત્તમ છે.

-મકર રાશિ:

image source

ગુરુ ગ્રહના રાશિ પરિવર્તનથી મકર રાશિના જાતકોને ધાર્મિક યાત્રા પર જવાના યોગ બની શકે છે. શિક્ષા સાથે જોડાયેલ ક્ષેત્રમાં નવી ઓળખ બનાવી શકો છો.