દિવાળી પર જાણી લો તમારા ફાયદાની વાત, કોરોના કાળમાં આટલું ખાસ રાખજો ધ્યાન, જાણી લો ફાયદાની વાત

આ વખતે કોરોનાએ દરેક તહેવારની મજા બગાડી નાંખી છે. સાથે જ દરેક તહેવારો ઉજવવાની રીત પણ બદલાઈ છે. એવામાં આખા વર્ષના તહેવાર આમ જ જતાં રહ્યા અને હવે વર્ષનો છેલ્લો તહેરવાર દિવાળી એક જ બાકી રહી છે. આમ તો હવે દિવાળી પણ ગણવાના જ દિવસો બાકી છે સાથે જ ગુજરાતીઓના નવા વર્ષને પણ હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે દિવાળીના તહેવારને લઇ લોકોએ શું તકેદારી રાખવી તે અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સૂચન આપવામાં આવ્યા છે.

રાજકોટ મનપાના નાયબ આરોગ્ય વિભાગના અધિકારી પંકજ રાઠોડએ કહ્યું કે….

image source

આ મામલે આરોગ્ય અધિકારીએ દિવાળી અને બેસતા વર્ષના દિવસે મીઠાઈ અને મુખવાસના બદલે એલચી, લવિંગ, ઉકાળો, લીંબુ અને હળદરવાળું દૂધ અસરકારક હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, લોકોએ દિવાળીના તહેવાર પર કઈ રીતે સાવચેતી રાખવી તે અંગે રાજકોટ મનપાના નાયબ આરોગ્ય વિભાગના અધિકારી પંકજ રાઠોડએ જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે.

image source

દિવાળી અને નવા વર્ષના દિવસે લોકો એકબીજાને ઘરે જઈને લોકો શુભેચ્છા પાઠવતા હોય છે. પણ હાલની કોરોનાની સ્થિતિમાં આ વખતે લોકોએ વધુ સાવચેતી સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવી પડશે.

કરવા પડશે આ વખતે આટલા ફેરફાર

image source

જમવામાં અને ખોરાકમાં પણ શું લેવા એના વિશે વાત કરવામાં આવી હતી. તો આવો એ પણ જાણીએ કે શું ફાયદાકારક છે અને સ્વાસ્થ્ય માટે શું સારુ છે. આ સાથે મીઠાઈની જગ્યાએ કઠોળ વધુ ખાવા ખુબ જ ફાયદાકારક છે. વધુમાં પંકજ રાઠોડે જણાવ્યું હતું કે દિવાળી અને બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને મીઠાઈ, ઠંડા પીણા, મુખવાસ ખવડાવતાં હોય છે તેની બદલે જો આ વખતે મુખવાસમાં એલચી, તજ, લવિંગ, ખજૂર, આમળા તેમજ ખાણીપીણીમાં ઉકાળો, મોસંબીનું જ્યૂસ, હળદરવાળું દૂધ, લીંબુ, મધવાળું પાણી, નારિયેળ પાણી આપવામાં આવે તો એ લોકો માટે વધુ અસરકારક રહેશે.

ક્યારે છે દિવાળી 2020

image source

આ વર્ષે કારતક મહિનાની અમાસના દિવસે એટલે કે 14 નવેમ્બ શનિવારે દિવાળીનો તહેવાર છે. અમાસની તિથિનો પ્રારંભ 14 નવેમ્બર બપોરે 2 વાગ્યે 17 મિનિટેથી થશે. જે 15 નવેમ્બર 10 વાગ્યાને 36 મિનિટ સુધી રહેશે. એવામાં દિવાળીનો તહેવાર 14 નવેમ્બરના દિવસે મનાવવામાં આવશે.

લક્ષ્મી પૂજાનું મુહૂર્ત

image source

આ વર્ષે લક્ષ્મી પૂજાનું મહત્વ પ્રદોષ કાળમાં 1 કલાક 56 મિનિટ માટે બની રહ્યું છે.દિવાળીના દિવસે લક્ષ્મી પૂજાનું મુહૂર્ત સાંજે 5 વાગ્યેને 28 મિનિટથી લઇ 7 વાગ્યેને 24 મિનિટ સુધી રહેશે.