દિવાળીમાં સગા-સંબંધીઓને ના આપો આ વસ્તુઓ, પૂજામાં ઉપયોગ કરો આ રંગના ફૂલોનો

દેશભરમાં દિવાળી ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરીવાર સાથે ખુશીથી ઉજવવાનો આ તહેવાર ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. આ પર્વ પર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા પૂજા પાઠ કરવામાં આવે છે. ઘરની સાફ-સફાઈ કરી અને ઘરમાં દીવડા પ્રગટાવી અને રંગોળી કરવામાં આવે છે. ત્યારપછી પૂજા અર્ચના કરી માતાને આમંત્રિત કરવામાં આવે છે.

આ પર્વ પર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક ઉપાય અને ટોટકા કરે છે. તેવામાં જો તમે પણ ઈચ્છતા હોય લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા તો આ દિવસે થોડી વાતોનું ધ્યાન ચોક્કસથી રાખવું. આ એવા કેટલાક કામ છે જે દિવાળી પર કરવા જોઈએ નહીં.

સૂર્યોદય બાદ ઊંઘવું

image source

દિવાળીના દિવસે સૂર્યોદય બાદ પણ ઊંઘતા રહે છે તેના પર માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે. દિવાળીના દિવસે તમારે સવારે વહેલા જાગી જઈ અને પૂજા-અર્ચના કરવી જોઈએ. આ દિવસે બધા જ કુટુંબીજનોએ સવારની પૂજામાં સાથે જોડાવું જોઈએ અને ભગવાનની પૂજા કરવી જોઈએ.

નખ કાપવા

image soucre

દિવાળી પર નખ અને વાળ કાપવા પણ અશુભ માનવામાં આવે છે. તમારે દિવાળીના એક દિવસ પહેલા આ બધા કાર્ય સમાપ્ત કરવા જોઈએ. દિવાળી પર આ બધી બાબતોમાં સમય બગાડવાના બદલે પરીવાર સાથે આનંદથી સમય પસાર કરવો જોઈએ. આ સિવાય જરૂરીયાતમંદ બાળકોની મદદ કરીને પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો.

મૂર્તિઓની સ્થાપના

image soucre

દિવાળીની પૂજા કરતી વખતે તમામ દેવી-દેવતાઓની મૂર્તિઓને યોગ્ય ક્રમમાં રાખો. ભગવાન ગણેશ, લક્ષ્મીજી, ભગવાન વિષ્ણુ, માતા સરસ્વતીની મૂર્તિઓ ડાબેથી જમણે સ્થાપિત કરો. અયોગ્ય ક્રમમાં મૂર્તિઓ રાખવાથી દેવ નારાજ થાય છે.

ભેટો આપતી વખતે ધ્યાન રાખો

image soucre

દિવાળી નિમિત્તે કોઈને ચામડાની વસ્તુ ભેટ ન કરો. ભેટ આપતી વખતે મીઠાઈનો ઉપયોગ કરી શકો છો.

ભગવાન વિષ્ણુ

image soucre

ભગવાન વિષ્ણુ વિના ભગવાન લક્ષ્મીજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુની મૂર્તિ રાખવાનું ભૂલશો નહીં. પૂજા પુરી થયા પછી સામાન વેરવિખેર ન છોડો. પૂજા સ્થળને સારી રીતે સાફ કરો અને અખંડ દિવો પ્રગટાવો.

શુભ રંગ લાલ

image source

ઘરને સુશોભિત કરતી વખતે, એટલે કે, મીણબત્તીઓ લગાવતી વખતે, ધ્યાનમાં રાખો કે મહત્તમ જગ્યાએ લાલ રંગનો ઉપયોગ થાય. દિવાળી પર લાલ રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. દિવાળીની પૂજામાં લાલ ફૂલ પણ રાખી શકાય છે.

વાદ-વિવાદ અને ઝઘડો

image soucre

આ દિવસે ઘરમાં કોઈ વાદ-વિવાદ કે ઝઘડો ન થવો જોઈએ. મા લક્ષ્મી તેવા ઘરમાં ક્યારેય રહેતા નથી જ્યાં લોકો વચ્ચે ઝઘડા અને દલીલો થાય છે. પરિવારના તમામ સભ્યો સાથે માતા લક્ષ્મીજીની આરતી કરો.

પત્તા ન રમો

image source

દિવાળીની રાત્રે ઘણા લોકો પત્તા રમે છે અને દારૂ અને ધૂમ્રપાનનું સેવન કરે છે. પરંતુ આ દિવસે આ બધી વસ્તુઓ કરીને, તમે તમારી કમનસીબીને આમંત્રણ આપો છો. આ શુભ દિવસે, દરેક વ્યક્તિએ તેમના કુટુંબ અને મિત્રો સાથે મળીને સારા કાર્ય કરવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.