દિવાળીની સીઝનમાં પણ નહીં વધે ડાયાબિટીસ, અજમાવી લો આ ટિપ્સ

તહેવારની સીઝન શરૂ થઇ ચુકી છે અને હવે ધનતેરસ, દિવાળી અને ભાઇબીજ પણ નજીક છે. એવામાં લોકો વિવિધ પ્રકારના વ્યંજનો ઘરે બનાવશે અને કેટલાક તેને બહારથી પણ મંગાવી લે છે. પરંતુ ડાયાબિટીસથી પીડિત લોકો માટે તહેવારની સીઝનમાં મિઠાઇ અને વિવિધ વ્યંજનનું સેવન કરવું સરળ નથી હોતું.

image source

ભારતમા અંદાજે 5 કરોડ 70 લાખ લોકો ડાયાબીટીસની તકલીફ અનુભવે છે, મળતી માહિતી અનુસાર દર 2 મિનિટે 1 વ્યક્તિ આ બીમારીને કારણે મૃત્યુ પામે છે. આ સમયે જો તમે તહેવારમાં સાવધાની નહીં રાખો તો તમે મોટી મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.

ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. લોહીમા ખાંડનું સ્તર વધવા લાગે છે, અને વ્યક્તિની ધીમી ગતિએ પીડવાની પ્રક્રિયા થાય છે. આ રોગ લાંબા ટાઇમે એક મોટું રૂપ ધારણ કરી લે છે, જેનાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.

image source

જો તમે ડાયાબિટીસના પેશન્ટ છો તો તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખી લેવું જરૂરી બને છે.

દિવસમાં 2-3 વાર થોડું થોડું ખાઓ

image source

મોટાભાગે અનેક લોકો ખાતી સમયે અને નાસ્તા સમયે પણ પેટ ભરીને એકસાથે ખાઈ લેવાની ભૂલ કરી લેતા હોય છે. દિવસમાં 2 ટાઈમ પેટભરીને જમી લેવું અને એકવાર હેવી બ્રેકફાસ્ટ કરવાના બદલે તમે દિવસમાં 2-3 વખત અવારનવાર થોડું થોડું ખાતા રહો તે જરૂરી છે. તેનાથી શરીરમાં શુગરનું લેવલ સારી રીતે જળવાઈ રહે છે. આ સાથે દર્દીને ડાયાબિટીસ વધવાની પણ શક્યતા રહેતી નથી.

મિઠાઇને બદલે ખાઓ આ ચીજો

image source

દિવાળીનો તહેવાર વર્ષમામં એક જ વાર આવે છે. આ સમયે તમે જો વધારે મીઠાઈ ખાઈ લેશો તો તમારી હેલ્થને વધારે નુકસાન થઈ શકે છે. આ સમયે તમે એક કામ એ કરી શકો કે તમે નટ્સ અને સ્નેક્સનો ઉપયોગ કરી શકો છો. વારેઘડી કોઈનું પણ મન રાખવા મીઠાઈ ખાઈ લેવી તમારા માટે નુકસાનદાયી બની શકે છે.

શક્ય તેટલં વધારે પાણી પીઓ

image source

જ્યારે તમને ભૂખ કે તરસ લાગે ત્યારે તમે શક્ય તેટલું વધારે પાણી પીઓ. તેનાથી તમારું પેટ ભરેલું રહેશે. તમે વધારે ખાઈ શકશો નહીં. તમે જે ખોરાક ખાઓ છો તેને પચાવવા માટે પણ પાણીની વધારે જરૂર રહે છે. માટે તહેવારમાં કોલ્ડ્રિંક્સ કે ફ્રૂટ જયુસ નહીં પણ સાદુ પાણી પીતા રહો. જ્યુસ કે કોલ્ડ્રિંક્સનું સેવન પણ તમારી શુગર વધારી શકે છે.

બ્રાઉન રાઈસનો કરો ઉપયોગ

image source

જો તમે તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા ઇચ્છો છો તો તમે સફેદ ચોખાનું સેવન શક્ય તેટલું ટાળો તે જરૂરી છે. તમે તેના બદલે બ્રાઉન રાઈસ કે બ્રાઉન બ્રેડનો ઉપયોગ કરી શકો છો. તે શુગરનું પ્રમાણ મેન્ટેન કરે છે અને સાથે જ વજનને કંટ્રોલમાં રાખવા માટે પણ ઉપયોગી બને છે.

બેકરી ઉત્પાદનોને દૂર રાખો

image source

બેકરી ઉત્પાદનો જેવી કે બિસ્કિટ અને કેકનું સેવન જરા પણ ન કરશો. જ્યારે આ ચીજો બનાવવામાં આવે છે ત્યારે તેમાં જે ચીજો ઉમેરાય છેે તેનાથી પણ શુગર લેવલને અસર થાય છે. આ સિવાય તમે તળેલા પદાર્થોને ખાવાનું ટાળો તે પણ જરૂરી છે. તહેવારમાં મજા માણવા સાથે સ્વસ્થ રહેવું હોય તો તમે આ ટિપ્સની મદદ લઈ શકો છો.

દારૂનું સેવન ટાળો

image source

તહેવાર પર કેટલાક લોકો દારૂનો ઉપયોગ કરે છે. તેઓ માને છે કે આ ઉજવણીમાં આનંદ આવે છે. પરંતુ જો તમે ડાયાબિટિક છો તો તમારે આ કામ કરવાથી દૂર રહેવું. તે તમારા સ્વાસ્થ્યને માટે નુકસાન કર્તા બની શકે છે.