દિવાળીની મીઠાઈઓ ખરીદતાં રાખો આ સાવધાની, જાણો શુગર ફ્રી મીઠાઈ કેટલી સેફ છે

દિવાળી આવતા સાથે જ મીઠાઈની દુકાનો શુગર ફ્રી મીઠાઈઓથી ઊભરાવવા માંડે છે. આજકાલ ડાયાબિટીસના કેસ વધી જતા હેલ્થ કોન્શિયસ લોકો સાદી મીઠાઈ કરતા શુગર ફ્રી ખરીદવાનું પસંદ કરે છે. પરંતુ શુગર ફ્રીની જાળમાં ફસાતા પહેલા આ સ્વીટ ખરેખર શુગર ફ્રી હોય છે કે નહિ તે જાણી લેવુ તમારા માટે જરૂરી છે.

શુગર ફ્રી કેટલું સારું કેટલું ખરાબ

image source

ડાયાબિટીસમાં કેટલાંક દર્દીઓને શુગર ફ્રી મીઠાઈ ખાવાનું સખત મન થાય છે તો કેટલાંક વધારે નથી ખાતા. પરંતુ જે કિસ્સામાં દર્દીઓ પોતાની જાત પર કંટ્રોલ નથી રાખી શકતા, તેમને ચોક્કસ તકલીફ થાય છે. મોટી વયના ડાયાબિટીસના ક્લાયન્ટ આવ્યા હતા જે પોતાના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રો સાથે રહેતા હતા. જ્યારે તેમનું ફેમિલી બહાર ફરવા ગયુ ત્યારે તેમણે વધારે માત્રામાં શુગર ફ્રી મીઠાઈ ખાઈ લીધી હતી અને તેમનું શુગર વધી ગયુ હતુ. આ કારણે પેરાલિસીસ એટેક પણ આવી શકે છે. આથી ડાયાબિટીસના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું કે તે માપમાં જ શુગર ફ્રી મીઠાઈ ખાય.

સ્વીટ પસંદ કરતી વખતે ધ્યાન રાખો

image source

મીઠાઈ વિના દિવાળી ઉજવવી અશક્ય છે. એક ઘરેથી બીજા ઘરે જઈને વિવિધ વાનગીઓની લિજ્જત માણવામાં ડાયેટિંગ ગોલ્સ તો ક્યાંય પાછા છૂટી જાય છે. તેમાંય વળી ડાયાબિટીસ, બી.પી વગેરે બીમારીથી પીડાતા લોકો માટે આ દિવસો કપરા બની જાય છે. તે લોકો ન તો મીઠાઈ ખાવાની ના પાડી શકે છે ન તો તે મીઠાઈ ખાઈ શકે છે. આથી કેલેરી કે શુગર કોન્શિયસ લોકો શુગર ફ્રી સ્વીટ્સ ખાઈને મન મનાવે છે. લોકો કેલરી કોન્શિયસ થઈ જતા શુગર ફ્રી મિઠાઈઓના વેચાણમાં વધારો નોંધાયો છે. શુગર ફ્રી મીઠાઈ નુકસાન નથી કરતી પણ તમારે તે ખાતી વખતે ખૂબ જ સાવધ રહેવું પડે છે. ડાયાબિટીસનો દર્દી જો એમ વિચારી શુગર ફ્રી મીઠાઈ ખાય કે તેનાથી કોઈ નુકસાન નહિ થાય તો તે યોગ્ય નથી. શુગર ન હોય તેવા લોકો પણ શુગર ફ્રી મીઠાઈની અતિશયોક્તિ કરે તો તેમનું વજન વધી શકે છે.

દિવાળીમાં દર્દીઓની સંખ્યા વધી જાય છે

image source

રોજ પાંચથી છ ડાયાબિટીસના દર્દી ટ્રીટમેન્ટ માટે આવે છે પરંતુ દિવાળી નજીક આવતા આ નંબર વધી જાય છે. દિવાળી પૂરી થતા સુધીમાં તો શુગર ફ્રી મીઠાઈ ખાનારા દર્દીઓની સંખ્યા પણ વધી જાય છે.

ઝીરો કેલેરી કે શુગર ફ્રી મીઠાઈ ખાનારા લોકોને મેમરી લોસ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે

image source

નિષ્ણાંતો જણાવે છે કે આ મીઠાઈ કેવી રીતે નુકસાન કરે છે તેનો ચોક્કસ પુરાવો નથી પણ તે સ્વાસ્થ્યને નુકસાન કરે છે તે વાત પાક્કી છે. ડાયાબિટીસના દર્દીઓને લાગે છે કે કેલેરી અને કાર્બોહાઈડ્રેટ્સ વિનાના સ્વીટનરથી તેમનો ગળ્યુ ખાવાનો ચટાકો પણ પૂરો થાય છે અને બ્લડશુગર કે વજન વધવાની ચિંતા પણ નથી રહેતી. એક મોટી ગેરસમજ છે કે તમારે ડાયાબિટીસ હોય તો તમે અમુક શુગર વાળી ચીજ ન ખાઈ શકો.

image source

આ કારણે ડાયાબિટીસના દર્દીઓ શુગર ફ્રી સ્વીટ્સ ખાય છે. પરંતુ તેમને એ નથી ખબર હોતી કે આ મીઠાઈ વધારે નુકસાનકારક છે. આ સ્વીટ્સમાં સામાન્ય મીઠાઈ કરતા વધારે કેમિકલ્સ હોય છે. બજારમાં ઉપલબ્ધ ઝીરો કેલરી શુગર ફ્રી મીઠાઈ ખાવાની સલાહ નથી અપાતી. આવી મીઠાઈ ખાનારા લોકોને મેમરી લોસ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેઓ ખાંડના બદલે મધ કે ગોળ ખાઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.