દિવાળીમાં ગુજરાતના આ શહેરોમાં અચૂક માણો આ વાનગીઓની મજા, પ્રવાસ રહેશે યાદગાર

ગુજરાતમાં ફરવા લાયક અઢળક સ્થળો છે. પરંતુ ગુજરાતમાં જેમ બાર ગામે બોલી બદલાય છે તેવી જ રીતે તેની વાનગીઓ પણ બદલાય છે. અને આખી દુનિયા એ વાતથી અજાણ નથી કે ગુજરાત વિવિધ વાનગીઓ માટે પ્રસિદ્ધ છે. જ્યારે પણ કોઇ બિન-ગુજરાતીના મોઢે ગુજરાતનું નામ આવે ત્યારે સાથે સાથે ગાંઠીયા-ફાફડા-જલેબી જેવા શબ્દો પણ સરી જ પડે છે.

image source

જોયું આ શબ્દો વાંચતા જ આપની આંખોની સામે ફાફડા અને મોઢામાં પાણી આવી ગયું ને. આજે અમે આપને આ લેખમાં જણાવીશું કે ગુજરાતના કયા શહેરમાં કઇ વાનગી, કયું ફરસાણ, કે કયું ફળ ખૂબ જ વખણાય છે, જેથી આપ જ્યારે પણ ગુજરાતના એ શહેરનો પ્રવાસ ખેડો તો એ વાનગી ચાખવાનું ના ભૂલો. સામાન્ય રીતે આખા ગુજરાતમાં આપ ગમે ત્યાં જાવ આપને દરેક પ્રકારની વાનગીનો સ્વાદ ચાખવા જરૂર મળી રહેશે, જેમાં મેથીના ગોટા, ગાંઠીયા, જલેબી, ફાફડા, પાપડી, પાણીપુરી વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ જુદાજુદા શહેરની જુદી જુદી વસ્તુઓની કંઇક વાત જ ઔર છે..

અમદાવાદ

image source

અમદાવાદમાં જાણે પ્રવાસનનું હબ છે. અહીં આપને દરેક પ્રકારની વાનગી મળી રહેશે, ગુજરાતની જ નહીં પરંતુ અન્ય રાજ્યોની પણ. પરંતુ અહીં આવો તો રાયપુરના ભજીયા ચોક્કસ ટેસ્ટ કરવા. તેમજ આરટીઓ પાસે જેલના ભજીયા પણ ફેમશ છે, જેને સાબરમતી જેલના કેદીઓ બનાવે છે. આ ઉપરાંત આપને અહીં જલેબી, ફાફડા, પાપડી, પાણીપુરી બધું જ મળી જશે.

——–
ભાવનગર

image source

સૌરાષ્ટ્રમાં ભાવનગર ફરવાનું ઉત્તમ સ્થળ છે. જ્યારે પણ આપ ભાવસિંહના ભાવનગરમાં આવો તો અહીંના ગાંઠીયા ચાખવાનું ભૂલતા નહીં. અહીં ગાંઠીયા એકવાર ખાસો તો આખું જીવન યાદ રહીં જશે. જ્યારે ફળોમાં દાડમ, જામફળ વખણાય છે.

———
જુનાગઢ

image source

એક પ્રવાસીય સ્થળ તરીકે જુનાગઢ ફેમશ તો છે, તેના ઐતિહાસિક વારસાની સાથે સાથે તેની કેસર કેરી પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. જો અહીં આવો કો કેસર કેરી ખાવાનું ના ભૂલતા.

——-
સુરત

image source

સુરતને સોનાની મુરત તરીકે ઓળખવામાં આવે છે. અહીં હીરા અને જરી ઊદ્યોગ ખૂબ જ મોટા પાયે વિકસ્યો છે. પંરંતુ તેની સાથે સાથે અહીંનું ઊંધીયુ પણ ખૂબ વખણાય છે. તેમજ ઘારી અને પોંક અહીં જાણીતા છે.

—–
ખંભાત

image source

ખંભાતના અખાતમાં ગુજરાતની મોટા ભાગની નદીઓ મળે છે. જો આપ હલવો અને સુતરફેણી ખાવાના શોખીન હોવ તો ખંભાત શહેરમાં ચોક્કસ આવવું. અહીના તાળા પણ તેની મજબૂતાઇને માટે જાણીતા છે.

——-
ધોળકા

image source

ધોળકા એ અભિમન્યુની સાસરી કહેવાય છે. અહીંના જામફળ પણ એટલા જ જાણીતા છે. જામફળ પ્રેમીઓને આ શહેર વધારે આર્કષે છે.

—-
વલસાડ

image source

વલસાડ ગુજરાતના દક્ષિણમાં સૌથી છેલ્લે આવેલો જિલ્લો છે. તે ઓરંગા નદી પાસે આવેલું છે. જ્યારે પણ આપનું અહીં આવવાનું થાય ત્યારે હાફૂસ કેરી અને ચીકુ ખાવાનું ના ભૂલતા.

——
નડિયાદ

image source

નડિયાદને ચરોદર પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીનો લીલો ચેવડો આખા ગુજરાતમાં વખણાય છે.

——
રાજકોટ

image source

રાજકોટ તો રંગીલું શહેર છે. રાજકોટમાં ફરવાલાયક ઘણા સ્થળો છે પરંતુ જો આપ અહીં આવ્યા હોવ તો પેંડા ચોક્કસ ચાખવા અને ચીક્કી પણ અહીની ફેમસ છે.

——
ડાકોર

image source

કહેવાય છે કૃષ્ણ ભગવાન દ્વારકાથી ડાકોર આવ્યા હતા. ડાકોરના ગોટા ખૂબ જ ફેમશ છે. અહીં આપને તેનો લોટ પણ પેકિંગમાં મળી રહેશે જેને આપ ઘરે લઇ જઇને પણ બનાવી શકો છો. અહીંના મગધના લાડુ પણ ફેમસ છે.

—–
વડોદરા

image source

ગાયકવાડી નગરી વડોદરામાં ભાખરવડી ખૂબ જ ફેમસ છે. અહીં નાની મોટી અનેક પ્રકારની ભાખરવડી મળે છે. તેને નાસ્તામાં ખાસ કરીને વાપરવામાં આવે છે. તેની સાથે લાડુને પણ જાણીતા માનવામાં આવે છે.