શું તમે પણ ૧૩ નંબરને અપશુકનિયાળ માનો છો? પણ તેનું સાચું કારણ તમને ખબર છે? વાંચો…

એવું કેહવાય છે કે ૧૩ નંબર મોટા મોટા માણસોની સફળતા, મિલકત અથવા ખુશી એક પળમાં બરબાદ કરી શકે છે. એમાં પણ જયારે શુક્રવાર અને ૧૩ તારીખ બંને ભેગા હોય એ દિવસને વર્ષનો સૌથી unluckiest દિવસ માનવામાં આવે છે.

image source

કદાચ આ વિષે તમે જાણતા નહિ હોવ કે મોટી મોટી હોટેલો પણ ૧૩ નંબરનો રૂમ નથી રાખતા, એમાં ૧૨ નંબર પછી સીધો ૧૪ નંબર જ આવે છે.

આ ઉપરાંત ૧૩ નંબર પ્રત્યે લોકોની નજર બદલવા માટે 1881 માં, THE THIRTEEN CLUB ની રચના કરવામાં આવી હતી. આ ક્લબના 13 સભ્યોએ પ્રયત્નો કર્યા હતા પરંતુ તેઓ અમુક કારણોસર નિષ્ફળ રહ્યા હતા.

image source

લોકો શા માટે નંબર 13 થી બીતા હોય છે ? –

છેલ્લા સપરમાં 13 લોકો હતા –

જુડાસ ઇસ્કરિયોત જેણે ઈસુને દગો કર્યો હતો તેનુ ટેબલમાં 13 મા ક્રમે સ્થાન હતું. આથી ઘણા લોકો હવે ડરતા પણ હોય છે કે જો 13 લોકો એક ટેબલ પર એકસાથે ભોજન કરે, તો ડીનર કરવાવાળા માના ૧ સદસ્ય નુ મૃત્યુ એ વર્ષમાં જ થાય છે.

All About Paranormal — Friday 13
image source

નંબર 13 બીજા બધા કરતા અલગ પડે છે –

નંબર 12 ને ‘સંપૂર્ણતા’ ની નિશાની તરીકે માનવામાં આવે છે. ઓલિમ્પસના ભગવાનની સંખ્યા 12 હતી. ઘડિયાળના 12 કલાક, એક વર્ષમાં 12 મહિના અને રાશિચક્રમાં 12 ચિહ્નો છે. ખ્રિસ્તી ધર્મમાં, ઈસુના 12 પ્રેરિતો છે. તેથી, 13 નંબરને કમનસીબ માનવામાં આવે છે.

૧૩ અક્ષરો વાળું નામ પણ શેતાની શાબિત થયું છે.

તમને આશ્ચર્ય થશે કે કેટલા લોકો આ વાત સાચી માને છે. એવું કહેવાય છે કે જે લોકોનાં નામમાં 13 અક્ષરો હોય છે તેમને શેતાનની નસીબ હોય છે. Jack the Ripper માં 13 અક્ષરો છે અને તેને ત્યાર સુધીનો સૌથી ખતરનાક સીરીઅલ કિલર માનવામાં આવે છે.

image source

ડાકણોના સમૂહમાં પણ હોય છે ૧૩ સભ્યો –

પરંપરાગત રીતે, ડાકણોના સમૂહમાં હંમેશા 13 સભ્યો હોવાનું માનવામાં આવતું હતું અને તે ‘સામાન્ય’ લોકો સાથે ક્યારેય સારી રીતે બોલતા નહોતા. આ ઉપરાંત ડાકણો માટે, એક વર્ષ 13 ચંદ્ર મહિનાનુ માનવામાં આવે છે અને તેઓ મેલીવિદ્યા સાથે નજીકથી સંકળાયેલા હોય છે.

13 પગથિયાં ફાંસી તરફ દોરી જાય છે –

પરંપરા મુજબ, 13 પગલાં ફાંસી સુધી દોરી જાય છે. ફોર્ટ સ્મિથનામની ઐતિહાસિક જગ્યાના એક પાર્ક રેન્જરએ કહ્યું હતું, “ફાંસી તરફના13 પગલાં – 12 ઉપર અને એક નીચે.”

Why is Friday the 13th Considered Unlucky? | Mental Floss
image source

શુક્રવાર અને 13 મી તારીખ –

નંબર સાથે ઘણી અંધશ્રદ્ધાઓ સંકળાયેલા છે – તમારા વાળ કાપી નાંખો, એક કબ્રસ્તાન ન પસાર કરો, એક સીડીની નીચે ન ચાલો, અને તેજ પ્રમાણે લોકો પણ આ દિવસથી વ્યવસાય ચાલુ કરવાનું ટાળે છે.

હોટેલ્સમાં પણ નથી હોતો 13 નંબરનો રૂમ –

એવી ઘણી હોટલ છે કે જેમાં ૧૩ નંબરનો રૂમ હોતો જ નથી. લંડનની કાર્લટન હોટેલમાં તો 13 મો માળ જ નથી. એ જ રીતે, કેટલાક વિમાનોમાં પણ કોઈ 13 નંબરની રો નથી હોતી.

image source

આટલા કારણો અમને મળ્યા છે ૧૩ નંબરની અંધશ્રદ્ધા પાછળના.

તમને પણ જો આવું કોઈ કારણ ખબર હોય તો કોમેન્ટ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.