શું તમને પણ મોડા સુધી ઉંઘવાની આદત છે, તો તમને થઈ શકે છે આ ગંભીર બીમારી…

પૂરતી ઉંઘ ન લેવાથી થતાં નુકસાન વિશે તો તમે જાણતાં હશો પણ વધુ ઉંઘવાથી પણ સ્વાસ્થ્યને કેટલાક નુકસાન થાય છે તેના વિશે મોટાભાગના લોકો જાણતા નહીં હોય. પણ ઘણાં આળસુ લોકો સવારે 11-12 વાગ્યા સુધી ઉંઘી રહે છે અને 10-11 કલાકની ઉંઘ લે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.આ સમયે ઉંઘવાતી તમારું મગજ મનગઢડત યાદોમાં રહે છે. હાલમાં કરવામાં આવેલ એક રિસર્ચમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે.

You And Your Growing Teenager's Sleeping Habits - momsxyz
image source

લેકાસ્ટર યૂનિવર્સિટીમાં આ રિસર્ચના નિષ્ણાતોએ જણાવ્યું કે, તમારે દિવસમાં એક કલાક અને 45 મિનીટની ઉંઘથી તમે તમારા અનુભવો ભૂલી શકો છો. જો કે, ઉંઘવાથી યાદશક્તિ વધે છે, પરંતુ આપણા મગજના ડાબા હિસ્સામાં યાદશક્તિ ઓછી થવા લાગે છે. ઉંઘવાથી આપણા મગજમાં આખા દિવસનાં એકઠી કરવામાં આવેલી સૂચનાઓથી આઝાદી મળે છે. આપણા મગજમાં તમાત ખરાબ વસ્તુ દૂર થઈ જાય છે. આ રીતે અમારા મગજમાં નવી સૂચનાઓ, યાદો અને અનુભવ માટે નવી જગ્યા બનાવાનું કામ કરે છે.

Teens may get more sleep when school starts later | Penn State ...
image source

પરંતુ તેનાથી વિપરીત નિષ્ણાતોનું કહેવું છે કે, દિવસમાં ઉંઘવાથી તેનાથી મગજમાં ઉંધી અસર થાય છે. તેનાથી યાદશક્તિ ઓછી થઈ જાય છે અને એવી વાત મગજમાં બેસી જાય છે જે અસલી જીવનમાં ક્યારે નથી હોતી. તે સિવાય વ્યક્તિને એક અજાણ્યો ડર સતાવે છે. તેમજ ખરાબ વિચારોમાં મગજમાં આવે છે. નિષ્ણાતોએ રિસર્ચમાં જણાવ્યું કે, દિવસમાં નહીં પણ રાતે પણ વધારે ઉંઘવાથી તેની પણ મગજને અસર થાય છે. દિવસમાં ઉંઘવાથી મગજનો ડાબો હિસ્સો વધારે પ્રભાવિત થાય છે.

Premature heart disease - Harvard Health
image source

હાર્ટની સમસ્યા-

અમેરિકામાં કરવામાં આવેલા એક રિસર્ચ મુજબ 9 કલાકથી વધુ ઉંઘ લેનાર વ્યક્તિને હાર્ટ ડિસીઝનો ખતરો બમણો વધી જાય છે. તેનાથી હાર્ટ અટેક આવવાની સંભાવના વધી જાય છે. તેમજ હૃદય સંબંધિત બીમારી થઈ શકે છે.

વજન વધવા લાગે છે-

વધારે સમય સુધી સૂવાથી શરીરમાં ક્લોક ડિસ્ટર્બ થાય છે અને વ્યક્તિનો સ્વભાવ આળસુ થઈ જાય છે. જેના કારણે વજન વધવા લાગે છે. તેમજ મોટાપાની સમસ્યા પણ વધે છે.

ડિપ્રેશનની સમસ્યા થઈ શકે છે-

એક રિસર્ચ મુજબ જે લોકો 9 કલાક કે તેનાથી વધારે સૂવે છે તેમને ડિપ્રેશનની બીમારી થવાની સંભાવના વધી જાય છે. આખો દિવસ મગજમાં ખરાબ વિચારો આવે છે, તેમજ કોઈ પણ કામમાં આવા લોકોનું મન નથી લાગતું. તેમજ અન્ય લોકોની સરખામણી કરતા આ લોકોવે ડિપ્રેશન થવાની સંભાવનાં 49 ટકા કરતા વધારે છે.

image source

માથાનો દુઃખાવો-

વધારે ઉંઘવાથી તેની અસર મગજ પર થાય છે. તેમજ તેની અસર બ્રેન ટ્રાંસમીટપ પર પડે છે. જેના કારણે એકાગ્રતા ઘટી જાય છે અને માથામાં સતત દુઃખાવો રહે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે પૂરતી ઉંઘ ન મળવાથી માથામાં દુઃખાવો થાય છે પરંતુ વધારે ઉંઘવાથી પણ આ સમસ્યા થાય છે.

ડાયાબિટીસની સમસ્યા-

વધારે પડતું ઉંઘવાથી ડાયાબિટીસ ટાઈપ-2 થવાનો ખતરો બમણો વધી જાય છે. જે લોકો વધારે સમય સુધી સૂઈ રહે છે તે લોકોમાં મોટાભાગે ડાયાબિટીસની સમસ્યા જોવા મળે છે. તેથી બને એટલું ઓછું સૂવુ જોઈએ.

image source

મગજ પર થાય છે ખરાબ અસર-

એક રિસર્ચ પ્રમાણે 9 કલાકથી વધારે ઉંઘવાથી મગજ જલ્દી ખરાબ થઈ જાય છે. તેમજ યાદશક્તિ ઓછી થઈ જાય છે. તેમજ ભૂલવાની બીમારી થવાની સંભાવના વધી જાય છે. મજગમાં ખોટા ખોટા વિચારો આવે છે.

image source

કમરમાં દુઃખાવાની સમસ્યા-

વધારે પડતું ઉંઘવાથી શરીરની માંસપેસિયો જકડાઈ જાય છે. જેના લીધે બેક પેઈનની સમસ્યા થાય છે. તેમજ બેસવા-ઉઠવામાં બહુ તકલીફ થાય છે. શરીરના અમુક અંગોમાં દુઃખાવો થાય છે.

ગર્ભઘારણ થવાની સંભાવના ઘટી જાય છે-

એવું કહેવામાં આવે છે, 9-11 કલાક ઉંઘનારી સ્ત્રીઓમાં ગર્ભધારણ કરવાની સંભાવના ઓછી થઈ જાય છે. તેઓ જલ્દી માં નથી બની શકતી. તેમજ મિસ્કેરજ થવાની સમસ્યા થઈ શકે છે. ગર્ભ પર પણ ખરાબ અસર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.