શું તમે જાણો છો આ ખજાના વિષે???

તમે હંમેશા પુસ્તકોમાં, વાર્તામાં સાંભળ્યું હશે કે રાજા-મહારાજાઓએ કોઈ જગ્યા પર ખજાનો છુપાવ્યો હતો. જેને હજી સુધી કોઈ શોધી શક્યું નથી. ઘણા લોકોએ પ્રયાસો કર્યા પણ કોઈ છુપાયેલો ખજાનો શોધી શક્યું નથી. તમે અનેક પુસ્તકોમાં આ રસપ્રદ વાર્તાઓ વાંચી હશે, જેને વાંચીને તમને પણ એવું લાગ્યું હશે કે તમને પણ આવો ખજાનો મળી જાય તો મજા આવી જાય. પરંતુ તમને આ વાતો માત્ર વાતો જ લાગતી હશે. પરંતુ ફિલ્મો કે પુસ્તકોમાં બતાવવામાં આવેલા આ ખજાના વિશે વાંચીને લોકોને હંમેશા એવું વિચારે છે કે શું સાચે જ આવો ખજાનો છુપાયેલો હોય છે.

આ સવાલનો જવાબ હા છે. આપણા દેશમાં અનેક જગ્યાઓ પર આવો કુબેરનો ખજાનો છે, જેનાથી આખો દેશ માલામાલ થઈ શકે છે. તો ચાલો આજે જાણીએ કે, એવી કઈ જગ્યાઓ છે જ્યાં ખજાનાઓ છુપાયેલા છે.

image source

1

અલવરનો ખજાનો

તમે કદાચ આ વાત નહિ જાણતા હોવ, પણ અલવર જિલ્લામાં એક બાલા નામનો કિલ્લો છે, જે આમ તો ટુરિઝમ સ્થળ છે. પરંતુ અહી મોટી માત્રામાં ખજાનો છુપાયેલો છે. જેને હજી સુધી કોઈ શોધી શક્યુ નથી. આ કિલ્લાના શસ્ત્રાગાર રાખવાના તહેખાનાને સીલ કરી દેવાયું છે, અને ત્યાં જવાની કોઈને પરમિશન નથી.

image source

2

હૈદરાબાદનો ખજાનો

હૈદરાબાદમાં જેકબ નામનો એક હીરો છે, જે વિશ્વનો સાતમો સૌથી મોટો અનકટ હીરો છે. તે કોહિનૂર કરતા પણ બે ગણો મોટો છે. આ હીરા વિશે અનેક સ્ટોરીઝ પ્રચલિત છે. એવું કહેવાય છે કે, નિઝામને આ હીરો એટલો ગમી ગયો હતો કે, તેને આ હીરો એક જ ઝાટકે કોઈ પણ ભાવતોલ કર્યા વગર ખરીદી લીધો હતો અને પોતાનું નામ આપીને પાસે રાખી લીધો હતો. વર્ષ 1995માં એક કરાર બાદ કેન્દ્ર સરકારે માત્ર 218 કરોડ રૂપિયામાં તેને ખરીદી લીધો હતો. જોકે, તમામ આભૂષણોની કિંમત તે સમયે 2000 કરોડ હતી.

image source

3

પાટણનો ખજાનો

ગુજરાતનું પાટણ શહેર પોતાનામાં ઈતિહાસની ઉજળું પાનું ધરબીને બેઠું છે. અહી ઘણો મોટો ખજાનો છુપાયેલો છે. અહી એક શિવમંદિર છે, જેની પાસે એક સમાધિ છે. આ મંદિરની દેખરેખ કરનારા સોવન પરિવારનો દાવો છે કે, અહી તેમની ત્રણ-ત્રણ પેઢીઓએ આ સમાધિ નીચે ખજાનો છુપાવ્યો છે.

image source

આવી અનેક વાતો એવી છે જે ખજાના સુધી પહોંચે છે, અને દેશમાં ઠેકઠેકાણે ધરબાયેલી છે. આ વાર્તાઓમાં અલગ અલગ પ્રકારની ધારણાઓ બતાવવામાં આવી છે, જે વિવિધ રસ્તાઓ સુધી પહોંચે છે. આ કારણોથી જ ભારતને સોનાની ચીડિયા કહેવામા આવતું હતું. આ દેશમાં અંગ્રેજોની હુકૂમત પહેલા બહુ જ ધન હતું, આજે તે ક્યાંક છુપાયેલું છે તો ક્યાંક બચાયેલું છે. જે કેટલીક ગુફાઓ અને પદ્મનાભસ્વામી મંદિરના તહેખાનાની અંદર બંધ પણ છે. જ્યાં સામાન્ય માણસને પહોંચવું બહુ જ મુશ્કેલ છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અવનવી અને અદ્ભુત વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.