હવે માત્ર તમે આટલી જ મિનિટમાં જાણી શકશો કે તમે કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ?
આખી દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વના બધા જ દેશના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની વેક્સિન પર રીસર્ચ કરી રહ્યા છે. ત્યારે ઘણા બધા દેશોને કોરોના વાયરસની વેક્સિનને હવે માનવ પરીક્ષણ સુધી પણ રીસર્ચ પહોચી ગઈ છે ત્યારે અમેરિકાની એક ટીમને કોરોના વાયરસ સંક્રમણ વિષે ઘણી મોટી સફળતા મળી છે. આ ટીમ એક એવા સેંસર પર કામ કરી રહી છે જે વ્યક્તિને છીક આવવાથી કે પછી ખાંસી આવવાથી જાણી શકાશે કે વ્યક્તિને કોરોના વાયરસના સંક્રમણનો શિકાર થયો છે કે નહી. અમેરિકાની ટીમ દ્વારા કામ ચાલી રહેલ આ સેંસરને મોબાઈલ ફોન સાથે એટેચ કરવાનો રહેશે.

અત્યાર સુધી વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે ૩.૨ લાખ વ્યક્તિઓએ પોતાના જીવ આ મહામારીના કારણે ગુમાવી દેવા પડ્યા છે. ઉપરાંત ૫૦ લાખથી વધારે વ્યક્તિઓ આ કોરોના વાયરસ સંક્રમણનો શિકાર થઈ ગયા છે. અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણથી ગ્રસ્ત વ્યક્તિઓની સંખ્યામાં રોજબરોજ વધારો થતો જઈ રહ્યો છે ત્યારે કેટલાક દેશોમાં ટેસ્ટીંગ કરવાનું પ્રમાણ ખુબ જ ઓછું હોવાથી યોગ્ય આંકડાઓ જાણી શકાયા નથી. જો કે, થોડાક સમય પહેલા જ અમેરિકાની એક રીસર્ચ ટીમ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ ડિવાઈસની મદદથી ફક્ત એક જ મીનીટમાં કોરોના વાયરસ ટેસ્ટનું પરિણામ સામે આવી શકે છે.

કેટલીક મળેલ જાણકારી મુજબ, અમેરિકાની રીસર્ચ ટીમ દ્વારા બનાવવામાં આવતું આ સેંસર આવનાર ત્રણ મહિનામાં બજારમાં આવી શકવાની સંભાવના છે. ઉપરાંત આ સેંસર કીમત ૫૫ ડોલર જેટલી એટલે કે ૪૧૦૦ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે.
સેંસર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.:

આ સેંસર ડિવાઈસને બનાવી રહેલ ટીમનું નેતૃત્વ પ્રોફેસર મસુદ અઝહર કરી રહ્યા છે. પ્રોફેસર મસુદ અઝહર જણાવે છે કે, આ સેંસર ડિવાઈસ કોરોના વાયરસને ટ્રેક કરવામાં ખુબ મહત્વનો ભાગ ભજવશે. પ્રોફેસર મસુદ અઝહર અમેરિકા યુનીવર્સીટી ઓફ યુટોમાં એક એન્જીનીયર છે. પ્રોફેસર મસુદ અઝહર જણાવે છે કે, આ સેંસર ડિવાઈસને ઝીકા વાયરસ ડિટેકટ કરવા માટે બનાવવામાં આવ્યું હતું પણ હવે આ સેંસર ડિવાઈસ પર કોરોના વાયરસ ટેસ્ટીંગ પર કામ ચાલી રહ્યું છે. રિસર્ચર જણાવે છે કે, આ સેંસર ડિવાઈસની શોધ એક વર્ષ પહેલા ઝીકા વાયરસ માટે કરવામાં આવી હતી પરંતુ હવે આ સેંસર ડિવાઈસ પર કોરોના વાયરસને ડિટેકટ કરવા માટેની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.

ફક્ત એક મીનીટમાં પરિણામ સામે આવશે.:
અમેરિકાની એક ટીમ દ્વારા પ્રોફેસર મસુદ અઝહરના નેતૃત્વ હેઠળ આ સેંસર ડિવાઈસ બનાવવામાં આવી રહ્યું છે. જે એક ઇંચ પહોળું પોટોટાઈપ જેવું છે. આ સેંસર ડિવાઈસ હોવાથી બ્લુટુથની મદદથી કોઇપણ સ્માર્ટ ફોન સાથે કનેક્ટ કરી શકાય છે. આ સેંસર ડિવાઈસની નજીક જો કોઇપણ વ્યક્તિ શ્વાસ લે છે, છીક ખાશે કે પછી ખાંસી ખાશે તો પણ આ સેંસર ડિવાઈસ આસાનીથી જણાવી દેશે કે, એ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત છે કે નહી.

સેંસર ડિવાઈસનો ઉપયોગ કેવી રીતે કરશો.:
અમેરિકાની એક ટીમ દ્વારા બનાવવામાં આવેલ આ સેંસર ડિવાઈસનો ઉપયોગ કરતા પહેલા આપે આ સેંસર ડિવાઈસને આપના સ્માર્ટ ફોનના ચાર્જીંગ પ્લગમાં એટેચ કરવાનું રહેશે. ત્યાર પછી તેના માટે જરૂરી એપ એ આપના ફોનમાં ખોલવાની છે. ત્યાર પછી એક જ મિનીટમાં પરિણામ આપના સ્માર્ટ ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. આ સેંસર ડિવાઈસના રિસર્ચર જણાવે છે કે આ સેંસર પોતાનો કલર બદલીને કે પછી વિઝ્યુંઅલી (જોઈ કે વાંચી શકાય તેમ) વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત છે કે નહી તેનો સંકેત આપશે. સેંસર માંથી ઇલેક્ટ્રિક કરંટની મદદથી છેલ્લે લેવામાં આવેલ સેમ્પલને નષ્ટ કરીને બીજી વાર તપાસ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.