શું તમે જાણો છો કેેમ શિલ્પા શેટ્ટીને સરોગસીનો સહારો લેવો પડ્યો?

આ બીમારીના કારણે શિલ્પાના વારંવાર મિસકેરેજ થતાં હતા, અને માટે જ તેણીને બીજા સંતાન માટે સરોગસીનો સહારો લેવો પડ્યો

આજ કાલ બોલીવૂડમાં ઘણા બધા એક્ટર્સ તેમજ એક્ટ્રેસ સંતાનો માટે સરોગસીનો સહારો લઈ રહ્યા છે. જેના ઉદાહરણ તરીકે તમે કરણ જોહર, તુષાર કપૂર, એકતા કપૂર, શાહરુખ ખાન, આમીર ખાન વિગેરેને લઈ શકો છો. આ લોકોને જો કે તેના કારણે કેટલીક ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો છે. જો કે તે તેમની અંગત લાઈફ છે અને તેમણે જે સંજોગોમાં તે નિર્ણયલ લીધા હોય તે વિષે લોકો નથી જાણતા અને કશું જ સમજ્યા વગર તેમની ટીકા કરવા લાગે છે.

Shilpa Shetty's daughter Samisha turns 40 days old: Would have ...
image source

શિલ્પા શેટ્ટી સાથે પણ તેવું જ ઘટ્યું હતું. થોડા સમય પહેલાં શિલ્પા શેટ્ટીએ પોતાની નવજાત બાળકીની તસ્વીર શેર કરી પોતે બીજી વાર માતા બન્યાના સમાચાર સોશિયલ મિડિયા દ્વારા પોતાના ફેન્સને આપ્યા હતા. જેમાં ઘણા લોકોએ તેણીને અભિનંદન પાઠવ્યા હતા તો ઘણા લોકોએ તેણીની સરોગસી માટે ટીકા પણ કરી હતી. પણ તાજેતરમાં શિલ્પાએ તે બાબતે દીલ ખોલીને વાત કરી છે.

શિલ્ફા શેટ્ટીએ 15મી ફેબ્રુઆરી 2020ના રોજ સરોગસી દ્વારા એક બાળકીની માતા બની છે. આ પહેલાં 21 મે 2012ના રોજ તેણે દીકરા વિયાનને જન્મ આપ્યો હતો. તાજેતરમાં એક ઇન્ટર્વ્યૂમાં શિલ્પાએ જણાવ્યું છે કે શા કારણે તેણે બીજા બાળક માટે સરોગસીનો સહારો લેવો પડ્યો.

image source

તેણીએ આ ઇન્ટર્વ્યૂમાં પોતાની પ્રેગ્નન્સીમાં જે કંઈ પણ કોમ્પ્લીકેશન્સ આવ્યા હતા તે વિષે વાત કરતા જણાવ્યું હતું, ‘વિયાનનો જન્મ થયા બાદ લાંબા સમય સુધી મને બીજા બાળકની ઇચ્છા હતી. પણ મને કેટલાક હેલ્થ ઇશ્યુ હતા. મને ઓટો ઇમ્યૂન બીમારી હતી જેને APLA પણ કહેવાય છે. જ્યારે પણ હું પ્રેગ્નન્ટ થતી આ બીમારી મને તેના ઝપાટામાં લઈ લેતી. તેના કારણે મારે કેટલીએ વાર મિસકેરેજનો પણ સામનો કરવો પડ્યો હતો. આ એક જેન્યુઈન ઇશ્યુ હતો. હું નહોતી ઇચ્છતી કે વિયાન એક સિંગલ કીડ તરીકે મોટો થાય. કારણ કે અમે પણ બે બહેનો છીએ. મને ખબર છે કે બીજો ભાઈ કે બહેન હોવું કેટલું જરૂરી છે.

image source

શિલ્પા આગળ જણાવે છે, ‘તેને ધ્યાનમાં રાખતાં મે બીજા વિકલ્પો વિષે વિચારવાનું શરૂ કર્યું. પણ તેમાં મને કોઈ સફળતા ન મળી. એક સમયે મેં બાળકને એડોપ્ટ કરવાનો પણ વિચાર કર્યો, મારે માત્ર તેને મારું નામ જ આપવાનું હતું, બધું જ નક્કી હતું. પણ તે જ વખતે તે ક્રિશ્ચિયન મિશનરી બંધ થઈ ગઈ. મને ચાર વર્ષ સુધી રાહ જોવી પડી. ત્યાર બાદ હું ખુબ ચીડાઈ ગઈ હતી. અને ત્યાર બાદ મેં છેવટે સરોગસી દ્વારા બાળક મેળવવાનો નિર્ણય લીધો.

સરોગસીના અનુભવ વિષે વાત કરતાં શિલ્પા જણાવે છે, ‘ત્રણ વાર પ્રયાસ કર્યા બાદ અમને સમીશા મળી. એક વાર તો એવી પણ ક્ષણ આવી કે જ્યારે બધા જ પ્રયાસો બાદ મેં બીજા બાળકના વિચારને મગજમાંથી કાઢી નાખવાનું વિચાર્યું.

image source

શિલ્પાએ જણાવ્યું કે તેણે જ પોતાની દીકરીનું નામ સમીશા રાખ્યું છે. તેનો દીકરો હંમેશા ઇચ્છતો હતો કે તેણીને એક બેબી સીસ્ટર મળે. શિલ્પા પણ ઇચ્છતી હતી કે તેને દીકરી થાય. આ વાર્તાલાપમાં શિલ્પાએ એ પણ જણાવ્યું કે પહેલા બાળક બાદ તેણીને પોતાના વજનના કારણે ઘણી વાર બોડીશેમનો પણ સામનો કરવો પડ્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે પહેલી પ્રેગ્નન્સી દરમિયાન તેના વજનમાં 32 કીલોનો વધારો થયો હતો. અને બાળકના જન્મ બાદ તો ઓર વધારે 2-3 કિલો વજન વધી ગયું હતું અને મને તેનો ખ્યાલ પણ નહોતો રહ્યો.

image source

શિલ્પા એક પ્રસંગને અહીં ટાંકતા જણાવે છે, ‘વિયાનના આવ્યા બાદ જ્યારે હું પહેલીવાર રાજ સાથે ડિનર પર ગઈ હતી. ત્યારે ત્યાં ઘણી બધી મહિલાઓ કીટીમાં બેઠેલી હતી, તેમણે મને જોઈ. ત્યારે મેં તેમની ગુસપુસ કરતી વાતો સાંભળી હતી – ‘હે ભગવાન, શું આ શિલ્પા શેટ્ટી છે ?’ આ ઘણું ઇનસેન્સિટીવ હતું. પણ મારા માટે તો તે એક વેકઅપ કોલ જ હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.