આ ગાર્ડ વરસાદમાં પોતે પલળીને કુતરાને બચાવે છે ભીનો થતા, પુરાવો છે આ તસવીરો

આપણે બધાને ચોમાસાની સિઝન ખૂબ પસંદ છે. એક ભારતીયને તો તે ખૂબ પસંદ હોય જ છે. અને ચોમાસાના પહેલા વરસાદમાં પલળવાની તો મજા જ કંઈક ઓર હોય છે. પણ વારંવાર વરસાદમાં પલળવું પણ લોકોને નથી ગમતું હોતું. જ્યારે ક્યારેય આપણે બહાર જઈ રહ્યા હોઈએ કે ખરીદી કરવા ગયા હોઈએ અને અચાનક વરસાદી ઝાપડું આવી જાય એટલે તરત જ આપણે પલળીએ નહીં તે માટે કાંતો છતરી ખોલી દેતા હોઈએ છીએ અથવા તો પછી કોઈ આશરો લઈ લેતા હોઈ છીએ. માણસો વરસાદ વિષે શું અનુભવે છે તે આપણે બધા જાણીએ છીએ પણ અબોલ પ્રાણીઓ વરસાદમાં પલળવા વિષે શું અનુભવે છે તે કોઈને ખબર છે ? નથી ખબર હોતી.

image source

તેવી જ રીતે કૂતરાઓને વારસાદમાં પલળવું ગમે છે કે નહીં તેની પણ કોઈને ખબર નથી. ક્યારેક તમે કૂતરાને પલળતા જુઓ છો તો વળી ક્યારેક તમે તેને ક્યાંક કોઈ છાપરા નીચે ઉભેલું વરસાદથી બચતું પણ જુઓ છો. બની શકે કે તેમને વરસાદમાં પળવું ન ગમતુ હોય, તેમને પણ પલળ્યા બાદ ઠંડી લાગતી હશે. પણ સામાન્ય માણસ તે બાબતે કંઈ ખાસ નથી વિચારતો.

image source

પણ આજકાલ સોશિયલ મિડિયા પર એક તસ્વીર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં એક સિક્યોરીટી ગાર્ડ પોતાની છતરી એક વરસાદમાં પલળી રહેલા સ્વાનની ઉપર રાખે છે અને પોતે વરસાદમાં પલળે છે. એટલે કે પોતાનો વિચાર કર્યા વગર જ તે કૂતરાને વરસાદના પાણીથી બચાવી રહ્યા છે.

આ તસ્વીર 28મી જૂને ટ્વિટર યુઝર @MelGracie_ દ્વારા શેર કરવામા આવી હતી. તેમણે કેપ્શનમાં લખ્યુ હતું, ‘આ મોરિસન્સ સિક્યોરિટી ગાર્ડને બધા બીરદાવો, જેણે કૂતરાને પલળવા ન દીધું. તેઓ જણાવે છે કે તમે ક્યારેય નથી જાણી શકતા કે ડોગ્સને વરસાદમાં કેવું લાગતુ હોય છે !’ તેમના આ ટ્વીટને અત્યાર સુધીમાં ઓમાઓછામાં ઓછા ડોઢ લાખ કરતા પણ વધારે લાઇક્સ મળી ગયા છે અને 20 હજાર કરતાં પણ વધારે તેને રી-ટ્વીટ કર્યું છે.

image source

ત્યાર બાદ ડોગના માલિકે પણ આ સિક્યોરીટી ગાર્ડનો આભાર માન્યો છે. ડોગના માલિકનું નામ ડેવીડ ચેરી છે. તેમણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર ગાર્ડનો આભાર માનતા લખ્યું છે, ‘વરસાદ શરૂ થતાં અમારા ફ્રેડી (ગોલ્ડન રિટ્રીવર ડોગ)ને પલળવાથી બચાવવા બદલ @dearmanethanનો દીલથી આભાર માનું છું !’

આ તસ્વીર પર ઘણા બધા લોકોએ ટ્વીટ પણ કર્યું છે, કેટલાકે લખ્યું છે કે બધા મનુષ્યોએ આવું જ વર્તન કરવું જોઈએ. તો વળી એકે લખ્યું કે ડોગ કેટલો ખુશ જણાઈ રહ્યો છે. તો વળી કેટલાકને આ તસવીરે ભાવુક બનાવી દીધા છે.

image source

છેવટે આ સિક્યોરિટી ગાર્ડની ઓળખ બહાર આવ્યા વગર ન રહી. ઇથન ડીયરમેન સ્કોટલેન્ડના Giffnock માં આવેલા મોરિસન્સ સુપરમાર્કેટમાં સિક્યોરિટિ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલથી આ તસ્વીર શેર કરીને લખ્યું, ‘એવું લાગે છે કે આજે મેં ઘણા બધા લોકોને ખુશ કરી દીધા.’ તેમના આ ટ્વીટને પાંચ હજાર કરતા પણ વધારે લાઇક્સ મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.