આ ખાસ અંદાજમાં કૂતરાએ બચાવ્યો માછલીનો જીવ, વિશ્વાસ ના હોય તો જોઇ લો આ વિડીયો

એક બાજુ માનવ-માનવના લોહીનો તરસ્યો થયો છે તો બીજી બાજુ આ કૂતરો – માછલીન જીવ બચાવી રહ્યો છે

આપણે આપણી જાતને માણસ એટલે કે મનુષ્ય કહીએ છીએ અને આપણે જે વર્તન કરીએ છીએ તેને માનવતા કહેવામા આવે છે. પણ હાલ માણસનું વર્તન કોઈ જાનવરોથી ઓછું નથી રહ્યું. તાજેતરમાં જ યુપીના એક શહેરમાં એક યુવતિ પર બળાત્કાર કરીને તેની સાથે અત્યંત ક્રૂર વર્તન કરવામા આવ્યું છે જે માનવતા તો શું પણ જંગલીયતને પણ ક્યાંય નેવે મુકી આવે તેવું વર્તન છે.

આ સિવાય પણ આપણી આસપાસ ઘણી હિંસક ઘટનાઓ બનતી હોય છે જેમાં ભાઈ-ભાઈની હત્યા કરી નાખે છે, પિતા -પુત્રની હત્યા કરી નાખે છે તો દીકરી પોતાના સગા પિતાને મારી નાખતા પણ ખચકાતી નથી. હાલ આપણી આસપાસ બધે જ માનવતાનું એક કદરૂપુ ચિત્ર જોવા મળી રહ્યું છે. પણ આ બધા વચ્ચે એક કૂતરાએ માછલીઓ માટે જે લાગણી વ્યક્ત કરી છે તે જોઈને આપણું હૃદય ભરાઈ આવે છે.

ઘણીવાર આપણે માણસો જેટલી સંવેદના નથી બતાવી શકતા, તેટલી એક નાનકડું પ્રાણી બતાવી દે છે. સોશિયલ મડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કૂતરો માછલીને બચાવી રહ્યો છે.

આ વાયરલ વિડિયો વન્ય વિભાગના અધિકારી સુશાંત નંદાએ શેર કર્યો છે. આ વિડિયો ખૂબ જ પ્રેરણાદાયક છે. તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક કૂતરો પોતાના માલિકની સાથે છે. એવુ લાગી રહ્યું છે કે કદાચ કૂતરાના માલિકને માછલી પાળવાનો શોખ છે. અને તેના માટે તે માછલીઓ લઈને આવ્યો છે. જેને એક ટબમાં રાખવામા આવી છે. વિડયોમાં જોઈ શકાય છે કે માછલી પાણી વગર પોતાના છેલ્લા શ્વાસ ગણી રહી છે.

કૂતરાએ ઝળકાવી માનવતા

કૂતરાની નજર જ્યારે તે માછલી પર પડે છે ત્યારે તેના મનમાં દયાની લાગણી ઉપજે છે. માછલીઓને બેસુધ પડેલી જોઈ તે તે માછલીઓને હાની પોહંચાડ્યા વગર એક-એક કરીને મોઢામાં લઈને તેને પાણીમાં નાખી રહ્યો છે. અને ત્યાર બાદ માછલીને ફરી પાણીમાં તરતી જોઈને તે રાહતનો શ્વાસ લે છે. અને એક માછલીને બચાવ્યા બાદ તેનામાં બાકી માછલીઓને બચાવવીની પણ હિંમત આવી જાય છે.

કૂતરાને માસ-મચ્છી ખાવી ખૂબ ગમતી હોય છે. સ્વભાવગત રીતે જ તેમનો તે ખોરાક હોય છે અને તે પોતાની લાલચ પોતાની સ્વાદની લાલસા છોડીને જ્યારે આ રીતે એક મરતી માછલીને બચાવી રહ્યો છે ત્યારે તે ખરેખર માનવજાતને એક અનોખો સંદોશો પહોંચાડી રહ્યો છે. જે કદાચ આ જડ માનવજાતિને ક્યારેય સમજાશે કે નહીં તે એક પ્રશ્ન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span