કૂતરું કરડે તો જલદી કરી લો આ કામ, નહીં રહે ઇન્ફેક્શનનો ભય…

આજે અમે તમને એ વાતની જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે જો તમને ક્યારેય અચાનક કૂતરું કરડે તો તે સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ જેથી કરીને તમને કોઈ પ્રકારની મુશ્કેલી ન ઉભી થાય અને ઇન્ફેક્શન પણ ન થાય.

સૌ પ્રથમ તો તમને એ જણાવી દીએ કે જે જગ્યા પર તમને કૂતરું કરડ્યું હોય, શરીરના તે ભાગ પર સૌથી પહેલાં તો તમારે પાણીની એક ધાર છોડવી અને તેને વ્યવસ્થિત રીતે ધોઈ લેવું, આમ કરવાથી તે જગ્યા પર ઇન્ફેક્શન થવાનું જોખમ ઘણા અંશે ઓછું થઈ જશે.

image source

જો તમને કૂતરું કરડ્યું હોય અને તે વખતે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો એન્ટીબેક્ટેરિયલ સાબુ કે હેન્ડવોશ હાજર હોય તો સૌ પ્રથમ તમારે તેનાથી તમને કૂતરું જે જગ્યાએ કરડ્યું છે તે ભાગને સાબુથી બરાબર સાફ કરીને ધોઈ લેવો જોઈએ. તેનાથી તમને ઘણો લાભ થશે. આટલુ કરી લીધા બાદ જો તમારા ઘરમાં સ્પિરિટ કે પછી આલ્કોહોલ હાજર હોય તો કૂતરુ કરડ્યું છે તે જગ્યા પર જ્યાં ઘા થયો છે તેને તેનાથી સાફ કરી લેવું અને આટલું કરી લીધા બાદ તમારે જરા પણ મોડું કર્યા વગર સીધું જ ડોક્ટર પાસે પહોંચી જવું.

image source

જો કૂતરું કરડવાથી તે જગ્યામાંથી ખૂબ બધું લોહી વહી રહ્યુ હોય તો જ્યાં કૂતરું કરડ્યું છે ત્યાંથી લોહી વહેતું અટકાવવા માટે તમારે તે જગ્યાને જોરથી દબાવવી.

એ ખૂબજ જરૂરી છે કે કૂતરું કરડ્યા બાદ તે સ્થાનની યોગ્ય સફાઈ કરવામાં આવે જેથી કરીને ઇન્ફેક્શન ફેલાઈ ન શકે, પ્રભાવિત ભાગને સાફ કર્યા બાદ સૌ પહેલાં તે જગ્યા પર કોઈ એન્ટિબાયોટિક ક્રીમ લગાવી લેવી જેથી કરીને ઇન્ફેક્શન ફેલાવાની શક્યતા ઘણા અંશે દૂર થઈ જાય.
એન્ટિબેક્ટેરિયલ ક્રીમ લગાવી લીધા બાદ તે અસરગ્રસ્ત ભાગ પર બેંડેજ વિગેરે લગાવી લો જેનાથી ઇન્ફેક્શન થવાનુ જોખમ નહીં રહે. આ બધા સાથે તમારે એક વાત જાણી લેવી જોઈએ કે. આ બધું એક ફર્સ્ટ એઇડ માટે છે જેથી કરીને ઇન્ફેક્શન તમારા શરીરમાં ફેલાય નહીં, આટલુ કર્યા બાદ પણ તમારે ડોક્ટર પાસે જઈને તેનું ઇન્જેક્શન તો લેવું જ જોઈશે.

image soucre

જો તમે કૂતરું કરડ્યા બાદ તેના ઘા પર ધ્યાન ન આપ્યું તો તેનાથી તમને ગણીબધી બિમારીઓ થઈ શકે છે. સાથે સાથે તમારા જીવને પણ જોખમ રહે છે. કૂતરું કરડ્યા બાદ રેબીજ થવાની વધારે શક્યતા રહેલી છે. તેનાથી સુરક્ષિત રહેવા માટે તમારે તરત જ સારવાર લેવી જોઈએ.

વાસ્તવમાં તેની સારવાર ખૂબ જ જરૂરી છે. રેબીજ એક વાયરલ ઇન્ફેક્શન છે તેના પર એન્ટિબેક્ટેરિયલ લોશન લગાવવાથી તમને લાંબી રાહત નથી મળતી. ઘણા લોકો એ વાતથી અજાણ હોય છે કે કૂતરું કરડવાથી યોગ્ય સારવાર ન થાય તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જાય છે. જાણો તમે તાત્કાલીક ઉપાય તરીકે ઘરમાં હાજર કઈ વસ્તુનો ઉપયોગ કરી શકો છો.

મધ

image soucre

મધમાં એન્ટિસેપ્ટિક ગુણો સમાયેલા હોય છે. જે દરેક પ્રકારની એલર્જીથી તમને બચાવે છે. આ કૂતરાના ઝેરની અસરને પણ ઘટાડે છે. તેના માટે તમારે વાટેલી ડુંગળીમાં મધ નાખીને તે પેસ્ટને કૂતરાએ કરડ્યું હોય ત્યાં લગાવવું. તેનાથી તમને લાભ થશે.

કાળા મરી

image source

આ ઉપાય માટે તમારે 10થી 15 દાણા કાળા મરીના લેવા અને 2 ચમચી જીરુ લેવું. તેને પાણીમાં નાખી ને તેને વ્યવસ્થીત રીતે વાટી લેવું. અને તૈયાર થયેલી પેસ્ટને તમારે કૂતરાએ કરડ્યું હોય ત્યાં લગાવી લેવું. થોડા જ દિવસોમાં તમને લાભ મળશે.

લાલ મરચા

image source

લાલ મરચામાં એવા ગુણ સમાયેલા હોય છે જે ઝેરને તરત જ બહાર ખેંચી લે છે. તેના માટે લાલ મરચાને સરસિયાના તેલમાં પલાળીને અસરગ્રસ્ત ભાગ પર લગાવવું. તેનાથી શરીરમાં ઝેર નહીં ફેલાય. સાથે સાથે તેની કોઈ આડઅસર પણ નથી તે પણ જાણી લો.

image source

અહીં ફરી જણાવી દઈએ છીએ કે ઉપર જણાવેલા બધા જ ઉપાય તાત્કાલીક ઉપાય તરીકે છે. ત્યાર બાદ તમારે ડોક્ટરને તો મળવું જ જોઈશે અને તેના માટેનું ઇન્જેક્શન પણ લેવું જ પડશે. આ વાતને ખાસ યાદ રાખશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.