માલિક-કુતરાનો અદભુત પ્રેમ, જાણો માલિકને કોરોના થતા પાલતુ કુતરો કેટલો દુખી દેખાઇ રહ્યો છે આ તસવીરોમાં

image source

કૂતરાઓને માણસો કરતાં પણ વધારે વિશ્વાસુ પ્રાણી કહેવામાં આવે છે. ઘણીવાર તમે જોયું હશે કે કૂતરાનો માલિક કેટલાએ ફૂટ દૂર હોય તેને દેખાતો ન હોય તેમ છતાં તેને કોણ જાણે ક્યાંથી ખબર પડી જાય છે કે તેનો માલિક તેની આસપાસ જ છે. કૂતરાઓમાં એક અલગ શક્તિ રહેલી છે જે માણસો પાસે નથી. આજના સમયમાં કૂતરાઓની આ જ ખાસીયતનો ઉપયોગ પોલીસ કરે છે. તેમને ખાસ કરીને ટ્રેન પણ કરવામાં આવે છે અને તેમનો ઉપયોગ કરવામાં આવે છે. બોમ્બને સુંઘીને શોધી કાઢવા માટે પણ કૂતરાઓને ટ્રેન કરવામાં આવે છે. અને યુ.એસ.એની પોલીસમાં કામ કરતાં આવા કૂતરાઓને તો ખાસ પદવી પણ આપવામાં આવે છે. અને તેમના મૃત્યુ બાદ તેમને સમ્માનથી દફનાવવામાં પણ આવે છે.
કૂતરાઓને પોતાના માલિક પ્રત્યે અત્યંત લાગણી હોય છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે જેની શરુઆત ચીનના વુહાન શહેરથી થઈ હતી. અને આ કૂતરા-માલિકની ભાવુક વાત પણ આ વુહાન શહેરની જ અને કોરોના વાયરસની મહામારી દરમિયાનની જ છે.
વુહાનમાં કૂતરાના આ માલિકે કોરોના વાયરસના કારણે ત્યાંની સ્થાનીક હોસ્પિટલમાં જીવ ગુમાવી દીધો હતો. પણ તેનો ડોગી કે જેનું નામ જિઓ-બાઓ હતું તે તો બીચારો કેટલાએ દિવસથી હોસ્પિટલના દરવાજે પોતાના માલિકના આવવાની રાહ જોઈ રહ્યો હતો.

હાલ સોશિયલ મિડિયા પર આ કૂતરા અને તેના માલિકની લાગણીભરી વાત ખૂબ વાયરલ થઈ રહી છે. ઘણા લોકો આ સ્ટોરી વાંચીને ભાવુક બની ગયા છે. સોશિયલ મિડિયા પર શેર કરવામા આવેલી સ્ટોરી પ્રમાણે કૂતરાનો માલિક છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસથી સંક્રમીત હતો અને તેને અહીંની હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. તે સતત ત્રણ મહિના સુધી માલિકના બહાર આવવાની રાહ જોતો રહ્યો પણ તેનો માલિક તો ત્રણ મહિના પહેલાં જ મૃત્યુ પામ્યો હતો. આ કૂતરાની વાર્તાની સરખામણી હચીકો નામના તે કૂતરાની વાત સાથે થઈ રહી છે કે જે સતત 9 વર્ષથી પોતાના માલિકની રાહ એક જ જગ્યાએ જોતો જોવા મળ્યો હતો.

ન્યુયોર્ક પોસ્ટમાં છાપવામાં આવેલા અહેવાલ પ્રમાણે 7 વર્ષનો ઝીઓ-બાઓ નામનો આ કૂતરો છેલ્લા ત્રણ મહિનાથી ચીનની વુહાન ખાતેની તાઇકાંગ હોસ્પિટલ આગળ એ વાતથી અજાણ કે તેનો માલિક કોરોના વાયરસથી તેને એડમિટ કર્યાના માત્ર પાંચ જ દિવસમાં મરી ગયો છે તે ત્યાં ત્રણ મહિનાથી તેની રાહ જોતો ઉભો છે.

તેને બીચારાને તો ખબર જ નહોતી કે તેનો માલિક ક્યારેય પાછો નથી ફરવાનો, પ્રામાણીક કૂતરો રોજ હોસ્પિટલની લોબીમાં આવીને ઉભો રહેતો અને માલિકના પાછા આવવાની રાહ જોતો. ધીમે ધીમે હોસ્પિટલના સ્ટાફના હૃદયમાં પણ આ કૂતરા માટે કૂણી લાગણીએ જગ્યા કરી લીધી. અઠવાડિયા સુધી આ કૂતરો ત્યાં આવતો રહ્યો, આસપાસ પસાર થતાં લોકો તેને કંઈકને કંઈ ખવડાવતા રહેતા, છેવટે નજીકના વિસ્તારમાં સુપરમાર્કેટ ચલાવતી એક મહિલાએ તે કૂતરાની સંભાળ લેવાનું નક્કી કરી લીધું.

Image
image source

ડેઇલી મેલના અહેવાલ પ્રમાણે આ વુ સુઈપેન નામની સ્ત્રીના કહ્યા પ્રમાણે, ‘એપ્રિલની મધ્યમાં જ્યારે હું કામે પાછી ફરી રહી હતી ત્યારે મેં આ નાનકડા કૂતારને જોયો હતો. મેં તેને ઝીઓ બાઓ કહીને બોલાવ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે ઝીઓ બાઓના માલિકને કોરોના વાયરસના સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ તે મૃત્યુ પામ્યા જેની જાણ ઝીઓ-બાઓને નહોતી અને તે ત્યાંજ પોતાના માલિકને શોધતો રહી ગયો હતો.’ આ કૂતરાની ભાવનાત્મક વાત ચાઈનીઝ સોશિયલ મિડિયા પ્લોટફોર્મ્સ પર શેર કરવામાં આવી હતી ત્યાર બાદ તે સમગ્ર વિશ્વના સોશિયલ મડિયા પર વાયરલ થઈ ગઈ હતી.

ઘણા લોકોને ઝીઓ-બાઓની સ્ટોરી સાંભળીને હચીકોની વાત યાદ આવી ગઈ હતી. મિસ સુઈપેનના જણાવ્યા પ્રમાણે તેણી ધીમે ધીમે આ કુતરાને ઓળખતી થઈ અને ત્યાર બાદ તેણી તેને એપ્રિલમાં જ્યારે લોકડાઉનમાં છૂટ આપવામાં આવી ત્યારે પોતાની દુકાનામં લેતી આવી હતી. ‘રોજ સવારે જ્યારે હું દુકાન ખોલતી ઝિયો-બાઓ ત્યાં મારી રાહ જોઈને ઉભેલો હોય. તે દીવસના અંતે રોજ મને તેનું મોઢું બતાવતો,’ એવું પણ જાણવા મળ્યું છે કે આ કૂતરાને હોસ્પિટલથી માઇલો દૂર મૂકી આવવામાં આવતો તેમ છતાં તે પાછો હોસ્પિટલના પ્રાંગણમાં આવી જતો.

image source

હોસ્પિટલના સ્ટાફનું કહેવું છે કે ઝીઓ-બાઓ હોસ્પિટલમાંથી જતો જ નહોતો. તેને ગમે તેટલો દૂર કેમ મુકી ન આવવામાં આવે તે પોતાના માલિકની શોધમાં પાછો તાઇકેન્ગ હોસ્પિટલમાં આવી જતો અને શાંતિથી માલિકની રાહ જોતો બેઠો રહેતો.

Image
image source

મે મહિનામાં કેટલાક દર્દીઓની ફરિયાદને ધ્યાનમાં લઈને ઝીઓ-બાઓને વુહાનના સ્મોલ એનિમલ પ્રોટેક્શન એસોસિએશનને હસ્તગત કરવામાં આવ્યો. તેની હાલ તે લોકો દ્વારા જ સંભાળ લેવામા આવી રહી છે અને તેને કોઈ કાયમી ઘર મળી જાય તેની રાહ જોવાઈ રહી છે. ઘણા બધા સંશોધનો દ્વારા સાબિત થયું છે કે કૂતરાઓ એકલતાને દૂર કરનારા છે, કૂતરાને પાળવાથી માણસ વધારે પ્રસન્ન રહે છે સુખી રહે છે તેમજ તેને ડીપ્રેશનનું જોખમ પણ ઓછું રહે છે. તેમજ મનુષ્યના હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે. આજે જ્યારે પોતાના પરિવારજનો અંતિમ વિધિ પતાવીને પોતાના માણસનું નાહી નાખે છે ત્યાં આ નિર્દોષ, અબોલ પ્રામી માલિકના મૃત્યુના ત્રણ-ત્રણ મહિના બાદ પણ તેના આવવાની રાહ જોતું બેસી રહે છે. અત્યંત લાગણીશીલ ઘટના !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.