આ 5 વસ્તુનું દાન ક્યારેય ન કરો… સારા ભાગ્યનો વિનાશ થશે અને ખરાબ સમય ચાલુ થશે

આપણા શાસ્ત્રોમાં દાનને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. દાનને ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે. લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે દાન કરવાથી પુણ્યની મળે છે, એટલું જ નહીં એની સાથે જ અજાણતામાં કરેલા પાપ કર્મોનું ફળ પણ નષ્ટ થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિની ઘણા પ્રકારની તકલીફોનો અંત થઈ જાય છે અને સાથે જ ભગવાનના આશીર્વાદ સદાય તેને મળતા રહે છે.

image source

જો તમર જરૂરતમંદોને દાન કરો છો તો તમને જીવનની તકલીફોથી છુટકારો મળે છે. પણ અમુક વાર એવું બને છે કે વ્યક્તિ ભૂલથી એવી વસ્તુઓનું દાન કરી નાખે છે કે જેનાથી તેમને લાભ થવાને બદલે નુકશાન થાય છે.

આપણા શાસ્ત્રોમાં આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવ્યું છે કે જેનું દાન કરવું મહાપાપ માનવામાં આવે છે. આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિની સુખ-શાંતિનો નાશ થઈ જાય છે અને તેને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.

સાવરણી –

image source

આપણા ઘરમાં કચરો વડવામાં વપરાતી સાવરણીને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે અને એટલે જ ક્યારેય પણ સાવરણી દાનમાં આપવી ન જોઈએ. જો તમે સાવરણી કોઈને દાનમાં આપો છો તો લક્ષ્મીજી રિસાઈ જાય છે અને ઘરમાં ધન ટકતું નથી. જેના કારણે ઘરમાં આર્થિક નુકશાન સહન કરવું પડે છે.

સ્ટીલ અને પ્લાસ્ટિકના વાસણો –

image source

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિક અને સ્ટીલના વાસણો ક્યારેય પણ કોઈને દાનમાં ન આપવા જોઈએ. એવું માનવામાં આવે છે કે સ્ટીલના વાસણો દાન કરવાથી ઘરની સુખ-શાંતિ નષ્ટ થઈ જાય છે અને પ્લાસ્ટિકના વાસણો દાન કરવાથી વેપારમાં ખોટ ખાવી પડે છે.

વાસી ભોજન –

image source

આપને એવું માનતા હોઈએ છીએ કે કોઈ ભુખ્યાને ભોજન કરવાથી ખૂબ જ પુણ્ય મળે છે. પણ વાસી ભોજન કયારેય પણ કોઈને દાન ન કરવું જોઈએ, કારણ કે વાસી ભોજન દાન કરવું અશુભ માનવામાં આવે છે. એવું કરવાથી વિવાદ અને કોર્ટ-કચેરીમાં ધન ખર્ચ થાય છે.

એઠું તેલ –

image source

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિનો દોષ હોય તો એવા વ્યક્તિ માટે શનિદેવને તેલ અર્પણ કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે. પણ જો એ તેલ ખરાબ કે એઠું તેલ હોય તો એ તેલના કરવામાં આવેલા દાનથી અશુભ અસરો પડે છે.

ધારદાર વસ્તુ –

image source

ઉપર જણાવેલ વસ્તુ ઉપરાંત ભૂલથી પણ કોઈને ધારદાર કે અણીદાર વસ્તુઓ દાન ન કરવી જોઈએ. એવી વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે અને પરિવારના સભ્યોમાં તણાવ વધી જાય છે તેમજ ઘરની સુખ-શાંતિ ભંગ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span