કુતરા અને બિલાડીઓમાં પણ હોય છે માણસોની છે અલગ-અલગ પ્રકારના બ્લડ ગ્રુપ, જાણો તમે પણ આ દેશ વિશે જ્યાં કુતરા-બિલાડીઓ પણ કરે છે રક્તદાન

માણસો માટેની બ્લડ બેન્ક વિષે તો તમે સાંભળ્યું જ હશે. મોટેભાગે વિવિધ સ્થળોએ સમયાંતરે થતા સ્વૈચ્છીક બ્લડ ડોનેશન કેમ્પમાં જે બ્લડ એકઠું થતું હોય છે તે બ્લડ બેંકમાં સુરક્ષિત રાખવામાં આવે છે જેથી કરીને જયારે કોઈ દર્દીઓને ઇમરજન્સી જેવી પરિસ્તિથીમાં બ્લડની જરૂર પડે તો ત્યાંથી આપી શકાય.

image source

માણસો પોતાના સ્વજનોને બચાવવા માટે આ રીતે આયોજનો કરે છે પરંતુ શું જાનવરો માટે આવી કોઈ બ્લડ બેન્ક વિષે તમે ક્યારેય સાંભળ્યું છે ? નહિ ને ? તો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને જાનવરોની બ્લડ બેન્ક વિષે જ વાત કરવાના છીએ. જો કે આ પ્રકારની સુવિધા કદાચ આપણા દેશમાં હજુ સુધી નથી થઇ પણ વિદેશમાં થઇ છે. ચાલો આગળ વિસ્તૃત માહિતી જાણીએ.

image source

વિશ્વના અનેક દેશોમાં ” પેટ્સ બ્લડ બેન્ક ” ચાલે છે. આવી બ્લડ બેંકોમાં મોટેભાગે કુતરાઓ અને બિલાડીઓનું બ્લડ મળે છે. કારણ કે વિદેશમાં આ જાનવરો સૌથી વધુ પાળવામાં આવે છે. જયારે પણ કોઈ કુતરા અને બિલાડીને અકસ્માત કે બીમારી સબબ બ્લડની જરૂર પડે છે ત્યારે આ પ્રકારની પેટ્સ બ્લડ બેંકો તેમના માટે ઘણી ઉપયોગી થાય છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે કુતરા અને બિલાડી જેવા જાનવરોમાં પણ માણસોની જેમ અલગ અલગ પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે. કૂતરાંઓમાં 12 પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે જયારે બિલાડીમાં ત્રણ પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે.

image source

ઉત્તર અમેરિકામાં સ્થિત પશુ ચિકિત્સા બ્લડ બેન્કના કર્તાહર્તા ડોકર કે.સી. મિલ્સના જણાવ્યા અનુસાર કેલિફોર્નિયાના ડિક્સન અને ગાર્ડન ગ્રોવ શહેરો સિવાય મિશિગનના સ્ટોકબ્રિજ, વર્જિનિયા, બ્રિસ્ટો અને મેરીલેન્ડના અન્નાપોલીસ શહેરો સહીત ઉત્તર અમેરિકાના અનેક શહેરોમાં પશુ બ્લડ બેન્ક છે. અને ત્યાં લોકો સમયાંતરે પોતાના પશુઓને લઇ જઈ રક્તદાન કરાવે છે.

image source

વળી, પશુઓના રક્તદાનમાં વધુ સમય પણ નથી લાગતો અને માંડ અડધા કલાકમાં જ રક્તદાન થઇ જાય છે અને ખાસ તો તેઓને એનેસ્થેસીયા દેવાની પણ જરૂર નથી પડતી.

જો કે જે જગ્યાઓએ આ પ્રકારની પેટ્સ બ્લડ બેન્ક નથી ત્યાંના સ્થાનિક લોકોએ જાગૃત થવાની જરૂર છે અને આ માટે ત્યાં પ્લાઝ્મા દાન કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે. એક અહેવાલ મુજબ બ્રિટન અને અમેરિકમાં લોકો પશુ રક્તદાન પ્રત્યે ઘણા જાગૃત છે જયારે અન્ય દેશોમાં આ પ્રકારની કામગીરી કરવાની જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.