લોકો રહી ગયા જોતાં, ઘાસ ખાતા-ખાતા ગધેડાના દાંતની વચ્ચે ફસાઇ ગયો ઝેરીલો સાપ, પછી થયુ કંઇક એવું કે…

ગાય, ઘોડા અને ગધેડા જેવા ઘણા પ્રાણીઓ શાકાહારી છે. જે ઘાસ અને બીજી શાકાહારી વસ્તુઓ જ ખાઈ છે જે બીજા કોઈ જીવનો શિકાર કરીને પેટ ભરતા નથી. પણ એક એવી આશ્ચર્યજનક ઘટના સામે આવી છે.

image source

રાજસ્થાનના એક પ્રતાપગઢ શહેરમાં આજે કેટલાક લોકો એ એક શાકાહારી ગધેડાને ઝેરીલા સાંપને ખાતા જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા. માહી નદીના તટ પર મોર્નિંગ વોક પર આવેલા યુવક લોકેશ પંડ્યાએ કહ્યું કે એક શાકાહારી ગધેડો સાંપ ખાઇ રહ્યો છે તો તે આશ્ચર્યમાં પડી ગયો. યુવકનું કહેવું છે કે આવું પહેલીવાર જોવા મળ્યું છે કે કોઇ ગધેડાએ સાંપને પોતાના મોઢામાં લઇ લીધો હોય. એ સાથે જ બીજા ઘણા સ્થાનિકોએ આ ઘટના તેની નજર સામે જોઈ હતી.

image source

પણ વાત એમ છે કે ઘાસ ચરતી વખતે ગધેડાએ ભૂલથી આ સાંપને પોતાના મોઢામાં લઈ લીધો હતો. અને ત્યાર બાદ એ સાંપ ગધેડાના દાંતમાં ફસાઈ ગયો હતો. સાંપ અને ગધેડા એ બંનેએ એકબીજામાંથી છૂટવાનો ખૂબ પ્ર્યત્ન કર્યો હતો પણ બંને નાકામ રહ્યા હતા. ગધેડાને જ્યારે કેએચબીઆર પડી કે તેના દાંતમાં સાંપ ફસાઈ ગયો છે ત્યારે તેને પોતાનું મોઢું હલાવીને દાંતમાંથી નિકાળવાનો પ્રયાસ કર્યો હતો પણ એ નિષ્ફળ નિવડ્યો હતો.

image source

લોકોને એમ થઈ રહ્યું હતું કે એ ગધેડો સાંપને ખાઈ રહ્યો છે પણ થોડા સમય પછી જ્યારે સાંપ અને ગધેડો બંને મરી ગયા ત્યારે લોકોને સમજાયું હતું કે ભૂલથી જ ગધેડાના દાંતમાં સાંપ ફસાઈ ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span