નવજાત બાળકની કેર કરવામાં તમે તો આવી ભૂલો નથી કરતા ને???

બાળકને ઉછેરણી અને સારસંભાળ રાખવાની વાત હોય તો પેરેન્ટ્સનું ટેન્શન હંમેશા વધી જતું હોય છે. કેમ કે, બાળકોની એવી ઘણી બાબતો એવી છે જે તમે બીજા પાસેથી શીખી શક્તા નથી. નવા નવા મા-બાપ બનેલા હંમેશા બાળકની ઉછેરણીમાં કેટલીક ભૂલો કરે છે. તો જાણી લો આવી કઈ કઈ ભૂલો છે, જે તેઓ હંમેશા કરે છે. જેથી તમે પણ આ ભૂલો ન કરી શકો.

Restrictions lifted on partners attending delivery of new born ...
image source

દરેક વાત પર ટેન્શન લેવું

ગર્ભમાં શિશુને અનેક સુવિધા અને સુરક્ષાનો અહેસાસ થાય છે. આવામાં શિશુને આપણા પર્યાવરણમાં એડજસ્ટ થતા થોડો સમય લાગે છે. તેની પાચન ક્ષમતા, રોગ પ્રતિરોધક ક્ષમતા અને અન્ય શારીરિક ક્ષમતાઓ પહેલા જેવી વિકસિત નથી હોતી, પરંતુ ધીરે ધીરે વિકાસ થાય છે. આ કારણે તેને ઊલટી, તાવ, શરદી-ખાંસી અને નાની-મોટી સમસ્યા થાય છે. નવા મા-બાપ આવી સિચ્યુએશનથી ગભરાઈ જાય છે. આવું થાય તો શાંતિ રાખીને ડોક્ટરનો સંપર્ક કરવો.

Why Newborn Sleep Is Unpredictable and What to Expect
image source

બાળકને રડવા ન દેવું

માતાપિતા હંમેશા ઈચ્છા છે કે, તેમનું બાળક ક્યારેય ન રડે. હકીકતમા મોટા માણસો પણ રડે છે. તેથી શિશુના મામલે આવું વિચારવું યોગ્ય નથી. બાળકનું રડવું શિશુની સ્વભાવિક પ્રક્રિયા છે, આ વ્યવ્સથા સ્વાસ્થયના ભાગરૂપે પણ છે. તે તેની માતાપિતા સાથે વાત કરવાની એક રીત છે. તેથી તેના રડવા પર ગુસ્સો ન કરવો. અને જો બાળક વારંવાર રડી રહ્યું છે તે તેને ગંભીરતાથી લઈને ડોક્ટરને બતાવો.

ઊલટી કરવી

નવા નવા માબાપ હમેશા ઉગલવુ અને ઉલટીમાં અંતર નથી સમજી શક્તા અને ઘબરાઈ જાય છે. હકીકતમાં, જે વસ્તુ બાળકને પસંદ નથી આવતી, તે ઉગલી દે છે, અથવા થૂંકી દે છે. પરંતુ ઉલટી અલગ વસ્તુ છે. બાળકોમાં ઊલટી સામાન્ય રીતે કંઈક ખવડાવવાના 15થી 45 મિનીટ બાદ થાય છે, જ્યારે કે ઉગલવાની ક્રિયા ખવડાવવાની સાથે જ થઈ જાય છે. ઊલટી અને ઉગલવાની વાસમાં અંતર હોય છે, તેથી તેનાથી પણ ઓળખી શકાય છે.

image source

તાવ અને શરીરની ગરમીમાં અંતર

નવા નવા માબાપ હંમેશા તાવ અને શરીરની ગરમીમાં અંતર નથી સમજી શક્તા, અને નાની નાની બાબતો પર ગભરાઈ જાય છે. બાળક મોટાભાગે ખોળામાં અને કપડામાં લપેટાયેલું હોય છે, તેથી તેની શરીરની ગરમી લાગી શકે છે. ખાસ કરીને તે સમયે તેનું શરીર ગરમ લાગી શકે છે. આવામાં તેને તાવ માનીને બાળકને કોઈ દવા આપવી યોગ્ય નથી. બાળકનું તાપમાન જ્યારે 100.4 ફેરનહીટથી ઉપર જાય, તો ડોક્ટરનો સંપર્ક કરવો. તે તાવના લક્ષણ છે.

image source

મોઢાનું ધ્યાન ન રાખવું

મોટાભાગના માબાપ બાળકના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખે છે, પણ તેમના મોઢાની સફાઈ રાખતા નથી. બાળકને થતા મોટાભાગના રોગ અને સંક્રમણ મોઢાના રસ્તે જ થાય છે. શિશુના દાંત જ્યારે આવવાની શરૂઆત થઈ જાય તો તેને પથારી પર આડા પડીને દૂધ ન પીવડાવવું જોઈએ. તેનાથી દાંતમાં કેવિટીઝ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.