ઢોંસા – રવાના જાળીવાળા ક્રન્ચી ઢોંસા બનાવવાની સરળ રેસિપી…
ઢોંસા બધા ના ફેવરેટ હોય છે. પણ આથો લાવો અને પકડવું એ પ્રક્રિયા ને લીધે ઘણી વાર આપણે આળસ કરી જતા હોઈએ છીએ નાસ્તા મા બનાવવા મા. આજે હું એકદમ સરળ અને જલ્દી બની જાય એવા ક્રિસ્પી ઇન્સ્ટન્ટ રવા ડોસા ની રેસીપી શેર કરીશ જે તમને બધા ને પસંદ આવશે.
ઢોંસા માટે આમ તો રાત્રે જ મિશ્રણ તૈયાર કરીને રાખવુ પડે છે. પણ આ ઢોંસાને બનાવવામાં લાગશે ફક્ત 5 મિનિટ. કારણ કે મિશ્રણ બનાવીને રાખવામાં ઝંઝટ જ નથી…
4 સર્વિંગ્સ
- – મીડીયમ રવો 1/2 કપ (સોજી નહિ લેવી રવો લેવો)
- – 1/2 કપ ચોખા નો લોટ
- – 1/4 કપ મેંદો
- – 2 ટેબલ સ્પૂન દહીં
- – 2 ડુંગળી એકદમ ઝીણી સમારેલી
- – 2 લીલા મરચા ઝીણા સમારેલા
- – 1 ટુકડો આદુ ઝીણું કાપેલું
- – 5-6 લીમડા ના પાન ઝીણા સમારેલા
- – 3 ચમચી ધાણા ઝીણા સમારેલા
- – મીઠું સ્વાદ પ્રમાણે
- – 1/2 ચમચી મરી પાવડર
- – 1 ચમચી જીરું
- – 4 કપ પાણી
- – તેલ જરૂર મુજબ
30 મિનિટ
રીત :
(1)રવો મેંદો અને ચોખા ના લોટ ને એક બોલ મા લઇ લો. એમાં દહીં અને 1 કપ પાણી નાખી મિક્સ કરી લો.
(2)હવે એમાં લીમડો, ધાણા, જીરું, મરી પાવડર, મીઠું, કાંદો નાખી મિક્સ કરી લો. બીજું 3 કપ પાણી પણ ઉમેરી લો. ખીરું તૈયાર કરી 20 મિનિટ ઢાંકી ને મૂકી દો.ખીરું પતળું હોવું જોયીએ …
(3)ખીરું એકદમ લિક્વિડ કોંસિસ્ટેંસી વાળું હશે. ગરમ ગરમ તવા પર ખીરું રેડી ગોળ ડોસો બનાવી લો. બનેલા કાણા ને પુરશો નહિ ખીરા વડે.. રહેવા દેવો. 1/2 ચમચી તેલ રેડી દેવું આજુ બાજુ. ધીમો ગેસ કરી ક્રિસ્પી થવા દેવા..
(4)ક્રિસ્પી થઇ જય એટલે ડોસો ઉતારી લેવો. બધા ડોસા આમ બનાવી લેવા. ગરમ ગરમ ડોસા ને ચટણી જોડે પીરશો …..
નોંધ :
- – ગેસ નો ફ્લેમ સઁલૉ રાખી ચડવા દેવો …
- – નોન સ્ટિક પેન માં ડોસા બનાવીએ એ બરાબર ગરમ હોવી જોઇએ …
- – અને દહીં ખાટૂ હોવું જોયીએ ……જેથી આથો સારો આવશે ….
રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.