ડ્રાઈવિંગ લાયસન્સને લઈને ફરી બદલાયા નિયમો, જાણો કેન્દ્ર સરકારના ડ્રાફ્ટ નોટિફિકેશનમાં શું થયુ જાહેર

કોરોના મહામારીના કારણે જ્યારે લોકડાઉન થયું ત્યારે દેશમાં રહેતા નાગરિકો જ નહીં પરંતુ વિદેશ ફરવા ગયેલા લોકો પણ મહિનાઓ સુધી ફસાઈ ગયા હતા.

image source

જે લોકો આ સમય બાદ ભારત પરત આવ્યા તેમને પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડયો હતો. જો કે આ મહામારી બાદ સરકાર પણ એવા અનેક નિર્ણયો લઈ રહી છે જે સામાન્ય માણસ માટે ખૂબ જરૂરી સાબિત આ સમયગાળા દરમિયાન થયા હતા. આ સમયથી શીખ લઈ અને કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય વિદેશમાં ગયેલા ભારતીયોની મદદ માટે લીધો છે.

image source

કોરોનાના કારણે જે ભારતીયો વિદેશમાં ફસાયા છે તેમને આ નિર્ણયથી રાહત આપવા આવશે. કેન્દ્ર સરકારે આ ફેરફાર હેઠળ વિદેશમાં ફસાયેલા ભારતીયોને ખાસ સુવિધા પુરી પાડી છે. જે ભારતીયો કે જે કોરોનાના કારણે વિદેશમાં અટકી ગયા છે અને તેમના ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સની મુદત પૂર્ણ થઈ છે. તેમને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકાર તેમના માટે મોટર વ્હીકલ નિયમ, 1989માં ફેરફાર કરવા જઈ રહી છે. આ ફેરફારથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને મોટી રાહત મળી શકે છે. માર્ગ પરિવહન મંત્રાલયએ આ સંશોધનનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે.

image soucre

આ નવા ડ્રાફ્ટ નોટિફિકેશન અનુસાર ભારતના એવા નાગરિક જેમના ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સની મુદત પૂર્ણ થઈ ગઈ છે. તે ભારતીય દૂતાવાસના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. આ અરજી સંબંધિત આરટીઓ પાસે આ અરજી પહોંચી જશે. ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ પરમિટ માટે વર્તમાન નિયમો હેઠળ મેડિકલ સર્ટિફિકેટ અને કાયદેસરના વેલિડ વિઝાની માહિતી આપવી પડે છે. પરંતુ નવા સંશોધનમાં વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમની પાસે કાયદેસરનું વેલિડ ડ્રાઈવિંગ લાયસન્સ છે તેમણે હવે મેડિકલ સર્ટીફિકેટ આપવાની જરૂર નહીં રહે.

image source

ઘણા દેશોમાં વીઝા ઓન અરાઈવલની વ્યવસ્થા હોય છે. આવી સ્થિતિમાં લોકોની પાસે પહેલાથી વિઝા નથી હોતા. તેવા કેસમાં પણ આઈપીડીના રિન્યૂએબલ માટે વિઝાની માહિતી આપવી જરૂરી નહીં હોય. મંત્રાલયે આ ડ્રાફ્ટ નોટિફિકેશન પર 30 દિવસની અંદર એટલે કે 6 નવેમ્બર સુધીમાં સંબંધિત વિભાગો પાસેથી ભલામણો માંગી છે.

image source

આ માટેના સૂચનો મંત્રાલયના સંયુક્ત સચિવને મેઈલ પર મોકલી શકાય છે. આ સાથે જ દેશમાં પણ ડ્રાઈવિંગ લાયસન્સ અને મોટર વાહનના દસ્તાવેજોની વેલિડીટી 31 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો આવે અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં થાય તેના માટે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span