1 ઓક્ટોબરથી વાહન ચાલકોને કોઈ હેરાન નહીં કરી શકે, કોઈ જ ડોક્યુમેન્ટ સાથે નહીં હોય તો ચાલશે, જાણો માહિતી

વાહન ચલાવતા સમયે કાગળિયાની જફામારીથી સૌ કોઈ કંટાળી ગયા હોય છે. પરંતુ હવે તમારા માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર તમને ખુશ કરી દેશે. કારણ કે હવે તમારે વાહન ચલાવતા સમયે ડ્રાઇવિંગ લાઇસન્સ, નોંધણી પ્રમાણપત્ર (આરસી), વીમા, PUC જેવા કોઈ જ દસ્તાવેજો રાખવાની જરૂર રહેશે નહીં.

image source

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે આ અંગે એક અધિનિયમ બનાવીને એક જાહેરનામું બહાર પાડ્યું છે જે 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઇ-ચલન સહિતના વાહન દસ્તાવેજોની માહિતી 1 ઓક્ટોબરથી ટેકનોલોજી પોર્ટલ દ્વારા કરવામાં આવી શકશે.

ડ્રાઈવિંગ વખતે કોઈ જ ડોક્યુમેન્ટ સાથે નહીં રાખવા પડે

image source

મંત્રાલયે રાજ્યના પરિવહન વિભાગ અને ટ્રાફિક પોલીસને ડ્રાઇવર પાસેથી દસ્તાવેજો ન માંગવા માટે કહી દીધું છે. તેની જગ્યાએ એક સોફ્ટવેર વિકસિત કરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા ટ્રાફિક પોલીસ કર્મચારી અથવા વિભાગીય પરિવહન અધિકારી પોતાના મશીનમાં ગાડીના નંબર મુકશે એટલે તમામ દસ્તાવેજોની જાતે જ તપાસ થઈ જશે. માર્ગ પરિવહન મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર આ માટે એક નવું સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સોફ્ટવેર નિયત તારીખ સુધીમાં પરિવહન સોફ્ટવેર સાથે જોડવામાં આવશે. તેમાં વાહનનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને, તે વાહનના તમામ પેપરો ચકાસી શકશે.

ડ્રાઇવરોને આટલો ફાયદો થશે

image source

અધિનિયમ મુજબ જો કોઈ પોલીસ કર્મચારી પાસે પરીક્ષણ ઉપકરણ ન હોય, તો તે સ્માર્ટફોન પર સોફ્ટવેર ડાઉનલોડ કરી શકશે અને વાહનના કાગળને ચકાસી શકશે. તપાસની જવાબદારી તેની જાતે જ લેવાની રહેશે.

કારના દસ્તાવેજો ન રાખવા બદલ કોઈ પણ પોલીસ માલિકની પૂછપરછ કરી આવશે નહીં.

image source

જો વાહનનું ચાલન કપાઈ જાય છે અને વાહન માલિક નહીં ચૂકવશે, તો એ બદલ તેને પરિવહન કર ભરવો પડશે.

image source

ટેક્સ નહીં ભરવાની સ્થિતિમાં વાહન માલિકો ન તો વાહન વેચી શકશે અને ન તો તેમના ડ્રાઇવિંગ લાઇસન્સનું નવીકરણ કરી શકશે.

હમણાં સુધી ચાલાન ભર્યા વિના પરિવહન કચેરીને લગતું કોઈ પણ કાર્ય નહોતું થઈ શકતું. જેના કારણે બાહ્ય વાહનોની મુશ્કેલી ઉભી થતી હતી. પરંતુ હવે એ પરેશાનાનો સામનો નહીં કરી શકે.

હવે ડ્રાઈવરને નહીં કરી શકે કોઈ હેરાન

image source

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ નિયમ 1989માં વિવિધ સુધારા કર્યા. આ સુધારા દ્વારા પોર્ટલ દ્વારા વાહનોના ઇ-ચલન અને દસ્તાવેજોની જાળવણીનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ફેરફાર ઓટોમોટિવ નિયમોના વધુ સારી રીતે અમલીકરણ અને દેખરેખ માટે કરવામાં આવ્યો છે. આઇટી સેવાઓનો ઉપયોગ અને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ દેશમાં ટ્રાફિક નિયમોના વધુ સારી રીતે અમલ કરવામાં મદદ કરશે. આ ઉપરાંત ડ્રાઇવરોની પજવણી પણ ઓછી થશે. આ નિયમ સાંભળીને લોકોમાં એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span