શું તમે જાણો મહાભારતની દ્રૌપદીએ રિયલ લાઇફમાં કેટલી વાર કર્યા હતા આત્મહત્યાના પ્રયાસો

રૂપા ગાંગુલી

image source

મહાભારતમાં થયેલ ભીષણ ધર્મયુદ્ધ માટે ઘણા બનાવોને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. તેમાંથી એક ઘટનાને આખી ગાથાનું કેન્દ્ર જણાવવામાં આવે છે. આ ઘટના છે ઇન્દ્રપ્રસ્થની મહારાણી દ્રૌપદીનું વસ્ત્રહરણ. એવું માનવામાં આવે છે કે, જો દ્રૌપદીનું ભરી સભામાં વસ્ત્રહરણ ના થયું હોત તો મહાભારતનું ધર્મયુદ્ધ આટલી ભયંકર રીતે કરવામાં આવ્યું હોત નહી. ભરી સભામાં દ્રૌપદીનું અપમાન થવાથી દ્રૌપદી ડીપ્રેશનમાં ચાલી જાય છે અને દ્રૌપદી કૌરવ વંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા કરી લે છે. ક્યાંકને ક્યાંક દ્રૌપદી જેવું જ જીવન દ્રૌપદીનું પાત્ર નિભાવનાર રૂપા ગાંગુલી એ સમયે જીવી રહી હતી. રૂપા ગાંગુલીએ પોતાના વ્યક્તિગત જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો આવ્યો હતો રૂપા ગાંગુલીએ અપમાનનો બદલો લેવા માટે કોઈ યુદ્ધ કે ઝઘડો તો ના કર્યો પણ ત્રણ ત્રણવાર સુસાઈડ કરી લેવાનો પ્રયાસ કર્યા હતા.

image source

વર્ષ ૧૯૮૮માં બી.આર. ચોપડા દ્વારા નિર્દેશિત મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર નિભાવીને ભારતના દરેક ઘરમાં પ્રસિદ્ધ થયેલ રૂપા ગાંગુલીની રીયલ લાઈફ પણ ઘણી તકલીફોથી ભરેલું હતું. રૂપા ગાંગુલી ટીવીના માધ્યમથી ખુબ જ પ્રસિદ્ધ થઈ ગઈ હતી, પણ રૂપા ગાંગુલીના લગ્નજીવન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. રૂપા ગાંગુલીએ વર્ષ ૧૯૯૨માં ધુબ્રો મુખર્જી સાથે મેરેજ કરી લીધા હોવાથી બધું છોડીને કલકત્તા ચાલ્યા ગયા હતા. તેમછતાં રૂપા ગાંગુલીને પોતાના પતિના લીધે થઈને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતા. રૂપા ગાંગુલીની માનસિક સ્થિતી એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે, તેણે એકવાર નહી પણ ત્રણ-ત્રણવાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

image source

રૂપા ગાંગુલી પોતાના એક ઇન્ટરવ્યુમાં અંગત જીવન વિષે વાત કરતા જણાવે છે કે, એમનો પતિ સાથેના સંબંધ તૂટવાના અને આત્મહત્યાના કારણ વિષે જણાવતા કહે છે કે, મેરેજ કર્યા પછી હું મારો પોતાનો આત્મવિશ્વાસ ખોઈ દીધો હતો અને પૂરી રીતે ભાંગી ગઈ હતી. રૂપા ગાંગુલી અને ધુબ્રોની વચ્ચે લગ્ન પછી ઘણી મુશ્કેલીઓ આવી હતી. મેરેજ કર્યા પછી રૂપાની એક અભિનેત્રી તરીકેને ઓળખ સમાપ્ત થવા લાગી. રૂપા ગાંગુલીનું કહેવું હતું કે, એમની એવી શું ભૂલ થઈ હતી કે એક્ટિંગના વ્યવસાય સાથે જોડાયેલ રહે છે. કે જ્યાં ગ્લેમરસ દેખાય છે. તેમજ રૂપા પોતાના પહેલા પતિ ધુબ્રોનું કહેવું હતું કે, શું હું એવું કઈક કરી શકું કે રૂપા ગાંગુલી રહું નહી.

image source

રૂપાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ધુબ્રો મારા એક્ટિંગ કરિયરને લઈને સમસ્યાઓ ઉભી કરી રહ્યા હતા. વધુ જણાવતા રૂપા કહે છે કે, મેં ઘરમાં કે મારા પતિ સાથે ક્યારેય એક સેલેબ્રીટી જેવું વર્તન નથી કર્યું. ઉપરાંત હું ઘરમાં એક સામાન્ય છોકરી મેરેજ પછી જેમ પતિ ઘરે રહે છે તેવી રીતે રહેતી હતી અને હંમેશા પોતાના પતિને ખુશ રાખવાના પ્રયત્ન કર્યા કરતી હતા. મેરેજ કરી લીધા પછી મારા માટે હંમેશાથી જ મારા લગ્ન અને પરિવારને પહેલા મહત્વ આપ્યું છે. તેમજ મેં ધુબ્રો સાથે લગ્ન કરીને સંસાર વસાવવા માટે પોતાનું ઘર પણ છોડી દીધું હતું.

image source

વધુ જણાવતા રૂપા કહે છે કે, હું ઘરમાં ક્યારેય કોઈ સેલિબ્રિટીની જેમ રહેવાને બદલે ઘરના સભ્યની જેમ રહેવાનું પસંદ કર્યું છે. જેથી કરીને હું ઘરને અને મારા સંબંધોને વધુ સારી રીતે સાંભળી શકું. પણ આવું કઈજ થયું નહી. તેમજ રૂપાએ એક સામાન્ય ગૃહિણીની જેમ ઘરના બધા કામ કર્યા છે જેમ કે, કચરા, પોતુ, વાસણ,કપડા વગેરે જેવા કામો કર્યા છે. આટલા બધા પ્રયાસો કરવા છતાં પણ મારું જીવન સરળ બનવાને બદલે મુશ્કેલ બનતું જઈ રહ્યું હતું. રૂપા વધુ જણાવતા કહે છે કે, તેને એવું લાગ્યા કરતું હતું કે જીવવું ઘણું અઘરું છે જેના કારણે રૂપાએ સુસાઈડ કરવાનો પણ પ્રયાસ કર્યા હતા.

image source

રૂપા ગાંગુલી વધુ જણાવતા કહે છે કે, તેમણે એક વાર નહી પણ ત્રણવાર સુસાઈડ કરવાનો પ્રયાસ કર્યા હતા. રૂપાએ પોતાના પહેલા પુત્રના જન્મ સમયે પહેલીવાર સુસાઈડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દીકરાના જન્મ પછી પણ રૂપા ગાંગુલીએ બે વાર પણ સુસાઈડ કરવાનો પ્રયાસ કર્યો હતો. રૂપા ગાંગુલીએ સુસાઈડ કરવા માટે ઊંઘની ગોળીઓનો પ્રયોગ કર્યો હતો. તેમ છતાં રૂપા ગાંગુલી પોતે કરેલ સુસાઈડના પ્રયાસોમાં સફળ થઈ શકી નહી અને રૂપાના પ્રાણ બચી ગયા. આમ થવા પાછળ ઘણું મોટું કારણ જણાવતા રૂપા કહે છે કે, મારા જીવનમાં હજી પ્રેમનો પ્રવેશ થવાનો બાકી હતો.

image source

ત્યાર પછી રૂપા ગાંગુલીએ પોતાના પતિ ધુબ્રો સાથે છૂટાછેડા લઈને સંબંધોનો અંત લાવી દીધો અને મુંબઈ રહેવા આવી ગયા. મુંબઈ આવીને પણ રૂપા જીવનના ગુચવાયેલા રસ્તાઓ પર ચાલતી રહે છે. આવા સમયે રૂપાના જીવનમાં સિંગર દીબ્યેન્દુ પ્રવેશ કરે છે. દીબ્યેન્દુ રૂપાને મ્યુઝીક શીખવાડી રહ્યા હતા. રૂપા ગાંગુલી પોતાના સંબંધો વિષે જણાવતા કહે છે કે, મારું જીવન વેર-વિખેર થઈ ગયું હતું. પણ કહેવાય છેને કે, અંધારી રાત પછી સુખનો સૂર્ય ઉગે છે. આમ, જ રૂપા ગાંગુલીના જીવનમાં પણ થાય છે. રૂપાના જીવનમાં દીબ્યેન્દુ આવે છે અને જીવનનો અર્થ બદલી દે છે. જેનો એક સમયે રૂપા અંત કરવા ઈચ્છતી હતી. આજે રૂપા ગાંગુલી અને દીબ્યેન્દુ એકસાથે ઘણું ખુશહાલ જીવન વિતાવી રહી છે.