ભારતમાં ડ્રગ્સ લેનાર લોકોમાં ગુજ્જુ ટોચ પર, આંકડા જોઈને આંખો ફાટી જશે, અમદાવાદ અને સુરતે તો હદ વટાવી

સુશાંતના મોત બાદ બોલિવૂડમાં એક નવો જ અખાડો શરૂ થયો છે. ચારેકોર ડ્રગ્સની જ બબાલ થઈ રહી છે. ત્યારે મોટી મોટી અભિનેત્રીઓ પણ આ કેસમાં ફસાઈ રહી છે અને હવે તો વાત બહાર આવી રહી છે કે મોટા અભિનેતા પણ ગમે ત્યારે સંડોવાઈ શકે છે. તો વળી એક તરફ ગુજરાતમાં પણ છેલ્લા એકાદ મહિનામાં કરોડોનું MD ડ્રગ્સ પકડવામાં આવ્યું છે, જેમાં સૌથી વધારે સુરતમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સ સ્કેન્ડલ બહાર આવ્યું છે.

image source

આ બધાની વચ્ચે NCRB(નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો)એ બહાર પાડેલા 2019ના ડેટા સામે આવ્યા છે અને એ ખરેખર ચોંકાવનારા છે. NCRBના 2019ના આંકડા પ્રમાણે દેશમાં સૌથી વધુ લિકર-નોર્કોટિક ડ્ર્ગ્સ કેસ ધરાવતા રાજ્યમાં ગુજરાત ટોચ પર છે. ગુજરાતમાં મહારાષ્ટ્ર અને તામિલનાડુ કરતાં પણ વધારે કેસ દાખલ થયા છે.

image source

વિગતવાર વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આવા 83156 અને તામિલનાડુમાં 151281 કેસ નોંધાયા છે, જેની સામે ગુજરાત કે જ્યાં દારૂબંધી છે ત્યાં નશીલાં દ્રવ્યોનું સેવન કરવાના 241715 કેસ નોંધાયા છે. એ જ રીતે બિહારની વાત કરીએ તો 49182 અને કેરળમાં 29252 કેસો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ ગુજરાતમાં દારુબંધીની વાતો કરવામાં આવે છે ત્યારે NCRB દ્વારા 2019નાં જે આંકડા બહાર પાડવામાં આવ્યા છે એ ચિંતા ઊપજાવે છે.

image source

ગુજરાતમાં લિકર અને નાર્કોટિક ડ્રગ્સ સંબંધિત એક્ટ હેઠળ નોંધાયેલા કેસો સમગ્ર દેશમાં સૌથી વધારે છે. દેશમાં નશીલાં દ્રવ્યોનું સેવનના સૌથી વધુ કેસ ધરાવતાં ટોપ પાંચ રાજ્યોમાં કેરળમાં 29252, બિહાર 49182, મહારાષ્ટ્રમાં 83156 કેસ અને તામિલનાડુમાં 151281 કેસ વર્ષ 2019માં નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં આ પાંચેય રાજ્ય કરતાં વધારે કેસ છે. ગુજરાતમાં 241715 લિકર અને નાર્કોટિક ડ્રગ્સ એક્ટ હેઠળ કેસ નોંધાયા છે. NCRBના 2019ના રિપોર્ટ પ્રમાણે લિકર અને નાર્કોટિક ડ્રગ્સ એક્ટ હેઠળ દેશનાં 19 શહેરમાં 102153 કેસ નોંધાયા છે,

image source

19 શહેરમાં પણ જો ઉંડાણપુર્વક વાત કરવામાં આવે તો, સૌથી વધુ કેસ સુરત, અમદાવાદ, મુંબઇ, ચેન્નઇ અને દિલ્હીમાં દાખલ થયા છે. દિલ્હીમાં 5386, ચેન્નઇમાં 7925, મુંબઇ 14051 નશીલાં દ્રવ્યોના કેસ નોંધાયા છે, જ્યારે સૌથી વધારે કેસ સુરતમાં 23977 અને અમદાવાદમાં 20782 કેસ લિકર અને નાર્કોટિક ડ્રગ્સ એક્ટ હેઠળ નોંધાયા છે. ત્યારે અમદાવાદ અને સુરતે આામાં પણ પીછેહઠ નથી કરી. ત્યારે ચિંતાનો વિષય એ છે કે સુરતનું સ્વચ્છતામાં નામ મોખરે છે અને અમદાવાદની ઓળખ તો વર્લ્ડ હેરિટેજ તરીકે દુનિયામાં થઈ રહી છે. એ વચ્ચે નશેડીમાં પણ અમદાવાદ અને સુરતનું નામ આ રીતે આગળ આવે એ શરમજનક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span