લોકડાઉનમાં ક્યારે નહિં ખૂટે આ શખ્સ પાસે દારુ, વિડીયોમાં જોઇ લો તમે પણ

દેશમાં ૨૬ માર્ચ, ૨૦૨૦ ગુરુવારના દિવસથી કોરોના વાયરસ સંક્રમણને ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકારે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરી દીધું હતું. ત્યારે હવે લોકડાઉનને બે મહિના જેટલો સમય વીટી ગયો છે. પરંતુ આ બે મહિના દરમિયાન સરકારે ફક્ત જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ કરાવી શકે તે માટે થઈને ફક્ત દૂધ, ડેરી, કરીયાણાની દુકાનોને  જ ખોલવાની મંજુરી આપી હતી ત્યારે આવા સમયમાં જે લોકો કોઈને કોઈ વ્યસનના બંધાણી હોય છે એવા વ્યક્તિઓ માટે લોકડાઉનનો સમય ખરેખરમાં ખુબ જ કપરો સાબિત થયો છે.

image source

દેશમાં લોકડાઉન હોવાના કારણે વ્યસની વ્યક્તિઓને ખુબ જ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. વ્યસની વ્યક્તિઓને સવારે ઉઠે ત્યારે સૌથી પહેલા દારૂ, તમાકુ, મસાલા વગેરે વસ્તુઓ જોઈતી જ હોય છે. કેટલીક વ્યક્તિને દારૂ આદત એટલી હદ સુધી પહોચી ગઈ હતી કે, તે વ્યક્તિને દારૂ ના મળે તો તે પાગલ થઈ જતો અને ઘરની વ્યક્તિઓને તકલીફ પહોચાડી દે છે.

image source

જયારે આ લોકડાઉન દરમિયાન દારૂની દુકાન અને પાનના ગલ્લા બંધ  હોવાથી કેટલીક વ્યસની વ્યક્તિઓએ આત્મહત્યા કરવાના પ્રયત્ન પણ કર્યા હતા. આવી વિગતો સામે આવી ત્યારે કેન્દ્ર સરકારે આવા વ્યસની વ્યક્તિઓ માટે ખાસ દિવસ દરમિયાન થોડોક જ સમય દુકાન ખોલવાની મંજુરી આપવામાં આવી.

image source

ત્યારે હવે અમે આપને એક એવી વ્યક્તિનો વિડીયો બતાવીશું કે, જેને લોકડાઉન હોય કે ના હોય પણ આ વ્યક્તિ પાસે દારૂ હોય જ છે. જો કે, લોકડાઉનના ચોથા ચરણમાં સરકારે દારૂ દુકાનો અને પાનના ગલ્લા ખોલવાની પરવાનગી આપી દીધી છે એટલા માટે દેશના ઘણા બધા વ્યસની વ્યક્તિઓને રાહત મળી છે.

image source

ચાલો જાણીએ આ ખાસ વ્યક્તિ વિષે જેની પાસે દારૂનો જથ્થો ઉપલબ્ધ હોય જ છે. લોકડાઉન હોય કે ના હોય આ વ્યક્તિને ક્યારેય દારૂના અભાવનો સામનો કરવો પડતો નથી. આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, આ વ્યક્તિ પોતાની આખી દારૂની દુકાનને એક ટ્રેક્ટર સાથે જોડી દેવામાં આવી છે. તેમ છતાં આ વિડીયો પરથી આ વ્યક્તિ કોણ છે તેનો યોગ્ય અંદાજ લગાવવો શક્ય નથી. આપે પણ આ વિડીયો એકવાર જરૂર જોવો જોઈએ.:

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.