ડ્રગ્સની આગ હવે કેટલાય અભિનેતાને દઝાડશે, NCB ના દરોડા બાદ અર્જુન રામપાલની વધશે મુશ્કેલીઓ, આ વસ્તુઓ કરી લીધી જપ્ત

અભિનેતા સુશાંતસિંહના મોત બાદ શરૂ કરવામાં આવેલી ડ્રગ્સ તપાસમાં હવે અનેક મોટા માથાના નામ સામે આવી રહ્યા છે. આજે NCB એ પ્રખ્યાત અભિનેતા અર્જુન રામપાલના ઘરની તપાસ કરી છે. મુંબઈના તેના અંધેરીના ઘરે ટીમ પહોંચી હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ પહેલાં NCBએ ફિલ્મ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાડવાલાના ઘરે રવિવારે રેડ પાડી હતી અને 10 ગ્રામ ગાંજો અને 3 ફોન જપ્ત કર્યા હતા. ત્યાર બાદ ફિરોઝની પત્નીની ધરપકડ પણ કરવામાં આવી હતી અને ફિરોઝને સમન્સ મોકલવામાં આવ્યું હતું. અર્જુનના ઘરે રેડ પાડી એજન્સીએ તેના ગેજેટ્સ જપ્ત કરી લીધા છે અને 11 નવેમ્બરે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. આ પહેલાં તપાસ એજન્સીએ રામપાલના ડ્રાઈવરને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી.

ઘણા બધા સ્ટાર્સના નામ સામે આવ્યા

image source

સુશાંત ડેથ કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ ઘણા બધા સ્ટાર્સના નામ સામે આવ્યા હતા.

જેમા અર્જુન રામપાલનું નામ પણ સામે આવ્યું હતું. આ પછી એનસીબીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી ડ્ર્ગ્સ મામલામાં ઊંડાણ પૂર્વકની તપાસ ચાલુ કરી દીધી હતી. ગત મહિને રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાના ભાઈ એગિસિઓલોસ ડીમેટ્રિએડ્સને એનસીબીએ ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી હતી. અગાઉ એક ડ્રગ પેડલરે NCB સમક્ષ એવી વાત રજૂ કરી હતી કે અર્જુન રામપાલ સુપરસ્ટાર શાહરુખ ખાનને ડ્રગ્સ સપ્લાય કરે છે. ત્યારબાદ અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સના ભાઈ અગિસિલાઓસની લોનાવાલામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે જામીન મળ્યા બાદ ફરી તેને એજન્સીએ કસ્ટડીમાં લીધો છે.

રિયાનો ભાઈ હજુ પણ જેલમાં

image source

આ અંગે NCB એ જણાવ્યું કે 30 વર્ષીય અગિસિલાઓસ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. એજન્સીએ તેની સપ્લાય ચેનને ટ્રેક કરીને અમુક પુરાવા પણ મેળવ્યા છે.સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ પછી ડ્રગ્સ કેસમાં ધર્મા પ્રોડક્શનના પૂર્વ કર્મચારી ક્ષિતિજ રવિ પ્રસાદની પણ ધરપકડ થઇ છે.

image source

તે મુંબઈમાં કોકિન સપ્લાય કરનારા નાઈઝીરિયન ઓમેગા ગોડવિનના સંપર્કમાં હતા. જ્યારે સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, રકુલપ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂરને એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના સ્ટાફ મેમ્બર સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંત સહિત ઘણો લોકોની ધરપકડ થઇ છે. તેમાં ડ્રગ્સ પેડલર્સ પણ સામેલ છે. રિયા ચક્રવર્તી આશરે એક મહિના સુધી જેલમાં રહ્યા પછી ગયા મહિને જામીન મળ્યા બાદ બહાર આવી છે. રિયાનો ભાઈ હજુ પણ જેલમાં જ છે.

દીપિકાની ભૂતપૂર્વ મેનેજર કરીશ્માને ફરીથી NCBનું સમન્સ

image source

એનસીબીએ કરીશ્મા પ્રકાશના નિવાસેથી હશીશ જપ્ત કર્યું હતું. ને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.મંગળવારે તેની સામે ફરીથી સમન્સ છે. અગાઉ કરીશ્માએ NCBને પરેશાન કરીને ઘણો વિરોધ કર્યો હતો. તે થોડા સમય માટે લાપત્તા થઈ ગઈ હતી અને અંતે NCB સમક્ષ હાજર થઈ હતી. તે અગાઉ સમન્સના આધારે NCB સમક્ષ હાજર થઈ ન હતી. અંતે તેની માતાને સમન્સ પાઠવવામાં આવ્યું ત્યારે તે NCB સમક્ષ હાજર થઈ હતી. ગયા સપ્તાહે NCBએ દીપિકાની આ ભૂતપૂર્વ મેનેજરની લગભગ છ કલાક સુધી પૂછપરછ કરી હતી. તેના ઘરે સર્ચ કરાયું તો ત્યાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.