ફેરા ફરીને તરત જ મંડપમાં કન્યા થઇ ગઇ બેહોશ, થોડા સમય પછી હોંશ આવતા જ કહ્યું કંઇક એવું કે…બધા ચોંકી ઉઠ્યા

લગ્ન એ એક પવિત્ર બંધન છે, દરેકના જીવનમાં આ શુભ મુહૂર્તમાં આવે છે. આવી સ્થિતિમાં, બે લોકોને લગ્નના પવિત્ર બંધનમાં બાંધવું શુભ માનવામાં આવે છે. ઘણીવાર સરકાર દ્વારા લગ્ન પણ યોજવામાં આવે છે, જેમાં બે લોકો લગ્નના પવિત્ર બંધનમાં બંધાય છે. આવા જ કેટલાક સીન તાજેતરમાં ધનબાદ જિલ્લામાં જોવા મળ્યા હતા. અહીં સૌથી મોટા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગ્નના દરેક રંગના પાસાં જોવા મળ્યા હતાં. આ રંગોમાં લગ્ન, દુલ્હનના મિત્રોની હાસ્યાસ્પદ વાતો, પડદાની નીચે વહુ વરરાજા, દરેકની નજરે વરરાજાનો શરમાળ સ્વભાવ, દુલ્હન કોઈને ખબર ન પડે એમ વરરાજેન જોતી હોય, વિદાય સમયે આંખોમાં આંસુ આવું બધું જ જોવા મળ્યું હતું.

image source

વરમાળા સમયે જ્યારે 57 યુગલો એક સાથે સ્ટેજ પર એકબીજાને હાર પહેરાવતા હતા, ત્યારે શહેરના લગભગ 10 હજાર લોકોએ તેમના ઉપર પુષ્પ વરસાવ્યા હતા. જ્યારે જાન સંપૂર્ણ ધામધૂમથી બહાર નીકળ્યું ત્યારે આખું શહેર સરઘસની જેમ નાચવા લાગ્યું અને જ્યારે જાન પાછી સ્ટેડિયમ પરત ફરી ત્યારે તમામ જાનૈયા માનૈયા બનીને વરરાજાના સ્વાગત માટે આવી ગયા હતા.

image source

આ બધાની વચ્ચે જ્યારે વરરાજા અને કન્યા વરમાળા માટે મંચ પર પહોંચ્યા, ત્યારે કન્યા ગજલા વરમાળાની તૈયારી કરતી વખતે મૂર્છિત થઈ ગઈ અને સ્ટેજ પર જ પડી ગઈ. તેણીને ઉપાડી સ્ટેજ પરથી ઉતારી લેવામાં આવી હતી. જ્યારે આ કન્યાને હોશ આવ્યો ત્યારે તે રડવા લાગી હતી. જ્યારે તેને કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે તેના પિતા આ લગ્નથી નારાજ છે અને તે તેના લગ્નમાં નથી આવ્યા જેનાથી તે ખૂબ જ દુખી છે.

image source

આ પહેલાંની પણ એક વાત ખુબ ચર્ચામાં આવી હતી કે લગ્નની વિધિ પુરજોશમાં ચાલી રહી હતી અને છેડાછેડી બાંધવાની તૈયારી થઈ રહી હતી ત્યાં વધૂએ કરેલા ધડાકાને કારણે લગ્ન મંડપમાં સન્નાટો છવાઈ ગયો. વધૂએ મંડપમાં જાહેરાત કરી કે એ બળાત્કારના આરોપીને જીવનસાથી બનાવવા માગતી નથી. એ સાથે એણે જાહેર કર્યું કે મહિલા સાથે જબરજસ્તી કરનાર વ્યક્તિ સાથે આયખું વિતાવવા માગતી નથી. કન્યાની જાહેરાતથી લગ્ન મંડપમાં સોપો પડી ગયો. વાત વણસે એ અગાઉ ઉપસ્થિત વડીલો બંને પક્ષને વિવાદનો નિવેડો લાવવા પંચાયત સમક્ષ લઈ ગયા.

image source

પંચાયતે કરાવેલા સમાધાનને પગલે બંને પક્ષો ભેટસોગાદની સાથે રોકડ પરત કરવાની પ્રક્રિયા શરૃ કરી છે. દેવરાનિયા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભુલાનિયા ગામના ૨૪ વરસના રહેવાસી ભાનુ પ્રતાપે દાવો કર્યો હતો કે એની સામેના આક્ષેપો ઉપજાવી કાઢેલા છે, પરંતુ આ વાત કન્યાના ગળે ઉતારવામાં એ સફળ થયો નહોતો. શનિવારે સાંજે લગ્નની સઘળી તૈયારી નવાબગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કન્યાના ગામ કુંદ્રા ખાતે થઈ હતી, પરંતુ લગ્નના એક કલાક અગાઉ યુવતીના એક સંબંધીએ વરરાજા બળાત્કાર કેસનો આરોપી હોવાની જાણ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુ ગોસિપ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુ ગોસિપ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુ ગોસિપ